સંબંધવાળા હોવાથી અહીં તેમને મૂર્ત ગણવામાં આવ્યા છે. આ રીતે અવધિ અને મનઃપર્યયજ્ઞાન એક અંશે
પ્રત્યક્ષ છે. મનઃપર્યયજ્ઞાન તો ઉત્તમ મુનિઓને જ હોય છે, તેનું ઘણું સામર્થ્ય છે, છતાં તે પણ એકદેશ–પ્રત્યક્ષ છે.
કેવળજ્ઞાન સકલ–પ્રત્યક્ષ છે ને અવધિ–મનઃપર્યયજ્ઞાન વિકલ–પ્રત્યક્ષ છે. મનઃપર્યયજ્ઞાનનો વિષય અવધિજ્ઞાન
કરતાં થોડો છે, પરંતુ અવધિજ્ઞાન કરતાં અનંતગણી સૂક્ષ્મતાને પણ તે જાણી શકે છે.
ખરેખર પ્રત્યક્ષ છે. પર વિષયોને ઈંદ્રિય અને મનના અવલંબનપૂર્વક અસ્પષ્ટ જાણે છે તેથી તે જ્ઞાનને પરોક્ષ
કહ્યાં છે, અને વ્યવહારથી ‘ઇંદ્રિય–પ્રત્યક્ષ’ જાણે છે તે અપેક્ષાએ વ્યવહારે પ્રત્યક્ષ કહ્યાં છે; પણ ઈંદ્રિયદ્વારા જે
પ્રત્યક્ષ થયું તે ખરેખર પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ જ છે, તેથી નિશ્ચયથી તે મતિ–શ્રુતજ્ઞાન પરને પરોક્ષ જ જાણે છે;
ને સ્વવિષયને સ્વસંવેદન–પ્રત્યક્ષ જાણે છે, સ્વવિષયને જાણવામાં ઈંદ્રિયોનું ને મનનું અવલંબન નથી.
શ્રુતજ્ઞાનવડે આત્માનું પ્રત્યક્ષ સંવેદન થયા વગર સમ્યગ્દર્શન થાય નહિ. ચોથા ગુણસ્થાને ગૃહસ્થદશામાં
રહેલા અવિરત સમ્યગ્દ્રષ્ટિને પણ નિર્વિકલ્પ અનુભવરૂપ સ્વસંવેદનદશામાં મતિશ્રુતજ્ઞાન પ્રત્યક્ષ છે. પંચાધ્યાયી
વગેરેમાં પણ આ વાત સ્પષ્ટ કરી છે.
માન્યતાનું બહુ સરસ યુક્તિથી જયધવલામાં વીરસેનસ્વામીએ ખંડન કરી નાખ્યું છે. ત્યાં તો કહે છે જો
ઈંદ્રિયોથી જ્ઞાનની ઉત્પત્તિ થવાનું માનશો તો આત્માના અભાવનો પ્રસંગ આવશે
તેના સમાધાનમાં કહે છે–એમ નથી, મતિ જ્ઞાનાદિ ઈંદ્રિયોથી ઉત્પન્ન થતા નથી પણ સામાન્ય જ્ઞાનમાંથી
જીવના ગુણસ્વરૂપ જ્ઞાનનો અભાવ થઈ જવાથી, ગુણી એવા જીવના પણ અભાવનો પ્રસંગ આવે છે.
છે કે–કેવળજ્ઞાન અસિદ્ધ છે–એમ નથી, કેમકે સ્વસંવેદન પ્રત્યક્ષદ્વારા કેવળજ્ઞાનના અંશરૂપ જ્ઞાનની નિર્ભાવરૂપે
ઉપલબ્ધિ થાય છે. મતિશ્રુતજ્ઞાન તે કેવળજ્ઞાનના અંશરૂપ છે, ને તેની ઉપલબ્ધિ સ્વસંવેદન પ્રત્યક્ષથી બધાને થાય
છે; માટે કેવળજ્ઞાનના અંશરૂપ અવયવ પ્રત્યક્ષ હોતાં કેવળજ્ઞાનરૂપ અવયવીને પરોક્ષ કહેવો તે યુક્ત નથી; કેમકે
એમ માનતાં, ચક્ષુદ્વારા જેનો એક ભાગ પ્રત્યક્ષ જોવામાં આવે છે એવા થાંભલાની પણ પરોક્ષતાનો પ્રસંગ આવી
જાય છે. અહો! મતિજ્ઞાનના સ્વસંવેદનમાં કેવળજ્ઞાનનો વિરહ નથી...મતિજ્ઞાનની સંધિ કેવળજ્ઞાન સાથે છે,
મતિજ્ઞાનનું સ્વસંવેદન પ્રત્યક્ષ થયું ત્યાં કેવળજ્ઞાન પણ પ્રત્યક્ષ થઈ ગયું. જુઓ, આ સંતોની વાણી!!
સંતોએ પંચમકાળે કેવળજ્ઞાનના વિરહ ભૂલાવી દીધા છે.