છે, ને જ્ઞાનભાવનામાં સ્થિર થઈને તે રાગ–દ્વેષની વૃત્તિને તોડી નાંખે છે.
એટલે તેને સંયોગો પ્રત્યે રાગદ્વેષ થયા જ કરે છે; તેને અવિદ્યાના સંસ્કારને લીધે સર્વત્ર પોતાનું માન–અપમાન
જ ભાસ્યા કરે છે. પણ હું તો સંયોગથી ભિન્ન જ્ઞાયક સ્વભાવ છું, મારા જ્ઞાનને જગતમાં કોઈ પ્રતિકૂળ કે
અનુકૂળ નથી, બધાય મારા જ્ઞેય જ છે,–આવી સ્વભાવભાવનાવડે જ માન–અપમાનની વૃત્તિ ટળીને
સમાધિશાંતિ થાય છે.
ને હું પણ રાજા છું–તો હું ભરતને કેમ નમું? એમ જરાક માનની વૃત્તિ આવી; પછી બંને વચ્ચે લડાઈ થતાં ભરત
હારી ગયા ત્યાં તેને જરાક અપમાનની વૃત્તિ આવી. આવી માન–અપમાનની વૃત્તિ થવા છતાં, તે બંને ધર્માત્માને
તે વખતેય જ્ઞાનસ્વભાવની જ ભાવના છે, જ્ઞાનસ્વભાવની ભાવના છૂટીને રાગદ્વેષની વૃત્તિ થઈ નથી,
જ્ઞાનભાવનાની જ અધિકતા છે; માન–અપમાનની વૃત્તિ થઈ માટે તે વખતે તે અજ્ઞાની હતા–એમ નથી; અંદર
જ્ઞાનભાવનાનું જોર પડયું છે, તેથી માન–અપમાનરૂપે તેમનું જ્ઞાન પરિણમતું જ નથી, એ વાતની અજ્ઞાનીને
ઓળખાણ નથી. જ્ઞાનભાવના છોડીને અજ્ઞાનથી જે જીવ પરસંયોગમાં માન–અપમાનની બુદ્ધિ કરે છે તે અજ્ઞાની
છે. જ્ઞાનસ્વભાવની જેને ભાવના નથી એવા અજ્ઞાનીને જ બાહ્યદ્રષ્ટિથી એકાંત માન–અપમાનરૂપ પરિણમન થાય
છે. જ્ઞાનસ્વભાવની ભાવનામાં જ્ઞાનીને જ્ઞાનનું પરિણમન થાય છે, માન–અપમાનરૂપ પરિણમન થતું નથી; જરાક
રાગ–દ્વેષની વૃત્તિ થાય ત્યાં તે વૃત્તિને પણ જ્ઞાનથી ભિન્નરૂપ જ જાણે છે ને જ્ઞાનસ્વભાવની જ ભાવનાવડે જ્ઞાનની
અધિકતારૂપે જે પરિણમે છે. જ્ઞાનીની આવી ભાવનાને અજ્ઞાની ઓળખતો નથી, એટલે જ્ઞાનીને જરાક રાગ–
દ્વેષની વૃત્તિ દેખે ત્યાં તેને એવો ભ્રમ થાય છે કે જ્ઞાની આ રાગ–દ્વેષ જ કરે છે. પણ જ્ઞાની તો તે વખતે રાગ–
દ્વેષથી અધિક જ્ઞાનભાવનારૂપે જ પરિણમે છે તેને અજ્ઞાની દેખી શકતો નથી, કેમકે તેને પોતાને જ્ઞાનભાવના
જાગી નથી. અહીં એમ કહે છે કે જેને જ્ઞાનભાવના નથી તે જ સંયોગમાં માન–અપમાનની કલ્પના કરીને રાગ–
દ્વેષરૂપે પરિણમે છે. જ્ઞાની તો જ્ઞાનભાવનારૂપે જ પરિણમે છે, તેને કોઈ સંયોગમાં માન–અપમાનની કલ્પનાથી
રાગ–દ્વેષરૂપ પરિણમન થતું જ નથી, માટે હે જીવ! તું તારા ચિત્તને ચૈતન્ય– ભાવનામાં સ્થિર કર, જેથી રાગ–
દ્વેષથી તે ક્ષુબ્ધ ન થાય; અને જ્યાં ચિત્તનો ક્ષોભ નથી ત્યાં માન–અપમાનની કલ્પના થતી નથી એટલે રાગદ્વેષરૂપ
પરિણમન થતું નથી પણ સમાધિ જ થાય છે. ગમે તેવા પ્રતિકૂળ પ્રસંગમાં કે અનુકૂળ પ્રસંગમાં પણ તે
ચૈતન્યભાવનાવાળો જીવ પોતાના સમ્યગ્દર્શનાદિથી ચ્યૂત થતો નથી, જ્ઞાનભાવનાથી ચ્યૂત થતો નથી. આ રીતે
જ્ઞાનસ્વભાવની ભાવના જ વીતરાગી સમાધિનો ઉપાય છે, માટે તે જ ભાવના કરવા જેવી છે, એમ પૂજ્યપાદ–
પ્રભુનો ઉપદેશ છે.
સંયોગથી મારું અપમાન એમ જેણે માન્યું તે અજ્ઞાનીને એકલી બાહ્યદ્રષ્ટિથી માન–અપમાન માનીને રાગ–દ્વેષ જ
થયા કરે છે. પણ જ્ઞાની તો જાણે છે કે માનનો પ્રસંગ હો કે અપમાનનો પ્રસંગ હો, હું તો જ્ઞાન જ છુંઃ અનુકૂળ
પ્રસંગ વખતે પણ હું તો ‘જ્ઞાન’ જ છું, ને પ્રતિકૂળ પ્રસંગ વખતે પણ હું તો ‘જ્ઞાન’ જ છું, એમ સર્વ પ્રસંગે હું
તો જ્ઞાનસ્વભાવ જ છું–એવી જ્ઞાન–ભાવના જ્ઞાનીને વર્તે છે, ને તે જ્ઞાનભાવનાના જોરે તેને રાગદ્વેષનો નાશ જ
થતો જાય છે, એટલે તેને સમાધિ–શાંતિ થાય છે.ાા ૩૮ાા