Atmadharma magazine - Ank 191
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૬
સળંગ અંક ૧૯૧
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
ભાદ્રપદ ૨૪૮પ અંક ૧૯૧
વિ.જે.તા
અંતે ચૈતન્યની મહત્તા પાસે ચક્રવર્તીને ઝૂકવું પડયું
બાહુબલી ભગવાનને એક વર્ષની અડગ આત્મસાધના બાદ કેવળજ્ઞાન પ્રગટ થાય છે–તે
પ્રસંગનું આ દ્રશ્ય છે. ભરતચક્રવર્તી અતિશય ભક્તિ અને વિનયપૂર્વક બાહુબલી સ્વામીનું પૂજન કરી
રહ્યા છે. શ્રવણબેલગોલની યાત્રા વખતે આ ચિત્ર જોઈને ગુરુદેવ ઘણા પ્રસન્ન થયા હતા આ ચિત્ર
સાથે સંકળાયેલ ભાવવાહી પ્રસંગનું આલેખન ‘આદિપુરાણ’ના આધારે હવે પછી રજુ કરશું.

PDF/HTML Page 3 of 21
single page version

background image
જિનેન્દ્રપૂજાસંગ્રહ
વિધવિધ પ્રકારની પૂજાઓના સંગ્રહનું પાંચસો ઉપરાંત પાનાનું આ પુસ્તક હાલમાં નવું પ્રસિદ્ધ થયું છે. આ
જિનેન્દ્રપૂજાસંગ્રહમાં સીમંધરભગવાનની અનેક નવીન પૂજાઓ ઉપરાંત ચોવીસે ભગવંતોની અલગ અલગ પૂજાઓ,
ત્રણ ચોવીસીના તીર્થંકરોની પૂજા, ત્રીસ ચોવીસીના તીર્થંકરોની પૂજા, નંદીશ્વર, પંચમેરુ, નિર્વાણક્ષેત્ર, સોલહકારણ,
દસલક્ષણધર્મ, રત્નત્રય વગેરેની પૂજાઓ, તથા ગુરુની અને શાસ્ત્રની પૂજાઓ, તેમજ દેવ–ગુરુ–શાસ્ત્રની અનેક
આરતી વગેરેનો સંગ્રહ છે. લિપિ ગુજરાતી છે પૂજન પ્રેમીઓને આ પુસ્તક ઉપયોગી છે અને દરેક જિનમંદિરમાં
વસાવવા યોગ્ય છે. કિંમત પોણાત્રણ રૂપિયાઃ પોસ્ટેજ જુદું.
ઃ પ્રાપ્તિસ્થાનઃ
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર–સોનગઢ (સૌરાષ્ટ્ર)
_______________________________________________________________________________________
આત્મધર્મ (માસિક)
મુમુક્ષુ જીવોને મુક્તિનો રાહ દેખાડે છે.
પરમ પૂજ્ય ગુરુદેવના પ્રવચનોમાંથી પસંદ કરેલા ઉત્તમ આધ્યાત્મિક લેખો, ઉપરાંત તીર્થયાત્રા વગેરેના
સમાચારો–સંસ્મરણો–ચિત્રો વગેરે પ્રસિદ્ધ કરતું આ માસિક આપ જરૂર વાંચો અને આપ ગ્રાહક ન હો તો–
જરૂર ગ્રાહક બનો વાર્ષિક લવાજમ ચાર રૂપિયા
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–સોનગઢ (સૌરાષ્ટ્ર)
ચાલુ ગ્રાહકોને બે વાત
(૧)–આપ નવા વર્ષમાં ગ્રાહક તરીકે ચાલુ રહીને બીજા જિજ્ઞાસુઓને પણ ગ્રાહક થવાની ભલામણ કરશો.
ચાલુ ગ્રાહકોમાંથી એક પણ ઓછા ન થાય, એવી આશા રાખીએ છીએ.
(૨) આપનું ગ્રાહક તરીકેનું લવાજમ બની શકે તો પર્યુષણ દરમિયાન, અથવા તો છેવટ દિવાળી પહેલાં જરૂર
ભરી દેશો.
વૈરાગ્ય સમાચર
(૧) લાઠીના રહીશ અને મુંબઈ મુમુક્ષુ મંડળના ઉત્સાહી કાર્યકર ભાઈશ્રી વૃજલાલ ફૂલચંદ ભાયાણીના માતુશ્રી
હરિમા લગભગ ૮૨ વર્ષની વયે મુંબઈમાં શ્રાવણ માસમાં સ્વર્ગવાસ પામ્યા છે. લાઠીમાં જિનમંદિર અને પ્રતિષ્ઠામહોત્સવ
માટે તેમની ખાસ ભાવના હતી અને તે માટે તેઓ વૃજલાલભાઈ વગેરેને ઘણી વાર પ્રેરણા પણ કરતા હતા. લાઠીમાં
જિનમંદિર અને પ્રતિષ્ઠામહોત્સવ થતાં પોતાની ભાવના પૂરી થવાથી તેમને ઘણો ઉલ્લાસ થયો હતો. પૂ. ગુરુદેવ પ્રત્યે તેમને
ઘણો ભક્તિભાવ હતો. મુંબઈમાં પ્રતિષ્ઠામહોત્સવ અને ગુરુદેવની પધરામણી થતાં તેઓ ઘણા આનંદિત થયા હતા. છેલ્લી
આઠ દસ દિવસની માંદગી દરમિયાન પણ તેઓ વારંવાર ગુરુદેવનું સ્મરણ કરીને તેમના ફોટાના દર્શન કરતા હતા. શ્રી દેવ–
ગુરુ પ્રત્યેની ભક્તિના પ્રતાપે તેઓ તત્ત્વજિજ્ઞાસામાં આગળ વધીને પોતાનું આત્મહિત સાધો......એ જ ભાવના.
(૨) શ્રી જયશ્રીજી,–જેઓ ગુણશ્રીજી વગેરેની સાથે સાથે સોનગઢમાં રહીને પૂ. ગુરુદેવના સત્સમાગમનો લાભ
લેતા હતા, તેઓ શ્રાવણ સુદ ૧૨ ના રોજ સોનગઢમાં સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ મૂળ કચ્છના હતા, તેમની વય લગભગ
૮૦ વર્ષની હતી. છેલ્લા લગભગ ૧૦–૧૨ વર્ષથી તેઓ સોનગઢમાં રહેતા હતા. તેઓ ભદ્રિક હતા. સ્વર્ગવાસ પહેલાં ત્રીજે
દિવસે તો તેઓ ગુરુદેવના પ્રવચનમાં પણ આવેલા. સ્વર્ગવાસની લગભગ છેલ્લી ઘડીએ પણ તેઓ પૂ. ગુરુદેવ પ્રત્યે,
તેમજ પૂ. બેનશ્રી–બેન પ્રત્યે ભક્તિ વ્યક્ત કરીને, તેમનું જ શરણ છે–એમ કહેતા હતા. તેમજ ગુરુદેવે સમજાવેલા તત્ત્વને
ઉલ્લાસપૂર્વક યાદ કરતા હતા. આ રીતે સંતોના શરણની અને તત્ત્વ સમજવાની ઉત્તમ ભાવનાના સંસ્કાર તેઓ સાથે લઈ
ગયા છે, તે સંસ્કારબળે આગળ વધીને તેઓ પોતાનું આત્મહિત સાધે–એવી ભાવના ભાવીએ છીએ.
જીવનમાં જે જાતના સંસ્કારો પાડયા હોય તે સંસ્કારો જીવની સાથે જાય છે, માટે જીવનમાં દેવ–ગુરુ–શાસ્ત્રના
શરણપૂર્વક ઉત્તમ તત્ત્વના એવા દ્રઢ સંસ્કારો આત્મામાં પાડવા જોઈએ, કે જે બીજા ભવમાં પણ હિતનું કારણ થાય.
દસલક્ષણી પર્વ સંબંધી સૂચના
સામાન્યપણે દરવર્ષે ભાદરવા સુદ પાંચમથી દસલક્ષણી પર્વનો પ્રારંભ થાય છે, પરંતુ આ વર્ષે વચમાં ભાદરવા
સુદ ૧૨ નો દિવસ ઘટતો હોવાથી, દસલક્ષણીપર્વનો પ્રારંભ એક દિવસ વહેલો થશે એટલે ભાદરવા સુદ ચોથ ને
રવિવારથી પ્રારંભ થશે.

