કુંદકુંદપ્રભુની પાવન તપોભૂમિ કે જ્યાંથી તેઓશ્રીએ વિદેહગમન કર્યું હતું અને જ્યાં તેઓશ્રીએ શાસ્ત્રરચના કરી
હતી..... તે પોન્નૂર તીર્થની યાત્રા ગુરુદેવ સાથે કરતાં ભક્તોને કેવો અપાર ઉલ્લાસ હતો તેનું એક દ્રશ્ય.
જેને આત્માની ખરી ધગશ જાગે.......આત્માની ખરી
ગરજ થાય તે જીવની દશા કેવી હોય? તે સમજાવતાં એક વાર પૂ.
ગુરુદેવે કહ્યું હતું કે–
આત્માર્થીને સમ્યગ્દર્શન પહેલાં સ્વભાવ સમજવા માટે
એટલો તીવ્ર રસ હોય કે શ્રી ગુરુ પાસેથી સ્વભાવ સાંભળતાં જ
તે ગ્રહણ થઈને આત્મામાં ગરી જાય.......આત્મામાં પરિણમી
જાય........’ અહો! મારો આવો સ્વભાવ ગુરુએ બતાવ્યો’
.....એમ ગુરુનો ઉપદેશ ઠેઠ આત્મામાં સ્પર્શી જાય.
જેમ કોરા ઘડા ઉપર પાણીનું ટીપું પડતાં જ તે ચૂસી લ્યે
છે, અથવા ધગધગતા લોઢા ઉપર પાણીનું ટીપું પડતાં જ તે ચૂસી
લ્યે છે, તેમ દુઃખથી અતિ સંતપ્ત થયેલા આત્માર્થી જીવને શ્રીગુરુ
પાસેથી શાંતિનો ઉપદેશ મળતાં જ તે તેને ચૂસી લ્યે છે એટલે કે
તરજ જ તે ઉપદેશને પોતાના આત્મામાં પરિણમાવી ઘે છે.
આત્માર્થીને સ્વભાવની જિજ્ઞાસા અને ઝંખના એવી ઉગ્ર
હોય કે ‘સ્વભાવ’ સાંભળતાં તો હૃદયમાં સોંસરવટ ઊતરી
જાય......અરે! ‘સ્વભાવ’ કહીને જ્ઞાની શું બતાવવા માંગે છે!–
એનું જ મારે ગ્રહણ કરવું છે......આમ રૂંવાટે રૂંવાટે સ્વભાવ
પ્રત્યેનો ઉત્સાહ જાગે ને વીર્યનો વેગ સ્વભાવ તરફ વળી જાય.
એવો પુરુષાર્થ જાગે કે સ્વભાવ પ્રાપ્ત કર્યે જ છૂટકો.....સ્વભાવ
પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેને ચેન ન પડે.
–આવી દશા થાય ત્યારે આત્માની ખરી ધગશ
કહેવાય.