Atmadharma magazine - Ank 187
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 33

background image
ઃ ૬ઃઃ આત્મધર્મઃ ૧૮૭
દેવના સ્વાગતનો સમારોહ હતો. ગુરુદેવ નાગપુર બે દિવસ રહ્યા હતા. બીજે દિવસે સવારમાં બે મંદિરોના દર્શન
કર્યા, એક ચૈત્યાલયમાં કાચની રચનાથી દેખાવ સુંદર લાગતો હતો.
(ડોંગરગઢ–ખેરાગઢ)
ચૈત્ર સુદ એકમે નાગપુરથી ડોંગરગઢ આવ્યા....શેઠ શ્રી ભાગચંદજી સાહેબના ખાસ આગ્રહથી અહીંનો
પ્રોગ્રામ રાખ્યો હતો....ગુરુદેવ પધારતાં સ્વાગત થયું....બપોરે અભિનંદન સમારોહમાં શેઠશ્રી ભાગચંદ્રજીએ
ગુરુદેવ પ્રત્યે ઘણો ભક્તિભાવ વ્યક્ત કર્યો. જિનમંદિરમાં પ્રાચીન પ્રતિમાઓના દર્શન કર્યા. ભોજન અને પ્રવચન
બાદ સંઘે ખેરાગઢ પ્રસ્થાન કર્યું. પૂ. ગુરુદેવ ખેરાગઢ પધારતાં ઉલ્લાસભર્યું ભવ્ય સ્વાગત થયું....વેદી–
પ્રતિષ્ઠામહોત્સવના મંગળ પ્રારંભરૂપે ગુરુદેવના મંગલહસ્તે ઝંડારોપણ થયું...ગુરુદેવને ભાવપૂર્વક જૈનધર્મનો
ધ્વજ લહેરાવતા દેખીને સૌ ભક્તોને ઘણો આનંદ થયો. રાત્રે શાંતિનાથપ્રભુજી સન્મુખ (પ્રતિષ્ઠામંડપમાં) ભક્તિ
થઈ હતી.
બીજી ચૈત્ર સુદ એકમની સવારમાં વેદીપ્રતિષ્ઠા સંબંધી વિધિ (મંત્રજાપ, ઈંદ્રપ્રતિષ્ઠા, યાગમંડલપૂજન,
વેદીશુદ્ધિ વગેરે) થઈ હતી. ગુરુદેવના પ્રવચન બાદ બે કુમારિકા બહેનોએ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી હતી. અહીં
ઉભયખેમરાજજીએ ઉત્સાહથી નવું દિ. જિનમંદિર બંધાવ્યું છે, તેમાં ગુરુદેવના હસ્તે શાંતિનાથપ્રભુની પ્રતિષ્ઠા
થઈ. (આ સંબંધી વિગતવાર સમાચાર આત્મધર્મ ગતાંકમાં અપાઈ ગયા છે.) બપોરે અભિનંદન અને પ્રવચન
પછી જિનેન્દ્રદેવની ભવ્ય રથયાત્રા નીકળી હતી, મોટી સંખ્યામાં નગરજનોએ તેમાં ભાગ લીધો હતો. દૂરદૂરથી
ગાડા જોડીને પણ અનેક લોકો અહીં આવ્યા હતા. સાંજે સંઘની વિદાયગીરી વખતે મારવાડી પદ્ધતિની વિદાયનું
દ્રશ્ય ભાવભીનું હતું. સંઘે સાંજે પાંચ વાગે ખેરાગઢથી રામટેક તરફ પ્રસ્થાન કર્યું.
