અશાડઃ ૨૪૮પઃ ૯ઃ
(શ્રી કષાયપ્રાભૃત–જયધવલાના આ વિષય ઉપર પૂ. ગુરુદેવનું અદ્ભુત પ્રવચન થયેલ, તે “
આત્મધર્મ” ના બીજા વર્ષમાં” શ્રુતપંચમીના વધારાના અંક” તરીકે પ્રસિદ્ધ થયેલ છે. જિજ્ઞાસુઓએ તે
વાંચવા લાયક છે.)
મતિ–શ્રુતજ્ઞાનને પરોક્ષ કહ્યાં છતાં તે જ્ઞાન પણ કાંઈ ઈંદ્રિયોથી થતા નથી, તે જ્ઞાન પણ પોતાથી જ થાય
છે. જુઓ, વ્યંજનઅવગ્રહ તે મતિજ્ઞાનનો નાનામાં નાનો પ્રકાર છે, તે પણ પોતાથી જ થાય છે. ઈંદ્રિયોથી કે
શબ્દોથી જ્ઞાન થાય એ વાત તો ક્યાંય ગઈ! તે તો સ્થૂળભૂલ છે. અહીં તો એકદમ અંતરના ઊંડાણની વાત
છે....જ્ઞાનનું મૂળકારણ શું છે તે અહીં બતાવ્યું છે.......કેવળજ્ઞાનનું મૂળીયું બતાવ્યું છે. અહો! પરિપૂર્ણ સામર્થ્યરૂપે
સદાય વર્તતું સ્વરૂપ–પ્રત્યક્ષજ્ઞાન જ મારા કેવળજ્ઞાનનું કારણ છે–એમ જે જાણે તે ઈંદ્રિય વગેરેને પોતાના જ્ઞાનનું
કારણ માને નહિ; એટલે તેને પરોક્ષપણું ટળીને, સ્વરૂપ–પ્રત્યક્ષજ્ઞાનના આધારે સકલ–પ્રત્યક્ષ એવું કેવળજ્ઞાન
પ્રગટી જાય.
આ રીતે જ્ઞાનના પ્રત્યક્ષ અને પરોક્ષપણાનું વર્ણન કર્યું. હવે આ જ્ઞાનોમાંથી કયું જ્ઞાન આદરણીય છે તે
કહેશે.
(આ ગાથાઓના જે છ વિષયો કહ્યા હતા તેમાંથી ત્રીજો વિષય અહીં પૂરો થયો.)
*અજ્ઞાનીને ધર્મ થતો નથી, કેમકે *
અજ્ઞાનીને શુભરાગ તો હોય છે, પણ તેને
ધર્મ હોતો નથી. કેમકે શુભરાગ તે ધર્મ નથી.
જો શુભરાગ તે ધર્મ હોય કે ધર્મનું સાધન હોય
તો, શુભરાગવાળા અજ્ઞાનીને કેમ ધર્મ ન થાય?
અને તેને કેમ મોક્ષમાર્ગ ન થાય? માટે સ્પષ્ટ છે
કે અશુભરાગની જેમ શુભરાગ પણ ધર્મ નથી કે
ધર્મનું સાધન પણ નથી. પરંતુ તે રાગથી વિલક્ષણ
એવા સમ્યક્ શ્રદ્ધા, જ્ઞાન ને ચારિત્ર તે જ ધર્મ
છે ને તે જ મોક્ષમાર્ગ છે.
–પ્રવચનમાંથી