Atmadharma magazine - Ank 189
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 21

background image
જિનેન્દ્ર પૂજાસંગ્રહ
વિધવિધ પ્રકારની પૂજાઓના સંગ્રહનું, પાંચસો ઉપરાંત પાનાનું આ પુસ્તક હાલમાં નવું
પ્રસિદ્ધ થયું છે. આ જિનેન્દ્રપૂજાસંગ્રહમાં સીમંધરભગવાનની અનેક નવીન પૂજાઓ ઉપરાંત
ચોવીસે ભગવંતોની અલગ અલગ પૂજાઓ, ત્રણ ચોવીસીના તીર્થંકરોની પૂજા, ત્રીસ ચોવીસીના
તીર્થંકરોની પૂજા, નંદીશ્વર, પંચમેરુ, નિર્વાણક્ષેત્ર સોલહકારણ, દસલક્ષણધર્મ, રત્નત્રય વગેરેની
પૂજાઓ તથા ગુરુની અને શાસ્ત્રની પૂજાઓ, તેમજ દેવ–ગુરુ–શાસ્ત્રની અનેક આરતી વગેરેનો
સંગ્રહ છે. લિપિ ગુજરાતી છે. પૂજન–પ્રેમીઓને આ પુસ્તક ઉપયોગી છે, અને દરેક જિનમંદિરમાં
વસાવવા યોગ્ય છે. કિંમત પોણાત્રણ રૂપીયા; પોસ્ટેજ જુદું.
પ્રાપ્તિસ્થાનઃ
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર–સોનગઢ
(સૌરાષ્ટ્ર)
________________________________________________________________________
સોનગઢમાં દસલક્ષણી પર્યુષણપર્વ
અને
ધાર્મિક પ્રવચનના ખાસ દિવસો
સોનગઢમાં દર વર્ષની જેમ ભાદરવા સુદ પાંચમ ને સોમવાર તા. ૭–૯–પ૯ થી શરૂ
કરીને, ભાદરવા સુદ ૧૪ ને મંગળવાર તા. ૧પ–૯–પ૯ સુધીના દસ દિવસો દસલક્ષણીધર્મ
અથવા પર્યુષણપર્વ તરીકે ઊજવાશે. આ દિવસો દરમિયાન દસલક્ષણમંડલનું પૂજન, તેમજ
દસલક્ષણ ધર્મો ઉપર પૂ. ગુરુદેવના ખાસ પ્રવચનો થશે.
શ્રાવણ વદ ૧૩ ને સોમવાર તા. ૩૧ ઓગષ્ટથી શરૂ કરીને ભાદરવા સુદ પ ને સોમવાર
તા. ૭ સપ્ટેમ્બર સુધીના આઠ દિવસો દરમિયાન પૂ. ગુરુદેવના ખાસ પ્રવચનો થશે. આ દિવસો
દરમિયાન ઘણાખરા ભાઈઓને નિવૃત્તિનો વિશેષ અવકાશ મળતો હોવાથી તેઓ સોનગઢ
આવીને લાભ લઈ શકે તે હેતુએ આ આઠ દિવસો ખાસ પ્રવચનો રાખવામાં આવ્યા છે.
________________________________________________________________________
વાર્ષિક બેઠક
શ્રી જૈન અતિથિ સેવા સમિતિની વાર્ષિક બેઠક ભાદરવા સુદ બીજ ને શુક્રવાર તા. ૪–૯–
પ૯ના રોજ મળશે. સૌ સભ્યોને હાજર રહેવા વિંનતી છે.
________________________________________________________________________
સૂચના
શ્રી દક્ષિણ યાત્રા ખાતાનો એકાઉન્ટ તુરતમાં બંધ કરવાનો હોઈ ફાળામાં નોંધાવેલ
રૂપિયા તુરતમાં મોકલવા વિનંતી છે.
રામજી માણેકચંદ દોશી
પ્રમુખ, શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–
સોનગઢ