PDF/HTML Page 4 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ સોળમું સંપાદક ભાદ્રપદ
અંક ૧૧ મો રામજી માણેકચંદ દોશી ૨૪૮પ
આત્માર્થી–સંબોધન
હે આત્માર્થી બન્ધુ!
આત્મસાધનામાં જગતના અનેકવિધ
પ્રતિકૂળ–અનુકૂળ સંયોગો તો વચ્ચે આવે
જ......એ કાંઈ આશ્ચર્ય નથી. પરંતુ એવા
પ્રસંગે તારી આત્માર્થિતાના જોરે,–તારી
સર્વશક્તિને ઉપયોગમાં લઈને તારી
આત્મસાધનામાં અડગ રહેજે.......સળંગપણે
તેને ટકાવીને તેમા દ્રઢપણે આગળ વધજે.
‘આ.....ત્મા....ર્થિ.......તા’–એ એક જ એવું
મહાન બળ છે કે જેની પાસે જગતના કોઈ
બળની તાકાત ચાલી શક્તી નથી, જગતનું
કોઈ બળ આત્માર્થીને તેના માર્ગથી ચ્યુત કરી
શકતું નથી. ખરેખર આત્માર્થીને જગતમાં
કોઈ વિધ્ન છે જ નહીં.
આમ છતાં, હે જીવ! તને મુંઝવણ
થતી હોય તો, પૂર્વના મહાપુરુષોના જીવનને
યાદ કર..... તે સાધક સંતોએ કેવા કેવા
પ્રસંગોમાં પણ પોતાની આરાધના ટકાવી છે–
તેનું સ્મરણ કરીને, તેમના ઉદાહરણથી તારા
આત્માને પણ આરાધનામાં ઉત્સાહિત કર.
આત્માર્થીના પરિણામ ઉલ્લાસિત હોય
છે; કેમકે આત્મસ્વભાવને સાધીને
અલ્પકાળમાં સંસારથી મુક્ત થઈને તેને સિદ્ધ
થવું છે, તેથી પોતાની મુક્તિનો તેને નિરંતર
ઉલ્લાસ હોય છે, અને તેથી તે ઉલ્લાસિત
વીર્યવાન હોય છે. પૂર્વે કદી નહિ કરેલું એવું
પોતાનું સમ્યગ્દર્શનાદિ કાર્ય સાધવા માટે
આત્માર્થીનું હૃદય નિરંતર ઉત્સાહિત હોય છે.

PDF/HTML Page 5 of 21
single page version

background image
જેઓ આત્માના રસિક છે એવા જીવોને સ્વદ્રવ્ય અને
પરદ્રવ્યનું ભેદજ્ઞાન કરાવીને આચાર્યદેવ પરમ કરુણાથી પ્રેરણા કરે
છે કે હે ભવ્ય જીવો! સ્વપરની એકતાબુદ્ધિરૂપ મોહને હવે તો
છોડો! અને તમારા ચૈતન્યતત્ત્વને પરથી ભિન્ન જાણીને તેના
ચૈતન્યરસને હવે તો આસ્વાદો! ચૈતન્યના રસિક થઈને હવે તો
એનો અનુભવ કરો. અત્યારસુધી તો સ્વ–પરની ભિન્નતાના ભાન
વગર અજ્ઞાનપણે મોહથી સંસારભ્રમણ કર્યું......પરંતુ હવે અમે
સ્વ–પરની અત્યંત ભિન્નતા બતાવી, તે જાણીને હવે તો મોહને
છોડો.....ને જ્ઞાનના અતીન્દ્રિય આનંદનો આસ્વાદ લ્યો. સ્વદ્રવ્યને
પરથી ભિન્ન જાણીને અંતર્મુખ થતાં જ તમને તમારા જ્ઞાનનો
અપૂર્વ અતીન્દ્રિયસ્વાદ અનુભવમાં આવશે.
હે જીવ! પરદ્રવ્ય તારું જરા પણ નથી માટે તેનો રસ
છોડ......ને ચૈતન્યદ્રવ્ય જ તારું છે–એમ જાણીને તું ચૈતન્યનો
રસિયો થા; પરના રસમાં તું અનંતકાળથી દુઃખી થયો, હવે તો
તેનો રસ છોડીને તું આત્મરસિક થા! તારા આત્મા સિવાય બીજા
કોઈ જડ–ચેતન પદાર્થો સાથે તારે ત્રણ કાળમાં કદી પણ
એકમેકપણું નથી, માટે પરમાં આત્મબુદ્ધિ છોડ ને તારા આત્મામાં
જ અંતર્મુખ થઈને તેમાં આત્મબુદ્ધિ કર. આમ કરવાથી તને તારા
જ્ઞાનનો સ્વાદ અનુભવમાં આવશે.....તારું અજ્ઞાન ટળીને તને
ભેદજ્ઞાન થશે.....તારું મિથ્યાત્વ ટળીને તને સમ્યક્ત્વ થશે.....તારું
દુઃખ ટળીને તને સુખ થશે. અહા! અમે તને સ્પષ્ટપણે તારું
પરદ્રવ્યોથી ભિન્નપણું દેખાડયું, હવે તો તું ભેદજ્ઞાનરૂપ પરિણમ....
હવે તો તું આત્માનો રસિલો થઈને તેનો અનુભવ કર.
રસિક જન તેને કહેવાય કે જેને જ્ઞાનમૂર્તિ આત્માનો
અનુભવ જ રુચિકર લાગે છે....... ચૈતન્યરસ પાસે બીજા બધા
રસ જેને ફીક્કા–નિરસ લાગે છે......ચૈતન્યરસ સિવાય બીજો કોઈ
રસ જેને સુહાવતો નથી.....આવા આત્મરસિક જનો આચાર્યદેવનો
ઉપદેશ સાંભળીને જરૂર સ્વ–પરના ભેદજ્ઞાનવડે મોહને છોડીને
આત્માનો અનુભવ કરે છે.
त्यजतु जगदिदानीं मोहमाजन्मलीनं
रसयतु रसिकानां रोचनं ज्ञानमुंद्यत्
(સયમસાર કલશ ૨૨ ના પ્રવચનમાંથી)

PDF/HTML Page 6 of 21
single page version

background image
આરાધનાનુંપર્વ
આ ‘દસલક્ષણી’ પર્વ ના દિવસો તે ખરેખર આરાધનાના દિવસો છે. રત્નત્રયધર્મની વિશેષપણે પરિ–
ઉપાસના કરવા માટેના આ ધર્મદિવસોને સનાતન જૈન શાસનમાં ‘પર્યુષણ પર્વ’ કહેવાય છે......આરાધનાના
આ મહાપવિત્ર પર્વનો અપાર મહિમા છે. જેમ નંદીશ્વર અષ્ટાહ્નિકા ભક્તિપ્રધાન પર્વ છે તેમ આ દશલક્ષણી પર્વ
આરાધનાપ્રધાન છે.
હે જીવો! તમારી સર્વ શક્તિને રત્નત્રયની આરાધનામાં જોડો.

