શરૂઆત થઈ ત્યારે મંગલાચરણમાં શ્રી કુંદકુંદપ્રભુનું સ્મરણ
કરતાં ગુરુદેવે ભાવપૂર્વક કહ્યું કેઃ જાત્રામાં મદ્રાસથી ૮૦
માઈલ દૂર ‘પોન્નુર હીલ’ ગયા હતા, તે કુંદકુંદાચાર્યદેવની
ભૂમિ છે; કુંદકુંદાચાર્યદેવ ત્યાં રહીને ધ્યાન કરતા હતા...ને
ત્યાંથી તેઓ વિદેહક્ષેત્રે સીમંધર પરમાત્મા પાસે ગયા
હતા...પાછા ત્યાં આવીને તેમણે આ સમયસારાદિ શાસ્ત્રોની
રચના કરી છે.
કુંદકુંદાચાર્યદેવના પ્રાચીન ચરણકમળ છે...જુઓ, આજે
માંગળિકમાં કુંદકુંદાચાર્યદેવની તપોભૂમિ પોન્નુર તીર્થનું સ્મરણ
થાય છે. તેઓ વિદેહ તો ગયા જ હતા, પરંતુ પોન્નુરથી તેઓ ગયા
હતા–એ વાત આ જાત્રામાં નવી જાણવા આવી.
સર્વ અંગોપાંગમાં પુણ્ય અને પવિત્રતા બંને દેખાઈ આવે
છે...આંખો એવી ઢળતી છે...જાણે કે પવિત્રતાનો પિંડલો
થઈને અક્રિય જ્ઞાનાનંદનું ધ્યાન કરી રહ્યા છે.–એવા ભાવો
તેમની મુદ્રા ઉપર તરવરી રહ્યા છે....એને જોતાં તૃપ્તિ થતી
નથી....અત્યારે આ દુનિયામાં એનો જોટો નથી.