ઃ ૪ઃ આત્મધર્મઃ ૧૮૯
(૭)
(નિયમસાર ગા. ૧૧–૧૨ ચાલુ)
‘સ્વરૂપ – પ્રત્યક્ષ’ જ્ઞાન દરેક જીવમાં રહેલું
છે અને તે કેવળજ્ઞાનું મૂળ છે; કેવળજ્ઞાન થયા
પહેલાં પણ સમકિતીને તેની પ્રતીત થઈ ગઈ
છે. આને ‘સ્વરૂપ – પ્રત્યક્ષ’ કહેવાય એવા
નામની ખબર કદાચ સમકિતીને ભલે ન હોય,
પણ અંતર્મુખ વેદન થઈને જે પ્રતીતિ તેને થઈ
તેમાં આ સ્વરૂપ – પ્રત્યક્ષની પ્રતીત પણ ભેગી
આવી જ ગઈ છે. આ સ્વરૂપ – પ્રત્યક્ષજ્ઞાન
આત્માથી કાંઈ જાુદું નથી પણ તે આત્માનો
સ્વભાવ જ છે, એટલે આત્મસ્વભાવની
પ્રતીતમાં તે પણ આવી જ જાય છે. અને
સ્વભાવના અવલંબને જે નિર્મળ પર્યાય પ્રગટી
ત પણ સ્વભવ સથ અભદ થઈ ગઈ છ,
એટલે તે સમ્યગ્દર્શના વિષયથી જાુદી નથી
રહેતી.
જ્ઞાનના પ્રકારોમાં કયું જ્ઞાન કોને હોય છે–તેનું વર્ણન
કારણસ્વભાવજ્ઞાન અને કાર્યસ્વભાવજ્ઞાન એ પ્રમાણે સ્વભાવજ્ઞાનના બે પ્રકાર કહ્યા.
વિભાવજ્ઞાન સમ્યક્ અને મિથ્યા એવા બે પ્રકારનું છે; તેમાંથી સમ્યગ્જ્ઞાનના મતિ–શ્રુતિ–અવધિ ને મનઃ
પર્યય એવા ચાર ભેદ છે, તથા મિથ્યાજ્ઞાનના કુમતિ–કુશ્રુત અને વિભંગ એવા ત્રણ ભેદ છે.
–એ પ્રમાણે જ્ઞાનના કુલ નવ પ્રકાર થયા. તેમાંથી કયું જ્ઞાન કયા જીવોને હોય છે તે કહે છે. –
–કારણસ્વભાવજ્ઞાન કોને હોય છે?
–કારણસ્વભાવજ્ઞાન તો બધાય જીવોને ત્રિકાળ હોય છે.
–કાર્યસ્વભાવજ્ઞાન કોને હોય છે?