વૈરાગ્ય સમાચાર
(૧) મૂળ સોનગઢના રહીશ ભાઈ નાગરદાસ દેવચંદ મોદી–મુંબઈમાં
ગયા વૈશાખ વદ ૨ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેમનો કૌટુમ્બિક ધર્મ વૈષ્ણવ
હતો, પણ પ. પૂ. સદ્ગુરુદેવનાં પરિચયમાં આવ્યા પછી તેમણે શ્રી દિગંબર જૈન
અંગીકાર કર્યો હતો.
તેઓ ત્રણ ભાઈઓ હતા (૧) મોટાભાઈ જેઠાલાલ મોદી, (૨)
હરગોવિંદ મોદી, આ ટ્રસ્ટના સેક્રેટરી અને (૩) પોતે પ. પૂ. સદ્ગુરુદેવનું
નિવાસસ્થાન સોનગઢ થતાં એ ત્રણે ભાઈઓ તેમના અનુયાયી થયા હતા.
સોનગઢમાં જ્યાં શ્રી. જૈન અતિથિ સેવાસમિતિનું રસોડું ચાલે છે તે
જમીનની ખરીદીમાં શ્રી નાગરદાસભાઈએ કિંમતી મદદ આપી હતી.
તેઓ મુખ્યપણે મુંબઈ રહેતા, પણ ત્યાંથી તેઓ તથા તેમના કુટુંબીજનો
પૂ. ગુરુદેવશ્રીનો લાભ લેવા પ્રસંગે સોનગઢ આવતા હતા. મુંબઈમાં શ્રી દિગંબર
જૈન મુમુક્ષુ મંડળ થતાં પ્રથમથી જ તેમાં તેઓ જોડાયા હતા. તેમના મોટા પુત્ર
ભાઈ વ્રજલાલ પ્રથમથી જ તે મંડળની કિંમતી સેવા બજાવી રહ્યા છે. શ્રી
માનસ્તંભની પ્રતિષ્ઠામાં ભાગ લેવા માટે તેઓ કુટુંબ સહિત સોનગઢ આવ્યા
હતા. અને તેને અંગે તેમની સારી સેવાનો લાભ ટ્રસ્ટને મળ્યો હતો.
મુંબઈમાં હમણાં ઊજવાયેલ પંચકલ્યાણક પ્રતિષ્ઠા અંગે પણ તેઓને ઘણો
ઉત્સાહ હતો અને તેમાં તેમના કુટુંબે કીંમતી સેવા આપી હતી. તેમની શારીરિક
સ્થિતિ નબળી હોવાથી તેમાં જાતે તેઓ ભાગ લઈ શકે તેમ નહોતા, તેથી શીવમાં
તેમને ઘેર પૂ. સદ્ગુરુદેવ પધારી દર્શનનો તથા આહારદાનનો લાભ આપે તેવી
ભક્તિપૂર્વક તેમણે વિનંતી કરી હતી. તેનો સ્વીકાર થવાથી તેમણે ઘણો આનંદ
અને ભક્તિ પ્રદર્શિત કર્યાં હતા.
તેમનો આત્મા–સદ્ગુરુ અને સદ્ધર્મની રુચિમાં આગળ વધે એવી ભાવના
છે.
આવા બનાવોના પ્રસંગે મુમુક્ષુઓએ વૈરાગ્ય પ્રગટ કરી પોતાના
આત્મકલ્યાણના કાર્યની સાવધાની વધારવી એ કર્તવ્ય છે.
આ વૈરાગ્ય સમાચાર આપવામાં ઢીલ થઈ છે તે બદલ વાંચકોની ક્ષમા
ચાહીએ છીએ.
(૨) તા. ૧૦–૬–પ૯ ના રોજ દિલ્હી જૈન સમાજના આગેવાન શેઠ શ્રી
ન્યાદરમલ્લજી ૮૦ વર્ષની વયોવૃદ્ધ ઉમરે સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ દિલ્હીના
પહાડીગંજ જૈનમંદિરના મેનેજર હતા, ને સોનગઢ સંસ્થા પ્રત્યે પણ પ્રેમ ધરાવતા
હતા. તેમના સ્વર્ગવાસ નિમિત્તે જાહેર થયેલ ૨૧પ૧ રૂા. માંથી ૨૭પરૂા. સોનગઢ
સંસ્થાઓને આપવામાં આવ્યા છે. જૈન ધર્મના પ્રતાપે તેઓ આત્મશાંતિ પામે
એજ ભાવના.