Atmadharma magazine - Ank 189
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 21

background image
ઃ ૧૦ઃ આત્મધર્મઃ ૧૮૯
‘આનંદસ્વરૂપમાં એક વાર ડૂબકી માર’
ડુંગરગઢમાં પૂ. ગુરુદેવનું પ્રવચન
(તા. ૮–૪–પ૯)
(ડુંગરગઢના શેઠશ્રી ભાગચંદજી સાહેબ વગેરેની ખાસ આગ્રહભરી
વિનંતિથી પૂ. ગુરુદેવ ડુંગરગઢ પધાર્યા હતા. તે પ્રસંગનું પ્રવચન)
આ પદ્મનંદપચીસી શાસ્ત્ર પદ્મનંદી નામના દિગંબર વનવાસી સંતે રચ્યુંં છે, આત્મામાં આનંદની
ભરતીમાં ઝૂલતાં ઝૂલતાં તેમણે આ શાસ્ત્ર રચ્યું છે. જેમ દરિયામાં ભરતી આવે છે તે બહારના વરસાદથી કે
નદીના પાણીથી આવતી નથી પણ દરિયો પોતે ઊછળીને ભરતી આવે છે; તેમ જ્ઞાન ને આનંદનો સમુદ્ર
ભગવાન આત્મા પોતે અંતર્મુખ થતાં સ્વાનુભવથી તેનામાં આનંદની ભરતી આવે છે, બહારના કોઈ સાધનથી
કે રાગથી આનંદની ભરતી આવતી નથી.
આ ચૈતન્યજ્યોતિ આત્મા તન–મન–વચનથી ભિન્ન છે, તેનો અનુભવ તન–મન–વચનથી થતો નથી,
પણ અંતર્મુખ થઈને સ્વાનુભવથી જ તે જણાય છે, એટલે કે તે સ્વાનુભવગમ્ય છે.
ભગવાન કુંદકુંદાચાર્યદેવ કહે છે કેઃ અહા, દરેક જીવ સર્વજ્ઞસ્વભાવી છે; પણ પોતે પોતાના સર્વજ્ઞ
સ્વભાવને ભૂલીને પોતાને પામર–અલ્પજ્ઞ માની લીધો છે તેથી સંસારમાં રખડે છે. સર્વજ્ઞસ્વભાવની પ્રતીત–
જ્ઞાન–અનુભવ વગર, માત્ર રાગ જેટલો માનીને જીવે અનંતવાર શુભ ભાવથી વ્રત–તપ કર્યા છે, પણ
આત્મજ્ઞાનના અભાવને લીધે તેના સંસારભ્રમણનો આરો નથી આવ્યો. આત્મજ્ઞાન અનંતકાળમાં પૂર્વે એક ક્ષણ
પણ જીવે નથી કર્યું. તેથી કહે છે કે–
मुनिव्रतधार अनंत बार ग्रीवक उपजायो।
पै निज आतमज्ञान बिन सुख लेश न पायो।।
છહઢાળા
આત્મજ્ઞાન પૂર્વે અનંતકાળમાં જીવે કર્યું નથી; છતાં જે જીવ પાત્ર થઈને આત્મજ્ઞાન કરવા માંગે તેને ક્ષણ
માત્રમાં થાય છે; આઠ વર્ષના બાળકને કે સિંહ વગેરે તિર્યંચને પણ આત્મજ્ઞાન થાય છે, અરે! નરકની અનંતી
પ્રતિકૂળતા વચ્ચે પડેલા જીવોને પણ આત્મજ્ઞાન થઈ શકે છે. અત્યારે વિદેહક્ષેત્રમાં સીમંધરાદિ ૨૦ તીર્થંકર
ભગવંતો સાક્ષાત્ બિરાજે છે, તેમની ધર્મસભામાં આઠ આઠ વર્ષના રાજકુમારો, સિંહ, વાઘ વગેરે અનેક જીવો
આત્મજ્ઞાન પામે છે.
તે આત્મજ્ઞાનનું સાધન શું? શું ભગવાનની વાણી તેનું સાધન છે? ના; ખરેખર ભગવાનની વાણી તેનું
સાધન નથી, જો તે સાધન હોય તો તો વાણી સાંભળનારા બધાને આત્મજ્ઞાન થઈ જવું જોઈએ. આત્મજ્ઞાનનું
ખરું સાધન પોતાનો આત્મા જ છે; જેણે અંતર્મુખ થઈને આત્માનું અવલંબન લીધું તેણે પોતાના આત્માને જ
પોતાના સમ્યગ્જ્ઞાનનું સાધન બનાવ્યું.
આ ચિદાનંદસ્વરૂપ આત્મા છે તે અરૂપી છે, ને વચન તો રૂપી છે; તે રૂપી–વચનો અરૂપી આત્માને
સ્પર્શતા પણ નથી; તેથી તે વચનના અવલંબને આત્મા અનુભવમાં