PDF/HTML Page 7 of 21
single page version

background image
ઃ ૬ઃ આત્મધર્મઃ ૧૯૧
‘સિદ્ધ સમાન સદા પદ મેરો’
દરેક આત્મા સિદ્ધપરમાત્મા જેવો છે; જેવા સિદ્ધભગવંતો છે તેવા જ બધા આત્માઓ સ્વભાવથી છે.
સિદ્ધિ પામનારા અતિઆસન્ન ભવ્યજીવો પણ પહેલાં સંસાર–અવસ્થામાં હતા....ને સંસારકલેશથી
તેમનું ચિત્ત અશાંત હતું.....પણ પછી તે આસન્નભવ્યજીવો સંસારકલેશથી થાકયા..... અરે, આ રાગ
દ્વેષાદિ કલેશની અશાંતિ!! એનાથી હવે છૂટકારો પામીને ચૈતન્યની શાંતિને કઈ રીતે સાધું?–એમ તેમના
ચિત્તમાં સંસારકલેશનો થાક લાગ્યો......એટલે સંસારથી વૈરાગ્યપરાયણ થઈને તેઓ નિજસ્વરૂપની
સન્મુખ વળ્‌યા. આ સંસાર તરફના વલણમાં અમારી શાંતિ નથી, અમારી શાંતિ અમારા ચૈતન્યસ્વરૂપમાં
જ છે તેથી હવે અમે સંસારથી વિમુખ થઈને તેનાથી પાછા વળીએ છીએ ને ચૈતન્યની સન્મુખ થઈને
તેમાં વળીએ છીએ.
આ રીતે, સંસારથી થાકીને અને સહજ વૈરાગ્યમાં પરાયણ થઈ ને તે આસન્નભવ્ય ધર્માત્માએ
દ્રવ્યભાવલિંગોને ધારણા કર્યા એટલે કે મુનિદશા પ્રગટ કરી. અને પછી પરમગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરેલ
પરમાગમના અભ્યાસથી (એટલે કે ભાવશ્રુતને ચૈતન્યમાં એકાગ્ર કરવાના અભ્યાસથી) કેવળજ્ઞાન પ્રગટ કરીને
તેઓ સિદ્ધિ પામ્યા.
જેવા આ સિદ્ધભગવંતો છે તેવો જ મારો આત્મા છે–આમ જે નક્કી કરે તેને સ્વભાવની
સન્મુખતાથી મોક્ષમાર્ગની શરૂઆત થઈ જાય છે; સિદ્ધભગવાન જેવો પોતાનો આત્મસ્વભાવ જે નક્કી કરે
તેને આત્મસન્મુખતાથી પોતામાં સિદ્ધપદનો ઉપાય પ્રગટી જાય છે. સિદ્ધ જેવો સ્વભાવ એટલે કે ‘કારણ
સમયસાર’ (કારણ પરમાત્મા) તેનો જે નિર્ણય કરે તેને તે કારણની સન્મુખતાથી કાર્ય પ્રગટયા વગર
રહે નહીં.
શ્રીમદ્ રાજચંદ્ર સાદી ભાષામાં એ વાત કહે છે કે–
સર્વ જીવ છે સિદ્ધસમ
જે સમજે તે થાય
આચાર્યદેવ કહે છે કે હે જીવ! સિદ્ધ થવા માટે ઝૂક તારા સ્વભાવ તરફ! તારા સિદ્ધપદનો ઉપાય બહારમાં
નથી, સિદ્ધ જેવો જે તારો આત્મસ્વભાવ, તેમાં જ તારો મોક્ષમાર્ગ છે.–પણ આવા સ્વભાવ તરફ કોણ ઝૂકે? કે
જેને સંસારકલેશથી થાક લાગ્યો હોય....પરભાવોની અશાંતિથી જે થાક્યો હોય, તે જીવ સહજ વૈરાગ્યના વેગથી
નિજસ્વરૂપ તરફ વળીને સિદ્ધપદને સાધે છે.
(નિયમસાર ગા. ૪૭ના પ્રવચનમાંથી)
જિ ન ભા વ ના
હે જીવ! જિનભાવના વિના, ભીષણ
નરકગતિમાં તેમજ તિર્યંચગતિમાં તું તીવ્ર દુઃખ
પામ્યો....માટે હવે તો તું જિનભાવના ભાવ,
એટલે કે શુદ્ધઆત્મતત્ત્વની ભાવના કર.....કે
જેથી તારું સંસારભ્રમણ મટે.

PDF/HTML Page 8 of 21
single page version

background image
ભાદ્રપદઃ ૨૪૮પઃ ૭ઃ
શાંતિનું ધામ એવું સ્વતત્ત્વ
જે શાંતરસથી ભરેલું છે....ને....દુઃખનો જેમાં પ્રવેશ નથી
ભાઈ! દુઃખના દહાડા અનંતકાળથી તારા
ઉપર વીત્યા....પણ હવે એ બધું ભૂલીને
શાંતિચિત્તે એકવાર તારા ચૈતન્યની સામે જો.
ભાઈ, તારે તારા દુઃખના દહાડાનો અંત લાવવો
હોય ને સાચી આત્મશાંતિ જોઈતી હોય તો
તારા શુદ્ધ નિજતત્ત્વને તું લક્ષમાં લે. તારું
નિજતત્ત્વ આત્મરસથી ભરેલું છે, ચૈતન્યનો
પરમશાંતરસ તેમાં ભર્યો છે, ત્યાં દુઃખ કદી
પ્રવેશી શકતું નથી; માટે દુઃખથી બચવા તું તારા
સ્વતત્ત્વનું જ શરણ લે.
આ નિયમસારના ‘પંચરત્ન’ (ગાથા ૭૭થી ૮૧) વંચાય છે.
દેહથી ભિન્ન ચૈતન્યતત્ત્વ શું ચીજ છે–કે જેનાં શ્રદ્ધા, જ્ઞાન ને આચરણથી મોક્ષમાર્ગ સધાય? તેની
આ વાત છે. પ્રથમ તો દેહાદિ પદાર્થો જડ અચેતન છે, તેઓ જીવથી ભિન્ન છે; જીવની હયાતીમાં તે દેહાદિ
નથી, ને તે દેહાદિમાં જીવ નથી, બંને તત્ત્વો પૃથક્પૃથક્ છે. જીવતત્ત્વ શું છે તે જીવે કદી લક્ષમાં નથી લીધું;
પોતાને ભૂલીને દેહાદિ તે હું એવી અજ્ઞાનબુદ્ધિથી રાગ–દ્વેષ જ કર્યા છે, તેથી તે સંસારપરિભ્રમણમાં દુઃખી
થઈ રહ્યો છે.
આત્મા દેહથી તો ભિન્ન છે, તે ઉપરાંત અહીં તો અંદરના રાગ–દ્વેષાદિ અરૂપી વિકારીભાવોથી પણ ભિન્ન
સ્વભાવવાળું શુદ્ધ જીવતત્ત્વ છે તે જ સ્વદ્રવ્ય છે, એમ બતાવવું છે. ભેદના લક્ષે જેટલું વૃત્તિનું ઉત્થાન થાય તે પણ
ખરેખર જીવતત્ત્વથી બહાર છે; ભેદની વૃત્તિના ઉત્થાનવડે શુદ્ધ જીવતત્ત્વમાં પ્રવેશાતું નથી. શુદ્ધ–જીવ–તત્ત્વને
લક્ષમાં લઈને તેમાં એકાગ્ર થવાથી જ શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. પહેલાં આવા નિજતત્ત્વને શ્રદ્ધામાં
લેવું તે અનાદિના મિથ્યાત્વપાપનું પ્રતિક્રમણ છે. મિથ્યાત્વના પ્રતિક્રમણ વગર અવ્રતાદિનું પ્રતિક્રમણ હોય નહીં,
અર્થાત્ સમ્યગ્દર્શન વગર ખરેખર વ્રતાદિ હોય નહીં.
સ્વદ્રવ્યરૂપ શુદ્ધ આત્મા કેવો છે,–કે જેના આશ્રયે પ્રતિક્રમણ થાય છે? તેનું આ વર્ણન છે. શુદ્ધ આત્મા
જેની દ્રષ્ટિમાં આવ્યો છે તે ધર્માત્માને સકળ બર્હિભાવોનું અકર્તૃત્વ વર્તે છે, એટલે તે બર્હિ ભાવોથી પાછી
વળીને તેની પરિણતિ અંર્તસ્વરૂપમાં ખેંચાણી છે. પરિણતિને પરદ્રવ્યથી પાછી વાળીને સ્વદ્રવ્યમાં ખેંચ્યા વિના
ત્રણ કાળ ત્રણ લોકમાં બીજો કોઈ શાંતિનો ઉપાય નથી.
ભાઈ, દુઃખના દહાડા અનંતકાળથી તારા ઉપર વીત્યા, પણ હવે એ બધું ભૂલીને શાંતચિત્તે એક
વાર આ વાત તો સાંભળ! ભાઈ, તારે તારા દુઃખના દહાડાનો અંત લાવવો હોય ને સાચી આત્મશાંતિ
જોઈતી હોય તો તારા શુદ્ધ નિજતત્ત્વને તું લક્ષમાં લે. તારું નિજતત્ત્વ આત્મરસથી ભરેલું છે, ચૈતન્યનો
પરમ શાંત રસ તેમાં ભર્યો છે, ત્યાં દુઃખ કદી પ્રવેશી શકતું નથી, માટે દુઃખથી બચવા તું તારા સ્વતત્ત્વનું
જ શરણ લે.
હે જીવ! તું જે શાંતિ શોધે છે તે શાંતિ તારામાં જ ભરેલી છે. તારું શુદ્ધ સ્વતત્ત્વ દુઃખ વગરનું છે;
નરક, તિર્યંચ, દેવ કે મનુષ્ય એ કોઈ વિભાવપર્યાયનું કર્તૃત્વ તેનામાં નથી. નરકમાં રહેલ સમ્યગ્દ્રષ્ટિ જીવ
પણ પોતાના આત્માને નિશ્ચયથી આવો જ જાણે છે. શુદ્ધ આત્માનો આશ્રય કરનાર ધર્માત્મા
મોહાદિભાવોનો કર્તા થતો નથી

