Atmadharma magazine - Ank 189
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 21

background image
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૧૮૯
પરમ શાંતિ દાતારી
અધ્યાત્મ ભાવના
ભગવાન શ્રી પૂજ્યપાદસ્વામીરચિત
‘સમાધિશતક’ ઉપર પરમપૂજ્ય
સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં
અધ્યાત્મભાવના, ભરપૂર વૈરાગ્યપ્રેરક
પ્રવચનોનો સાર
‘આત્મધર્મ’ ના ઘણા જિજ્ઞાસુ વાંચકો
તરફથી સહેલા લેખોની માંગણી થતાં, અંક
૧પ૮થી આ લેખમાળા શરૂ કરવામાં આવી છે.
આ પ્રવચનો અધ્યાત્મરસથી ભરપૂર હોવા
છતાં સરળ અને સહેલાઇથી સમજી શકાય તેવાં
છે;–આથી વાંચકવર્ગને આ લેખમાળા વિશેષ
પસંદ પડી છે, અને તે પુસ્તકાકારે છપાવવાની
અનેક માંગણી આવી છે.
આ ‘સમાધિશતક’ ના રચનાર શ્રી
પૂજ્યપાદસ્વામી લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં
થઈ ગયેલા મહાન દિગંબર સંત છે, તેમનું
બીજુ નામ દેવનંદી હતું; તેઓ વિદેહક્ષેત્રે
સીમંધર ભગવાન પાસે ગયા હતા–એવો પણ
શિલાલેખોમાં ઉલ્લેખ છે. તેમણે તત્ત્વાર્થસૂત્રની
‘સર્વાર્થસિદ્ધિ’ ટીકા તથા જૈનેન્દ્રવ્યાકરણ
વગેરે મહાન ગ્રંથો રચ્યા છે. તેમની અગાધ
બુદ્ધિને લીધે યોગીઓએ તેમને ‘જિનેન્દ્રબુદ્ધિ’
કહ્યા છે.–આવા મહાન આચાર્યના રચેલા
સમાધિશતક ઉપરનાં આ પ્રવચનો છે.
(અંક ૧૮૨–૮૩માં પ્રસિદ્ધ થયેલા આ
લેખમાળાના છેલ્લા બે લેખો આડાઅવળા
છપાઈ ગયા છે; ગાથા ૩૪–૩પના પ્રવચનો અંક
૧૮૩માં છે અને ગા. ૩૬–૩૭ના પ્રવચનો અંક
૧૮૨માં છે. એટલે અંક ૧૮૧ પછીનું અનુસંઘાન
અનુક્રમે અંક ૧૮૩, ૧૮૨ અને પછી ૧૮૮ એ
રીતે મેળવવું.)