PDF/HTML Page 21 of 21
single page version
ક્ષાયિકભાવરૂપ છે તેમાં કેવળજ્ઞાની ભગવંતો જ આવે. અહીં ક્ષાયિકભાવરૂપે પરિણમેલા જીવને જ
અભેદવિવક્ષાથી ‘ક્ષાયિકભાવ’ કહી દીધો. તે ક્ષાયિકજીવે કેવળજ્ઞાનવડે ત્રણ ભુવનને જાણ્યા છે,
વળી પોતાના સ્વભાવથી ઉત્પન્ન થતા પરમ વીતરાગસુખામૃતનો તે સમુદ્ર છે. અહા! કેવળી
ભગવંતોને પર્યાયમાં વીતરાગી સુખનો દરિયો ઊછળ્યો છે. ‘કારણ’ નું સેવન કરતાં કરતાં
યથાખ્યાનરૂપ કાર્યશુદ્ધચારિત્ર તેમને પ્રગટી ગયું છે. વળી તે ભગવંતો (અર્થાત્ કાર્યદ્રષ્ટિવાળા
ક્ષાયિકજીવો) સાદિઅનંત અમૂર્ત અતીન્દ્રિયસ્વભાવવાળા શુદ્ધ સદ્ભુત વ્યવહાર નયાત્મક છે. જુઓ,
અહીં સર્વજ્ઞને નયસ્વરૂપ કહ્યા, તો પછી ‘નય જડ છે’ એ વાત ક્યાં રહી? અહીં કેવળીનેનયસ્વરૂપ
કહ્યા, તેથી એમ ન સમજવું કે તેમને પણ જ્ઞાનમાં ‘નય’ હોય છે. ‘નય’ તો શ્રુતજ્ઞાનમાં હોય છે.
કેવળજ્ઞાનમાં નય હોતા નથી; પરંતુ સાધકજીવ જ્યારે કેવળી ભગવાનના સ્વરૂપને ખ્યાલમાં લ્યે છે
ત્યારે તે સાધકના જ્ઞાનમાં શુદ્ધ સદ્ભુત વ્યવહારનય હોય છે, તેથી તે નયના વિષયભૂત કેવળીને
શુદ્ધસદ્ભુત વ્યવહારનયાત્મક કહ્યા છે. આ રીતે નય અને તેના વિષયને અભેદ કહેવાની
અધ્યાત્મશાસ્ત્રોની શૈલી છે. કારણદ્રષ્ટિ અનાદિઅનંત છે, કાર્યદ્રષ્ટિ સાદિઅનંત છે.
મુનિરાજ કહે છે કે અહો! આવા ક્ષાયિક ભાવસ્વરૂપ પરમાત્મા પ્રત્યક્ષ વંદનાયોગ્ય છે. સિદ્ધ
ભગવંતો પણ જાણે પોતાના આત્મામાં પ્રત્યક્ષ દેખાતા હોય–એવા ઉત્કૃષ્ટ ભાવે ટીકાકાર કહે છે કે
ક્ષાયિકજીવ તીર્થંકર પરમાત્મા ત્રણ જગતના ભવ્ય જીવોને પ્રત્યક્ષ વંદનીય છે.–આવા તીર્થંકર
પરમદેવને કેવળજ્ઞાનની માફક આ કાર્યદ્રષ્ટિ પણ યુગપત લોકાલોકમાં વ્યાપનારી છે, પરમ અવગાઢ
સમ્યક્ત્વ પણ ત્યાં સાથે જ વર્તે છે.
પ્રશ્નઃ– આ ઉપયોગની ઉપયોગિતા શી છે?
મોક્ષાર્થીઓને માટે મોક્ષનો પ્રસિદ્ધ માર્ગ છે, અર્થાત્ તે શુદ્ધ ચૈતન્યતત્ત્વની ભાવનાવડેજ મોક્ષ થાય
છે. આ સિવાય બીજા કોઈ માર્ગ મોક્ષ થતો નથી. શુદ્ધચૈતન્યતત્ત્વની ભાવનાથી દર્શન–જ્ઞાન–
ચારિત્રસ્વરૂપે પરિણમતો પોતાનો આત્મા જ મોક્ષનો માર્ગ છે, આત્માથી બહાર બીજો કોઈ
મોક્ષમાર્ગ નથી.
અચિંત્ય મહિમાની ઓળખાણ કરવાની અને તેની સન્મુખ થઈને કાર્ય પ્રગટ કરવાની આ વાત છે.