PDF/HTML Page 9 of 21
single page version

background image
ઃ ૮ઃ આત્મધર્મઃ ૧૯૧
તો પછી તે મોહના ફળરૂપ ચાર ગતિનું કર્તૃત્વ તો તેને ક્યાંથી હોય?–આ રીતે ચાર ગતિના કર્તૃત્વરહિત
જ્ઞાનાનંદસ્વરૂપ નિજઆત્માને અંતરમાં શોધવો–દેખવો–શ્રદ્ધવો તે શાંતિનો ઉપાય છે. શાંતિનું સ્વધામ સ્વતત્ત્વ
જ છે. તે સ્વતત્ત્વના શોધન વિના જગતમાં બહારમાં ક્યાંય શાંતિ મળે તેમ નથી.
અંતરમાં પ્રવેશ કરીને, ચિદાનંદ સ્વભાવનો સત્કાર કરવો તે સમ્યગ્દર્શન છે. જેને રાગાદિ ભાવોનો
સત્કાર છે તેને ચિદાનંદ તત્ત્વનો અનાદર છે. ચિદાનંદતત્ત્વમાં રાગનો અભાવ છે, તો રાગ તેનું સાધન કેમ
હોય? રાગ તે સાધન નથી, તેના વડે ચૈતન્યની શાંતિ પમાતી નથી. ઉપયોગને અંતરમાં વાળવો તે જ ચૈતન્યની
શાંતિનું સાધન છે. શાંતિનું ધામ શરીર નથી, શાંતિનું ધામ રાગ નથી, શાંતિનું ધામ તો શુદ્ધચૈતન્યરસથી ભરેલું
સ્વતત્ત્વ છે. શ્રદ્ધા–જ્ઞાન–દ્વારા તે સ્વતત્ત્વમાં પ્રવેશ કરવો તે જ શાંતિનો ઉપાય છે.
વનજંગલમાં વસનારા......ને ચૈતન્યની શાંતિને સાધનારા સંતોએ આ રચના કરીને જગતને શાંતિનો
ઉપાય પ્રસિદ્ધ કર્યો છે.
નિયમસારની આ પાંચ ગાથા (૭૭ થી ૮૧ને ‘પંચરત્ન’ કહ્યા છે; આ પંચરત્નદ્વારા પંચમ ભાવસ્વરૂપ
શુદ્ધ ચૈતન્યરત્ન આચાર્યદેવે ઓળખાવ્યું છે. શાંતિનું ધામ એવું આ શુદ્ધચૈતન્યરત્ન, તેને ઓળખીને તેમાં જે
વળ્‌યો તે જીવ સંસારથી પાછો ફર્યો, એટલે તેણે સંસારનું પ્રતિક્રમણ કર્યું ને મોક્ષ તરફ પ્રયાણ કર્યું. જેના આશ્રયે
શાંતિ અને મુક્તિ થાય છે એવું આ શુદ્ધચૈતન્યતત્ત્વ તે જ નિશ્ચયથી સ્વદ્રવ્ય છે, અને તે જ અંર્તતત્ત્વ હોવાથી
પરમ ઉપાદેય છે; એનાથી બાહ્યભાવો તે બધાય પરદ્રવ્યો અને પરભાવો હોવાથી હેય છે.
ધર્મી જીવ પોતાના શુદ્ધચૈતન્યતત્ત્વથી બાહ્ય એવા કોઈ પણ પરદ્રવ્યનો કે પરભાવનો કર્તા, કરાવનાર કે
અનુમોદનાર થતો નથી. અંતરના શુદ્ધચૈતન્યનો જ તે આદર કરે છે, તેનું જ તેને અનુમોદન છે. મારા
ચૈતન્યતત્ત્વમાં પરદ્રવ્યો કે પરભાવો છે જ નહીં–તો હું તેનો કર્તા કેમ હોઉં?–આમ જાણતો ધર્મી જીવ પરભાવોથી
પાછો વળીને નિજસ્વભાવ તરફ ઝૂકતો જાય છે, એ જ તેનું નિશ્ચય પ્રતિક્રમણ છે. આ વીતરાગભાવ છે;
સામાયિક, સર્વજ્ઞની પરમાર્થસ્તુતિ વગેરે બધા આવશ્યક (મોક્ષ માટે અવશ્ય કરવા યોગ્ય) કાર્યો તેમાં સમાઈ
જાય છે.
વ્યવહારનયના આશ્રયે જે કોઈ ભાવ વર્ણવવામાં આવ્યા છે તે ખરેખર મારો સ્વભાવ નથી, હું તો એક
જ્ઞાયકભાવ છું, જ્ઞાયકભાવ સિવાય જે કોઈ સંયોગી ભાવો છે તે બધાય મારા સ્વભાવથી બાહ્ય છે.
જ્ઞાયકસ્વભાવ તરફ વળીને અભેદ થયેલી પર્યાય તો જ્ઞાયકભાવમાં ભળી ગઈ, અને રાગાદિ વિકલ્પો
જ્ઞાયકભાવથી બહાર રહી ગયા. આ રીતે ધર્મીના અનુભવમાં સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો વિભાગ થઈ ગયો છે.
આવો વિભાગ કરીને જેણે શુદ્ધ સ્વદ્રવ્યને જ ઉપાદેય કર્યું છે એવો ધર્મી જીવ જેમ જેમ સ્વભાવ તરફ એકાગ્ર
થતો જાય છે તેમ તેમ તેને પરદ્રવ્યનું અવલંબન છૂટતું જાય છે ને પરભાવો છૂટતા જાય છે, તેમાં જ પ્રતિક્રમણ
અને મોક્ષમાર્ગ સમાઈ જાય છે.
આ પાંચ રત્નોદ્વારા આચાર્યદેવે સમસ્ત વિભાવપર્યાયનો ત્યાગ કરાવીને શુદ્ધ ચિદાનંદ સ્વરૂપનું ગ્રહણ
કરાવ્યું છે. આ રીતે આ પંચરત્નોનું તાત્પર્ય સમજીને જે જીવ અંતર્મુખ થઈને સ્વતત્ત્વમાં ચિત્તને એકાગ્ર કરે છે
અને એ સિવાયના સમસ્ત બાહ્ય વિષયોના ગ્રહણની ચિંતા છોડે છે તે જીવ મુક્તિ પામે છે. આ રીતે સ્વભાવ
અને વિભાવના ભેદનો અભ્યાસ તે મુક્તિનું કારણ છે. આવા સ્વતત્ત્વનો આશ્રય કરવો તે જ આત્માની રક્ષા
કરનાર બંધુ છે. ચૈતન્યસ્વભાવનો આશ્રય કરીને વિભાવોના ઉપદ્રવથી આત્માની રક્ષા કરવી તે જ સાચું
રક્ષાપર્વ છે. વિષ્ણુકુમારમુનિને અકંપનાચાર્ય આદિ ૭૦૦ મુનિવરોની રક્ષાનો ભાવ આવ્યો તે ધર્મના
વાત્સલ્યનો શુભભાવ હતો, તે શુભભાવથી પાર એવા ચિદાનંદ સ્વભાવનું વાત્સલ્ય પણ તે વખતે સાથે વર્તતું
હતું. રાગથી પણ આત્માની રક્ષા કરવી (ભેદજ્ઞાન કરવું) તે આત્મરક્ષા છે. જેટલે અંશે રાગાદિ છે તેટલે અંશે
આત્માના ગુણો હણાય છે, અને તે રાગાદિ વિભાવો આત્માની શાંતિમાં ઉપદ્રવ કરનારા છે, તે ઉપદ્રવકારી
ભાવોથી આત્માને બચાવવો, કઈ રીત બચાવવો? કે તે સમસ્ત વિભાવોથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વતત્ત્વમાં
પ્રવેશીને તે ઉપદ્રવકારી ભાવોથી આત્માને બચાવવો તે આત્મરક્ષા છે.
(શ્રાવણ સુદ ૧૩–૧૪–૧પના પ્રવચનમાંથી)

PDF/HTML Page 10 of 21
single page version

background image
ભાદ્રપદઃ ૨૪૮પઃ ૯ઃ
ભ ર ત ચ ક્ર વ ર્તી એ ક રે લી
વર્તમાનકાળના ૨૪ તીર્થંકરોમાંથી ૨૩
તીર્થંકરોની મોક્ષભૂમિ શ્રી સમ્મેદશિખર,
ચંપાપુરી, પાવાપુરી અને ગીરનાર એ
તીર્થધામોની યાત્રા આપણે અનેક
ભક્તજનોએ તાજેતરમાં પૂ. ગુરુદેવ સાથે ઘણી
ભક્તિપૂર્વક કરી. તીર્થંકરોના નિર્વાણક્ષેત્રોમાં
હવે માત્ર આદિનાથ ભગવાનની મોક્ષભૂમિ
કૈલાસતીર્થની યાત્રા બાકી રહે છે. આ કૈલાસ
પર્વત વર્તમાનમાં તો આપણને અગોચર
હોવાથી તેની સાક્ષાત્ યાત્રા લગભગ અશક્ય
છે. તો પણ, જ્યારે ભગવાન ઋષભદેવ તીર્થંકર
કૈલાસ પર્વત ઉપર સાક્ષાત્ બિરાજતા હતા
ત્યારે ભરત ચક્રવર્તીએ ભક્તિપૂર્વક જે
કૈલાસયાત્રા કરીને ભગવાન ઋષભદેવની
વંદના કરેલી, તેનું વર્ણન વાંચીને....તે પ્રસંગના
સ્મરણથી.....આપણે પણ આજે કૈલાસયાત્રાના
આનંદની જરાક ઝાંખી કરીએ......એવી
ભાવનાપૂર્વક મહાપુરાણ તથા ભરતેશવૈભવના
આધારે કૈલાસયાત્રાનો પ્રસંગ અહીં રજૂ
કરવામાં આવ્યો છે.
આ તે જ કૈલાસપર્વત છે કે જ્યાં ભરત
ચક્રવર્તીએ ત્રણ ચોવીસીના અતિ ભવ્ય
રત્નમય જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવેલી છે,
અને જ્યાંથી ભગવાન ઋષભદેવ મોક્ષ પામ્યા
છે. આ કૈલાસપર્વત ભરતક્ષેત્રમાં અહીંથી
ઈશાનકોણ તરફ આવેલો છે.

