અશાડઃ ૨૪૮પ ઃ ૧૧ઃ
આવતો નથી; વચન અને વિકલ્પોથી પાર થઈને સીધેસીધા આત્માના અવલંબનથી જ આત્માનો અનુભવ થાય છે,
એટલે તે માત્ર સ્વાનુભવગમ્ય છે. આચાર્યદેવ કહે છે કે ચૈતન્યસ્વરૂપ કહેવા માટે અમને વિકલ્પ ઊઠયો છે ને વચનો
નીકળે છે, પણ તે વચનો આત્માને સ્પર્શતા નથી, તે વચનોવડે આત્મા જણાતો નથી, માટે તમે વચનના અવલંબનમાં
અટકશો નહીં, પણ વચનનું વાચ્યા જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ તેને લક્ષમાં લઈને તેનું જ અવલંબન કરજો. કેમકે–
જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,
કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો.......
તેહ સ્વરૂપને અન્ય વાણી તો શું કહે?
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.........
અહો, આ સ્વાનુભવગમ્ય ચૈતન્યપદને વચનથી કઈ રીતે કહીએ! વચનથી ગમે તેટલું કહેવામાં આવે
પણ જ્યાં સુધી વચનથી વિમુખ થઈને (–તેનું અવલંબન છોડીને) સ્વભાવની સન્મુખ ન થાય ત્યાંસુધી આત્મા
જણાતો નથી. સમયસારના માંગળિકમાં પણ આચાર્યદેવ કહે છે કે સ્વાનુભૂતિથી પ્રકાશમાન એવા ‘સમયસાર’
ને (–શુદ્ધ આત્માને) હું નમસ્કાર કરું છું–
नमः समयसाराय स्वानुभूत्या चकासते’
‘સમયસાર’ એટલે શુદ્ધ આત્મા અર્થાત્ સારભૂત આત્મા; રાગ તો અસાર છે, તે કાંઈ સાર નથી; મનવાણી
દેહ તો જડ છે, તે પણ કાંઈ સાર નથી. જડથી જુદો ને રાગથી પાર ને શુદ્ધ ચિદાનંદરૂપ આત્મા છે તે જ સારભૂત છે;
આવો સારભૂત આત્મા સ્વાનુભવગમ્ય છે. આ રીતે સ્વાનુભવગમ્ય આત્માને ઓળખીને તેને નમસ્કારરૂપ
મંગલાચરણ કર્યું છે. હું શુદ્ધ આત્માને નમું છું, એનો અર્થ એ થયો કે હું રાગને નથી નમતો, રાગ તરફ નથી ઢળતો,
રાગનો આદર નથી કરતો; રાગ કરતાં કરતાં તેના અવલંબને હિત થશે એમ માનતો નથી. રાગથી પાર થઈને
અંતરમાં શુદ્ધ ચિદાનંદ આત્મામાં વળું છું, તેમાં ઢળું છું, તેનો આદર કરું છું.–આનું નામ “नमः समयसाराय’ છે.
એક વાર પણ જેણે આ રીતે શુદ્ધ આત્માને નમસ્કાર કર્યા તેને ભવભ્રમણનો અંત આવી ગયો.
આત્મામાં સર્વજ્ઞતા અને પૂર્ણ આનંદની તાકાત સ્વભાવથી ભરેલી છે (–લીંડીપીપરમાં તીખાશવત્)
તેમાંથી જ તે પ્રગટે છે. જેનામાં જે સ્વભાવ હોય તેમાંથી જ તે પ્રગટે, જેનામાં જે સ્વભાવ ન હોય તેમાંથી તે કદી
આવે નહીં. જડમાં કદી જ્ઞાન કે સુખ છે જ નહીં, તો તે જડથી આત્માને જ્ઞાન કે સુખ કેમ થાય? જ્ઞાન અને સુખ
તો આત્માનો સ્વતઃ સ્વભાવ છે પરંતુ પોતે પોતાના સ્વભાવની સંગતિ છોડીને જડનો સંયોગ કર્યો તેથી તેને
પોતાના સુખનો અનુભવ થતો નથી; તેમાં જીવનો પોતાનો જ દોષ છે, કર્મે કાંઈ તેને રોકયા નથી. કેમકે–
करम बिचारे कौन....भूल मेरी अधिकाइ।
अग्नि सहे धनधात लोहकी संगति पाइ।।
એકલી અગ્નિ ઉપર કોઈ ઘણ નથી મારતું પણ અગ્નિએ પોતે લોઢાનો સંસર્ગ કર્યો તેથી તેના ઉપર
ઘણના ઘા પડે છે. તેમ ચૈતન્યજ્યોત આત્મા જો પોતે એકલો પોતાના સ્વભાવમાં રહે તો તેને દુઃખ હોતું નથી,
પણ પોતાના સ્વાભાવિક સુખનું વેદન થાય છે; પરંતુ જ્યારે પોતે પોતાના સ્વભાવનો સંગ છોડીને પરનો સંસર્ગ
કર્યો ત્યારે જીવ પોતે પોતાના અજ્ઞાનભાવથી દુઃખી થાય છે, કર્મ બિચારું તેને શું કરે? પણ જીવને પોતાના
અપરાધ કર્મ ઉપર ઢોળી દેવાની ટેવ પડી ગઈ છે. અરે, ક્ષણિક પર્યાયમાં પોતે સ્વતંત્રપણે દોષ કરે છે તેને પણ
જે નથી સ્વીકારતો, તે જીવ અનંતગુણથી સ્વતંત્ર એવા શુદ્ધચિદાનંદસ્વરૂપને ક્યાંથી સ્વીકારશે?
શુદ્ધચિદાનંદસ્વરૂપ આત્મા વિકારથી પણ પાર સ્વાનુભવગમ્ય છે.–આવો ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા તમારી
ભવદુઃખથી રક્ષા કરો.–એમ આચાર્યદેવ આશીર્વાદાત્મક વચન કહીને અપૂર્વ મંગલાચરણ કરે છે.
અરે જીવ! તારા સ્વભાવમાં જ સુખ છે, એ વાત લક્ષમાં લઈને એક વાર તું તેના અનુભવનો પ્રયત્ન તો
કર.....શરીરાદિની મમતા છોડીને આનંદસાગરમાં એક વાર મગ્ન થા....તો તે આનંદસાગરમાં મગ્નતાથી તને
તારું ચૈતન્યતેજ પ્રગટ અનુભવમાં આવશે. જેમ ધૂળમાંથી બહાર નીકળીને સ્વચ્છ સરોવરમાં પ્રવેશ કરતાં
શાંતિનું વેદન થાય છે, તેમ સમસ્ત બાહ્ય પદાર્થોની મમતા છોડીને–(–તેમને પોતાથી અત્યંત ભિન્ન જાણીને)
અંતર્મુખ થઈને આનંદસાગરમાં મગ્ન થતાં જે વસ્તુ અનુભવમાં આવે છે તે જ આત્મા છે, તે જ તારું
ચૈતન્યસ્વરૂપ છે. જ્ઞાનાનંદસ્વરૂપમાં એક વાર ડૂબકી માર...તો તને તારો આત્મા અનુભવગમ્ય થશે. આવો
સ્વાનુભવગમ્ય આત્મા તે જ જગતના જીવોને શરણરૂપ છે, તે જ મંગળરૂપ છે, ને તે જ ભવભયથી રક્ષા કરનાર
છે, માટે એવા આત્માની પ્રતીતિ અને અનુભવનો ઉદ્યમ કરવો–એ કર્તવ્ય છે.