આજે આખી રાત પ્રવાસ કરવાનો હતો, ને પૂ. બેનશ્રીબેન યાત્રિકોની બસમાં સાથે હતા તેથી સૌને ઘણો
આનંદ થયો....આખી રાત વિવિધ ભક્તિ ચાલ્યા કરતી...પૂ. બેનશ્રીબેને અધ્યાત્મ રસભરી આત્મસ્પર્શી ભક્તિ
કરાવીને ભક્તોને અધ્યાત્મ ભાવનામાં ઝુલાવ્યા હતા....ભક્તિનો એ એક ખાસ યાદગાર પ્રસંગ હતો....જાણે કે
અંદરથી આત્મપરિણતિજ જ બોલતી હોય–એવી અદ્ભુત આત્મસ્પર્શી એ ભક્તિ હતી. આ રીતે આખીરાત
આનંદથી ભક્તિ તથા અંતકડી કરતા કરતા, ખેરાગઢથી સાંજે પાંચ વાગે નીકળેલા યાત્રિકો બીજે દિવસે સવારે
પાંચ વાગે રામટેક પહોંચ્યા....ને ધર્મશાળા શોધતાં શોધતાં સવાર પડી ગઈ.....ભક્તો કહેતા કે આજે જાત્રા
નિમિત્તે જાગરણ થયું......
રામટેકઃ (ચૈત્ર સુદ બીજ)
આખી રાત જાગેલા ભક્તોએ સવારમાં નાહી–ધોઈને શાંતિનાથપ્રભુના દર્શન–પૂજન કર્યા... ગુરુદેવ
પધારતાં સ્વાગત કર્યું. ત્યારબાદ ગુરુદેવના સાથે જિનમંદિરોનાં દર્શન કર્યા....અહીં ધર્મશાળાના વિશાળ ચોકમાં
૯ જિનમંદિરો અને ૨૧ વેદીઓ છે. વચ્ચેના મુખ્ય મંદિરમાં શાંતિનાથ પ્રભુના ૧૬ ફૂટ ઊંચા ભવ્ય પ્રતિમાજી
છે....ને તેમની આજુબાજુ બંને તરફ પણ શાંતિનાથ પ્રભુના પાંચફૂટના પ્રતિમા બિરાજે છે....એક મંદિરની
રચના સમવસરણ જેવી છે; ત્રણ પીઠિકા ઉપર ચંદ્રપ્રભુ બિરાજે છે, માનસ્તંભ પણ છે....૧૬ ફૂટના ૧૬મા
શાંતિનાથપ્રભુ સમીપે આવતાં જ ભક્તહૃદયમાં શાંતિના શેરડા પડે છે....બપોરે શાંતિનાથપ્રભુ પાસે સમૂહ પૂજન
તથા ભક્તિ થઈ....ત્યારબાદ પ્રવચન તથા રાત્રે તત્ત્વચર્ચા થઈ હતી.
સીવની (તા. ૧૧–૪–પ૯ ચૈત્ર સુદ બીજ)
સવારમાં શાંતિનાથપ્રભુના દર્શન કરીને રામટેકથી સીવની પ્રસ્થાન કર્યું. સીવનીમાં બે જિનમંદિરો છે.
મોટા મંદિરમાં ૧૮ વેદી છે. બીજા મંદિરમાં વચ્ચે પંચમેરુની રચના છે ને ચાર ખૂણે ચાર વેદી છે. સ્વાગત બાદ
ગુરુદેવનું પ્રવચન થયું....બપોરે જિનમંદિરમાં સમૂહપૂજન તથા ભક્તિ થઈ. સૌરાષ્ટ્રના નેમિનાથ ભગવાનનું
પૂજન સૌરાષ્ટ્રના યાત્રિકોએ ઘણા ઉલ્લાસથી કર્યું ત્યારપછી ગુરુદેવે ભાવભીની ભક્તિ કરાવી.
મારા નેમ પિયા ગીરનારી ચાલ્યા,
મત કોઈ રોક લગાજો...
લાર લાર સંયમ અમ લેશું,
મત કોઈ પ્રીત બઢાજો....
સીવનીથી પ્રસ્થાન કરીને સાંજે છપારા ગામે આવ્યા....ત્યાં વિશાળ જિનમંદિરમાં છ વેદી તથા ગંધકૂટીના