PDF/HTML Page 11 of 21
single page version

background image
ઃ ૧૦ઃ આત્મધર્મઃ ૧૯૧
એક દિવસ રાજર્ષિ ભરત રાજસભામાં બેઠા હતા, ત્યાં એ સાથે ત્રણ વધામણી આવીઃ
(૧) પૂજ્ય પિતાજી ઋષભદેવને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે.
(૨) અંતઃપુરમાં રાણીને પુત્રનો જન્મ થયો છે.
(૩) આયુધશાળામાં ચક્રરત્ન પ્રગટ થયું છે.
ઉપરોક્ત ત્રણે કાર્યની વધામણી એક સાથે જ આવતાં રાજા ભરત ક્ષણભર તો વિચારમાં પડી ગયા
કે પહેલાં કોનો ઉત્સવ કરવો? ‘બધા કાર્યોમાં સૌથી પહેલાં ધર્મકાર્ય જ કરવું જોઈએ’– એમ વિચારીને
રાજેન્દ્ર ભરતે સૌથી પહેલાં જિનેન્દ્ર ભગવાનની પૂજા કરવાનો નિશ્ચય કર્યો... અયોધ્યાનગરમાં આનંદભેરી
વાગી....અનેક પ્રજાજનો અને પરિવાર સહિત રાજા ભરત ભગવાનના સમવસરણમાં જઈ
પહોચ્યાં.....મહાન ભક્તિપૂર્વક ભગવાન આદિનાથપ્રભુની પૂજા તથા સ્તુતિ કરી.....અને ભગવાનના
દિવ્યધ્વનિનું શ્રવણ કરીને અયોધ્યાપુરીમાં પાછા ફર્યા. ત્યારબાદ ચક્રરત્નની ઉત્પત્તિનો તથા પુત્રજન્મનો
ઉત્સવ કર્યો. અને પછી છખંડનો દિગ્વિજય કરવા માટે નીકળ્‌યા. આપણે અહીં જે પ્રસંગ વર્ણવવાનો છે તે
દિગ્વિજયથી પાછા ફરતી વખતનો છે.
જેણે ભરતક્ષેત્રના સમસ્ત રાજાઓ, વિદ્યાધરો અને દેવોને નમ્રીભૂત કર્યા છે એવા શ્રીમાન્ ચક્રવર્તી
ભરત દિગ્વિજય કરીને અયોધ્યાપુરી તરફ પાછા ફરી રહ્યા હતા મહાગંગાનદીના કિનારે કિનારે અનેક
દેશો, નદીઓ અને પર્વતોનું ઉલ્લંઘન કરતા કરતા તેઓ કૈલાસપર્વતની નજીક આવી પહોંચ્યા. એ વખતે
ભગવાન ઋષભદેવ કૈલાસપર્વત ઉપર બિરાજતા હતા. કૈલાસપર્વતને નજીકમાં જ દેખીને ચક્રવર્તીએ સેનાને
ત્યાં રોકી, અને પોતે જિનેન્દ્રભગવાનની પૂજા કરવા માટે કૈલાસ તરફ પ્રસ્થાન કર્યું. તેની પાછળ પાછળ
૧૨૦૦ કુમારો તથા અનેક મુકુટબંધી રાજાઓ જઈ રહ્યા હતા. ઉજ્જવળ કાન્તિને લીધે જે
જિનેન્દ્રભગવાનના યશના પિંડ જેવો દેખાય છે એવા એ કૈલાસપર્વત પાસે શીઘ્ર પહોંચતાં ભરતમહારાજ
ઘણા જ પ્રસન્ન થયા. અહા, મહારાજા ભરત કેવા ભાગ્યશાળી છે કે દિગ્વિજય માટે જતાં પહેલાં તો
ભગવાનના કેવળજ્ઞાનની વધામણી મળી હતી...ને દિગ્વિજય કરીને પાછા ફરતાં પણ ભગવાન
ત્રિલોકનાથના સાક્ષાત્ દર્શન થયા.....અંતરમાં સદાય જેઓ પરમાત્મ–ભાવના ભાવી રહ્યા છે એવા
મહાત્માને પરમાત્માના સાક્ષાત્ દર્શન થયા એમાં શું આશ્ચર્ય છે! ભગવાન ઋષભદેવના દર્શન કરવા માટે
ભરત મહારાજા હર્ષપૂર્વક કૈલાસયાત્રા કરી રહ્યા છે.
કૈલાસ ઉપરથી પડતા ઝરણાંઓમાંથી એવો અવાજ નીકળી રહ્યો છે કે જાણે ‘અહીં આવીને ત્રણ
જગતના ગુરુ ભગવાન ઋષભદેવની સેવા કરો–એ પ્રમાણે સાદ પાડીને તે પર્વત લોકોને બોલાવી રહ્યો હોય!
કિનારા પરના ઝરણાંઓ દ્વારા એ કૈલાસપર્વત એવો લાગે છે–જાણે કે ચારે બાજુથી જિનેન્દ્ર ભગવાનના દર્શન
કરવા માટે આવી રહેલા ભવ્ય જીવોને પગ ધોવા માટે પાણી દેતો હોય! ચારે બાજુ ફળ–ફૂલથી ખીલેલાં વૃક્ષોવડે
એ પર્વત પ્રસન્ન દેખાય છે, સ્ફટિક મણિ જેવા ઉજ્જવળ ગગનચૂંબી શિખરોની પ્રભાથી તે શોભી રહ્યો
છે.....અનેકવિધ દેવો ત્યાં ક્રીડા કરી રહ્યા છે. કૈલાસ પર્વતની આવી અદ્ભુત શોભા દેખીને ચક્રવર્તી ભરત
આનંદિત થયા. જેમ ભરતચક્રવર્તી રાજાઓના અધિપતિ હોવાથી ‘ભૂભૃત’ છે તેમ કૈલાસપર્વત પણ પર્વતોનો
અધિપતિ હોવાથી ‘ભૂભૃત’ છે. ધર્મબુદ્ધિને ધારણ કરનાર મહારાજા ભરત પર્વતની નીચે દૂરથી જ સવારી વગેરે
પરિકરને છોડીને પૈદળ ચાલવા લાગ્યા. ભગવાનનાદર્શન માટે પૈદળ જ પર્વત ઉપર ચઢતા ભરતને થોડો પણ
ખેદ થયો ન હતો;–એ ઠીક જ છે, કેમકે કલ્યાણ ચાહનારા પુરુષોને આત્માનું હિત કરનારી ક્રિયાઓ ખેદનું કારણ
થતી નથી. મહારાજા ભરત તે કૈલાસપર્વત ઉપર જઈ રહ્યા હતા...કે જ્યાં કેવળજ્ઞાનસામ્રાજ્યના સ્વામી ભગવાન
ઋષભદેવ બિરાજતા હતા. ધર્મચક્રી પિતા પાસે તેમનો ચક્રવર્તીપુત્ર વિનયપૂર્વક દર્શન માટે જઈ રહ્યો છે,–અહા!
કેવું એ અદ્ભુત ભક્તિનું દ્રશ્ય! જેમણે પોતાના દાદાને (ઋષભદેવને) કદી જોયા નથી એવા ૧૨૦૦ ભરતપુત્રો
પણ “ચાલો, દાદાના દરબારમાં જઈએ ને ભગવાન ઋષભદેવનાં દર્શન કરીએ” એવી હોંશપૂર્વક ભરતની
પાછળ પાછળ જઈ રહ્યા છે.

PDF/HTML Page 12 of 21
single page version

background image
ભાદ્રપદઃ ૨૪૮પઃ ૧૧ઃ
ચઢતાં ચઢતાં તે સૌ પર્વત ઉપર પહોંચ્યા; ત્યાં ભરત મહારાજા પર્વતની શોભા નીહાળી રહ્યા હતા
ત્યારે તેમના પુરોહિતે કહ્યુંઃ હે દેવ! આ પર્વત અનેક આશ્ચર્યથી ભરેલો છે, આખા લોકની શોભાને
ઓળંગી જનાર આ પર્વતનો મહિમા એટલો જ બસ છે કે અહીં જગતગુરુ ભગવાન ઋષભદેવ
બિરાજમાન છે, તેથી આ પર્વત પણ તીર્થરૂપ છે. અનેક નદીઓ, ગુફાઓ અને ઉપવનો અહીં શોભી રહ્યા
છે. આ તરફ દેવોનું આગમન થઈ રહ્યું છે.....અને આ તરફ સિંહ વગેરે પણ નમ્રપણે ભગવાનના
સમવસરણ તરફ આવી રહ્યા છે. અને આ તરફ જુઓ–પેલો સિંહ અહિંસક હોવા છતાં માત્ર ક્રિડા ખાતર
જ પર્વતની ગુફામાંથી એક મોટા સર્પને ખેંચી રહ્યો છે, પરંતુ લાંબા સર્પને ખેંચવા તે અસમર્થ હોવાથી
પાછો તેને છોડી રહ્યો છે. મુનિવરોના વાસને લીધે આ પર્વતના ઉપવન પણ મુનિ સમાન લાગે છે,–જેમ
મુનિ અનેક પ્રકારના દ્વન્દ્વ (શીત–ઉષ્ણવગેરે બાધાઓ) સહન કરે છે તેમ આ ઉપવન અનેક પ્રકારના
દ્વન્દ્વ (પશુ–પક્ષીના યુગલ) ને ધારણ કરે છે, જેમ મુનિ બધાનું કલ્યાણ કરે છે તેમ આ વનપ્રદેશ પણ
બધાનું કલ્યાણ કરે છે, જેમ મુનિ આશ્રિતોના સંતાપને હરે છે તેમ આ વન પણ આશ્રિતોના
ગીષ્મસંતાપને દૂર કરે છે. વનમાં આ તરફ મોટામોટા મુનિવરોનો સમૂહ બિરાજે છે ને તેમના પઠન–
પાઠનના મધુર ધ્વનિથી વન રમણીય બની રહ્યું છે. વનમાં સદા રહેનારા, જમીન પર સૂનારા એવા
હરણો અને મુનિઓના ટોળાં આ વનમાં સદા વિચરે છે, ને ક્યારેય સિંહ વગેરેની ભયંકર ત્રાડોથી વન
ગાજી ઊઠે છે. આ રીતે આ પર્વત હંમેશા તો શાંત તેમજ ભયંકર રહે છે, પરંતુ હાલમાં શ્રી જિનેન્દ્ર દેવના
સન્નિધાનથી તે માત્ર શાંત જ છે......તેની ભયંકરતા દૂર ભાગી ગઈ છે.
ભરતજી પ્રસન્નતાપૂર્વક બધું અવલોકતા–અવલોકતા ભગવાનના ધર્મદરબાર તરફ જઈ રહ્યા છે, ને
પુરોહિત તેમને કહે છેઃ દેખિયે! અહીં સિંહ અને હાથીઓ એક સાથે બેઠા છે, ને સિંહ પોતાના નખથી હાથીના ઘા
ઉપર પ્રેમપૂર્વક સ્પર્શ કરી રહ્યો છે. અને આ તરફ હરણીયા પોતાના બચ્ચાં સહિત સિંહની સાથે સાથે જ
નિર્ભયપણે ચારણમુનિઓની ગુફામાં પ્રવેશ કરી રહ્યા છે. અહા! મોટું આશ્ચર્ય છે કે પશુઓનો સમૂહ પણ, જેમને
વનના ભયનું કે શોભાનું કાંઈ લક્ષ નથી એવા મુનિઓની પાછળપાછળ ફરી રહ્યો છે. હે સ્વામી! અષ્ટાપદ
નામના જીવોથી સેવિત આ કૈલાસપર્વત, ભવિષ્યમાં ‘અષ્ટાપદ’ નામથી પ્રસિદ્ધ થશે. (‘અષ્ટાપદ’ એ કૈલાસનું
બીજું નામ છે; “અષ્ટાપદ આદીશ્વર સ્વામી” અને “નમો ઋષભ કૈલાસ પહાડ”–એ રીતે બંને નામોનો ઉલ્લેખ
જોવા મળે છે.)
અનેકવિધ રત્ન–મણિઓની રંગબેરંગી પ્રભાથી શોભતા કૈલાસપર્વતનો મહિમા કરતાં પુરોહિત કહે છેઃ હે
સ્વામી! જિનેન્દ્રદેવના પ્રભાવે આ પર્વત પણ જાણે કે જિનેન્દ્ર સમાન લાગે છે,–જેમ જિનેન્દ્રદેવની પાસે દેવો
આવે છે તેમ આ પર્વતની પાસે પણ દેવો આવે છે, જેમ જિનેન્દ્રદેવ મહાન છે તેમ આ પર્વત પણ મહાન છે, જેમ
જિનેન્દ્રભગવાન અચલ (નિજસ્વરૂપમાં સ્થિર) છે તેમ આ પર્વત પણ અચલ છે, જેમ જિનેન્દ્ર ભગવાનને
સિંહાસન છે તેમ આ પર્વતને પણ સિંહાસન (સિંહોનાઆસનો) છે,–અર્થાત્ ત્યાં અનેક સિંહો આસન લગાવીને
બેઠા છે. જેમ જિનેન્દ્રદેવનું શરીર શુદ્ધ સ્ફટિક સમાન પવિત્ર અને પરમ ઉદાર છે, તેમ આ પર્વત પણ શુદ્ધ સ્ફટિક
સમાન નિર્મળ અને ઉદાર શરીરવાળો છે. હવે દેવ! આવો આ પર્વતરાજ–કૈલાસ, શુદ્ધઆત્માની જેમ આપનું
કલ્યાણ કરનાર હો!
એ રીતે પુરોહિતના મુખેથી પર્વતની ઉત્કૃષ્ટ શોભાનું વર્ણન સાંભળીને મહારાજ ભરત અતિશય
આનંદિત થયા...જેનું મન ભગવાનના દર્શન માટે અતિ ઉત્કંઠિત છે એવા ભરતરાજ પ્રસન્નચિત્તે થોડાક આગળ
વધ્યા ત્યાં નજીકમાં જ તેમને જિનેશ્વરદેવનું સમવસરણ નજરે પડયું...... અને આશ્ચર્યથી હર્ષપૂર્વક તેમના
મુખમાંથી જય જયકારના ઉદ્ગાર નીકળ્‌યાઃ ‘અહા! જય હો... ઋષભદેવ ભગવાનનો જય હો! ઉપરથી થઈ
રહેલી પુષ્પવૃષ્ટિ અને દુંદુભીવાજાંના અવાજ ઉપરથી તેમણે જાણી લીધું કે ત્રિલોકીનાથ જિનેન્દ્ર ભગવાન અહીં
સમીપમાં જ બિરાજી રહ્યા છે. જરા પણ પરિશ્રમ વગર

PDF/HTML Page 13 of 21
single page version

background image
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૧૯૧
બાકીનો માર્ગ પસાર કરીને ભરત મહારાજ જિનેન્દ્રદેવના સમવસરણમંડલ સુધી પહોંચી ગયા. ત્યાં દેવો–માનવો
ને તિર્યંચો આવીને દિવ્યધ્વનિના અવસરની પ્રતીક્ષા કરતા થકા બેસે છે તેથી ગણધરદેવ વગેરેએ તેનું
‘સમવસરણ’ એવું સાર્થક નામ કહ્યું છે.
મહારાજા ભરત, ૧૨૦૦ પુત્રો અને બીજા પરિકર સહિત કૈલાસ પર્વત ઉપર સમવસરણમાં ધૂલિશાલ
પાસે પહોંચ્યા.....ધૂલિશાલને વટાવીને તેમણે માનસ્તંભનું પૂજન કર્યું; માનસ્તંભની ચારે તરફ જિનદેવની વાણી
સમાન સ્વચ્છ પાણીથી ભરેલી વાવડીઓ પણ ભરતરાજે દેખી. આગળ જતાં જતાં વનભૂમિના ચૈત્યવૃક્ષમાં
સ્થિત જિનપ્રતિમાઓનું પૂજન કર્યું. ત્યારબાદ જિનેન્દ્રભગવાનના જય જયકારથી વ્યાપ્ત એવી ધ્વજાભૂમિને
ઓળંગીને વનભૂમિમાં આવ્યા ત્યાં સિદ્ધપ્રતિમાં સંયુક્ત સિદ્ધાર્થવૃક્ષોની પ્રદક્ષિણા કરીને સિદ્ધભગવંતોનું પુજન
કર્યું. જિનેન્દ્રભગવાનની સમીપતાને લીધે જે દિવ્ય શોભા ધારણ કરે છે એવા સમવસરણને દેખીને પરમ આશ્ચર્ય
પામતા થકા મહારાજા ભરતે દ્વારપાળદેવોની આજ્ઞા લઈને ભગવાનની સભામાં પ્રવેશ કર્યો. તેની સાથેના
૧૨૦૦ સુંદર રાજકુમારોને દેખીને દેવો પણ આશ્ચર્ય પામતા હતા....અને તે રાજકુમારો ભગવાનના દરબારને
દેખીને આશ્ચર્ય પામતા હતા.
ભરતે ભગવાન ઋષભદેવના ધર્મદરબારમાં સમસ્ત જગતને સ્થાન દેનાર ‘શ્રીમંડપ’ દેખ્યો. તે
શ્રીમંડપમાં, જિનેન્દ્ર ભગવાનના દર્શનથી ઉત્પન્ન થયેલી અતિશય પ્રીતિને લીધે જેમનાં નેત્રો પ્રફૂલ્લિત થઈ રહ્યા
છે એવા બાર–સંઘને (બાર સભાના જીવોને) દેખ્યા. સ્નેહપૂર્વક તેમને દેખતા થકા ભરતરાજે પહેલી પીઠિકા
ઉપર જઈને પ્રદક્ષિણા કરી, તે પીઠિકા ઉપર સૂર્યમંડળ જેવા તેજસ્વી ધર્મચક્રનું બહુમાન કર્યું, તથા બીજી પીઠિકા
ઉપરની આઠ મહાધજાઓનું પણ સન્માન કર્યું. ત્યારપછી એ વિદ્વાન ધર્માત્મા ચક્રવર્તીએ જેના ઉપર દિવ્ય
ગંધકૂટી શોભી રહી છે એવી પીઠિકા ઉપર જગતગુરુ પરમ ધર્મપિતા ભગવાન ઋષભદેવને દેખ્યા...કેવળજ્ઞાન
અને દિવ્ય ધ્વનિ વગેરે વૈભવથી અચિંત્ય માહાત્મ્યના ધારક એવા જિનેન્દ્ર ભગવાનને દેખતાં જ
ભરતમહારાજનું હૃદય આનંદથી ભરાઈ ગયું અને ભક્તિથી ઘૂંટણભર થઈને તેણે ભગવાનને નમસ્કાર કર્યાં.
ભરતની સાથે સાથે ૧૨૦૦ પુત્રોએ પણ ભગવાનને નમસ્કાર કર્યા. પિતા જ્યારે ઊભા થતા ત્યારે તેઓ પણ
ઊભા થતા, પિતા જ્યારે વંદના કરતા ત્યારે તેઓ પણ વંદના કરતા.–આમ વિનયપૂર્વક ભગવાનના દર્શન કર્યા.
ત્યારબાદ અષ્ટ દ્રવ્યોથી ભગવાનની મહાપૂજા કરી. પૂજનવિધિ બાદ ભક્તિવશ ભરતે અનેક સ્તોત્રોદ્વારા
ભગવાનની સ્તુતિ કરીઃ
“હે ભગવાન! આપ અપાર ગુણધારક પરમાત્મા છો, ને હું તો શક્તિહીન પામર છું, પણ
મહાભક્તિથી પ્રેરાઈને આપની સ્તુતિ કરું છું. હે દેવ! ગણધરોને પણ અગમ્ય એવા આપના અનંતગુણો
ક્યાં? અને મારા જેવો મંદ પુરુષ ક્યાં? પરંતુ હે ભગવાન! આપના ગુણો પ્રાયે કરવામાં આવેલી થોડીક
ભક્તિ પણ મહાન ફળ દેવામાં સમર્થ છે.....તેની આપના ગુણ પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને હું આપની
સ્તુતિ કરું છું. હે નાથ! જ્યારે આપને કેવળજ્ઞાન થયું ત્યારે આપના જ્ઞાને લોકમર્યાદા છોડી દીધી,
અર્થાત્ અલોકને પણ જાણી લીધો. આપની વાણીમાં આવતા તત્ત્વો આપની સર્વજ્ઞતાને પ્રસિદ્ધ કરે છે.
જેમ અંધકારમાં મયૂર જો કે દેખાતો નથી તો પણ તેના ટહૂકારવડે તે ઓળખાઈ જાય છે, તેમ આપનું
આપ્તપણું (સર્વજ્ઞપણું) જો કે છદ્મસ્થને પ્રત્યક્ષ નથી દેખાતું તો પણ આપના સત્યાર્થ વચનો જ આપની
સર્વજ્ઞતાને પ્રસિદ્ધ કરી રહ્યા છે. પ્રભો! આપની આત્મિક સમ્પત્તિના અભ્યુદયની તો શી વાત,–
બાહ્યવિભૂતિ પણ આશ્ચર્યકારી છે. પ્રભો! આપ હિતોપદેશી છો ને મોક્ષમાર્ગના પ્રણેતા છો. આપની દિવ્ય
વાણી, જેઓ વચન નથી બોલી શકતા એવા પશુ–પક્ષીઓના પણ હૃદય–અંધકારને દૂર કરી દે છે. આપના
ચરણોમાં નમ્રીભૂત આ સુરનરોના મસ્તક ઉપર પડતી આપના ચરણોના નખની પ્રભા એવી સુશોભિત
ભાસે છે કે જાણે આપની પ્રસન્નતાના અંશો જ તેમના શિર પર વેરાયા હોય! અને આપની આ
સભાભૂમિ તો જાણે ત્રણે જગતની ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓનું સંગ્રહ–

PDF/HTML Page 14 of 21
single page version

background image
ભાદ્રપદઃ ૨૪૮પઃ ૧૩ઃ
સ્થાન હોય–એવી શોભે છે. હે સ્વામી! આવા દિવ્ય સમવસરણ વૈભવમાં પણ આપને રાગભાવ નથી–એ
આપના વૈરાગ્યની અતિશયતા છે, તે આપની વીતરાગતા બતાવે છે.
હે નાથ! આપનું શાસન પવિત્ર છે, આપ મને પણ પવિત્ર કરો.
હે પરમેશ્વર......આપનો જય હો!
હે જગતગુરુ.....આપનો જય હો!
હે સર્વેના હિત કરનાર...આપનો જય હો!
હે અનંત ચતુષ્ટયના નાથ.....આપનો જય હો!
હે જગતના ધર્મપિતા....આપનો જય હો!
હે જગતબંધુ....આપનો જય હો!
હે સર્વજ્ઞ વીતરાગ....આપનો જય હો!
હે જગતમાં શ્રેષ્ઠ.....આપનો જય હો!
હે મંગલસ્વરૂપ.....આપનો જય હો!
હે પરમશરણભૂત.....આપનો જય હો!
હે ધર્મરથના સારથિ....આપનો જય હો!
(કૈલાસ પર્વત ઉપર ધર્માત્મા ભરત ચક્રવર્તી ભગવાન ઋષભદેવની અતિ ભાવપૂર્વક સ્તુતિ કરી રહ્યા
છેઃ)
હે પરમ આનંદમય પરમાત્મા....આપને નમસ્કાર હો!
હે લોકાલોકપ્રકાશક પરમાત્મા......આપને નમસ્કાર હો!
હે રત્નત્રયતીર્થપ્રવર્તક પરમાત્મા....આપને નમસ્કાર હો!
હે જિનેન્દ્ર! આજ આપના દર્શન કરવાથી મારું જીવન ધન્ય થયું છે. રત્નત્રયરૂપી પવિત્ર જળથી ભરેલા
આપના તીર્થ–સરોવરમાં આજે ઘણા કાળે સ્નાન કરીને હું પવિત્ર થયો છું. આપના ચરણના નખની કાન્તિ
મારા મસ્તક ઉપર ચડી રહી છે તેનાથી મારાં પાપો ધોવાઈ ગયા છે. પ્રભો! એક તરફ તો મને બીજાના
શાસનરહિત એવી ચક્રવર્તીની વિભૂતિ પ્રાપ્ત થઈ, અને બીજી તરફ આખા લોકને પવિત્ર કરનારી આપના
ચરણની સેવા પ્રાપ્ત થઈ. હે ભગવાન! ‘દિશાભ્રમ’ થવાથી (–મૂઢતાથી અથવા તો દિગ્વિજય માટે ચારે દિશામાં
ભ્રમણ થવાથી) મેં જે પાપોનું ઉપાર્જન ન કર્યું હતું તે આપના દર્શનમાત્રથી (સૂર્ય–અંધકારવત્) દૂર થઈ ગયા.
હે નાથ! આપના ગુણોની સ્તુતિવડે હું એટલું જ ચાહું છું કે આપના પવિત્ર ચરણકમળમાં મારી ભક્તિ સદાય
રહ્યા કરે.”
–આ પ્રમાણે સ્તુતિ કરીને ભરતરાજે ભક્તિપૂર્વક જિનરાજને નમસ્કાર કર્યા. ત્યારબાદ, ત્રિલોકનાથ
ઋષભ–જિનેન્દ્રના દર્શન–સ્તવનથી ઉપજેલા આનંદના આંસુઓથી જેનું મુખ થોડું થોડું ભીંજાઈ રહ્યું છે અને
જેના અંતરમાં પ્રકાશ થઈ રહ્યો છે–એવા તે ભક્તરાજ ભરતે ગણધરદેવની આજ્ઞાપૂર્વક શ્રીમંડપના અગિયારમા
કોઠામાં (મનુષ્યોની સભામાં) સ્થાન લીધું. આજે સમવસરણમાં ચક્રવર્તીનું આગમન એ એક નવી વાત હતી.
ચક્રવર્તીના આગમનથી સમવસરણના સભાજનો હર્ષ પામ્યા..ધર્મસભામાં બેસીને ભગવાનઋષભદેવના
શ્રીમુખથી દિવ્યધ્વનિદ્વારા ધર્મનું સ્વરૂપ સાંભળીને મહારાજા ભરત ઘણા જ પ્રસન્ન થયા.....ખરું જ છે, પોતાના
હિતનો પ્રસંગ પ્રાપ્ત થતાં કયા બુદ્ધિમાનને પ્રસન્નતા ન થાય? ભરતને આજ ૬૦, ૦૦૦ વર્ષ બાદ પોતાના પિતા
આદિનાથ ભગવાનના દર્શન થયા...અને ભરતના પુત્રો તો પોતાના આદિનાથદાદાને પહેલી જ વાર દેખીને
પરમ આશ્ચર્ય પામ્યા.
આ રીતે, કૈલાસપર્વત ઉપર ભગવાન ઋષભદેવના દર્શન કરીને તથા તેમના દિવ્યધ્વનીનું શ્રવણ કરીને,
ભરત મહારાજા અયોધ્યા તરફ જવા માટે તત્પર થયા....ભગવાનનાં પાદપીઠે મુગટ ઝૂકાવીને તેમણે પોતાના
પિતા આદિનાથભગવાનની આજ્ઞા લીધી તથા ગણધરાદિ મુનિવરો પ્રત્યે મસ્તક ઝૂકાવીને નમસ્કાર કર્યાં.....અને
પછી અયોધ્યા તરફ જવા માટે, ભગવાન તરફની પોતાની પ્રસન્ન દ્રષ્ટિને માંડમાંડ હટાવીને સમવસરણમાંથી
પ્રસ્થાન કર્યું. ભગવાનના દર્શનથી જેના નેત્રકમળ ખીલી ગયા છે ને જેના રોમેરોમે હર્ષ છવાયો છે એવા તે
ભરત મહારાજાની પાછળ પાછળ ૧૨૦૦ રાજકુમારો તથા અનેક રાજવીઓ કૈલાસપર્વત ઉપરથી ઉતરતા
હતા...ને રસ્તામાં આનંદપૂર્વક ભગવાનના સમવસરણની ચર્ચા કરતા હતા.

PDF/HTML Page 15 of 21
single page version

background image
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૧૯૧
કૈલાસયાત્રા કરીને ભરતજી જ્યારે સેનાના પડાવની નજીક આવી પહોંચ્યા ત્યારે સમસ્ત સેનાએ
ઉત્સાહપૂર્વક તેમનું સ્વાગત કર્યું. આ સર્વે જીવો ધર્મ પામે એવી ભાવનાપૂર્વક તેમનો ઉત્સાહ જોતાંજોતાં સમ્રાટ
પોતાના મહેલમાં દાખલ થયા. ત્યાં રાણીઓનો ઉત્સાહ કોઈ ઓર જ હતો, તેઓએ દીપક વગેરેથી ભરતજીનું
સન્માન કર્યું. અને સમવસરણની પવિત્ર ભૂમિથી સ્પર્શાયેલા તેમના ચરણ– કમલોનું સ્પર્શન કર્યું. કૈલાસયાત્રા
કરીને આવેલા પુત્રો પણ માતાઓના ચરણોમાં ઝૂકીઝૂકીને, સમવસરણનું અને આદિનાથ ભગવાનનું હર્ષપૂર્વક
વર્ણન કરવા લાગ્યા.
જે વખતે માતાઓના ચરણોમાં તે પુત્રો નમસ્કાર કરી રહ્યા હતા તે વખતે માતાઓ કહેતી હતી કે “તમે
આજે અમને નમસ્કાર ન કરો, કેમકે આજે તમે અમારા પુત્ર નથી પણ તીર્થપથિક છો, તેથી અમારે તમને
નમસ્કાર કરવા જોઈએ.”–માતાઓ આમ કહીને રોકતી હતી તો પણ પુત્રો નમસ્કાર કરતા હતા. માતાઓએ
પુત્રોના શિરે હાથમૂકીને આશીષ્ આપી અને પુત્રોના મુખેથી કૈલાસયાત્રાનું ઉલ્લાસભર્યું વર્ણન સાંભળીને
તેઓને અતિ પ્રસન્નતા થઈ.
_____________________________________
કૈલાસયાત્રા બાદ ભરત મહારાજા ત્યાંથી
અયોધ્યા તરફ પ્રસ્થાન કરે છે....અયોધ્યાની નજીક
આવતાં ચક્ર અટકી જાય છે......ભરત બાહુબલી
યુદ્ધ થાય છે....બાહુબલી વૈરાગ્ય પામે છે ને મુનિ
થઈને એક વર્ષ સુધી અડગપણે ધ્યાનમાં રહે છે.
ભરતચક્રવર્તી તેમનું પૂજન કરવા આવે છે ને
છેવટે બાહુબલી કેવળજ્ઞાન પામે છે–આ બધું
વર્ણન હવે પછી પ્રસિદ્ધ થશે.
_____________________________________
ચાલતા સિદ્ધ!
મુનિવરોની અદ્ભુતદશાનો મહિમા કરતાં
એકવાર ગુરુદેવે ભાવભીના ચિત્તે કહ્યુંઃ
ભગવાનનો ભેટો કરવા નીકળેલા
મુનિવરો આનંદના સાગરમાં ઝુલી રહ્યા છે.
અંતરમાં ચૈતન્યદરિયામાં તેમને શાંતિની ભરતી
આવી છે.....આનંદનો સમુદ્ર ઉછળ્‌યો છે.....એના
રોમરોમમાં સમાધિ પરિણમી ગઈ છે....આવા
મુનિ–અહો! જાણે કે ચાલતા સિદ્ધ!
–આવી અદ્ભુત એ મોક્ષમાર્ગી મુનિવરોની
દશા છે.

PDF/HTML Page 16 of 21
single page version

background image
ભાદ્રપદઃ ૨૪૮પઃ ૧પઃ
(૯)
(નિયમસાર ગા. ૧૧–૧૨–૧૩)
જેમ પિતા પોતાના વહાલા પુત્રને નિધાનનો વારસો આપે તેમ
પરમપિતા તીર્થંકરો અને સંતો ચૈતન્યનિધાનનો આ વારસો જિજ્ઞાસુ ભવ્ય
જીવોને આપી રહ્યા છે.
જુઓ ભાઈ, આ વિષય એકલા અધ્યાત્મનો છે, અંતરની દ્રષ્ટિનો
પ્રયોજનભૂત આ વિષય છે. પહેલાં તો આત્માની પાત્રતાપૂર્વક જ્ઞાની
ધર્માત્મા પાસેથી ઉત્સાહપૂર્વક આવી વાત સાંભળે, પછી અંતરમાં આત્મા
સાથે મેળવીને તે–રૂપે પરિણમાવવાનો પ્રયત્ન કરે. આત્માની ખરેખરી
લગનીપૂર્વક સ્વભાવ તરફના ઘણા પ્રયત્નથી અંતરમાં પરિણમન થતાં
અપૂર્વ આનંદનું વેદન થાય છે તે આત્મામાં નિઃશંક મોક્ષના કોલકરાર આવી
જાય છે. પછી તે જીવ પરાશ્રયે ધર્મ શોધતો નથી; મારા ધર્મનું, મારા સુખનું,
મારો મોક્ષનું સાધન મારી પાસે વર્તમાન, હાજરાહજૂર છે–એમ તે ધર્માત્મા
જાણે છે.
ભાવના અને તેનું ફળ
ગાથા ૧૧–૧૨ ની ટીકામાં ‘બ્રહ્મોપદેશ’ કરીને શ્રી પદ્મપ્રભ મુનિરાજે આત્માનો પરમ જ્ઞાનસ્વભાવ
બતાવ્યો અને એવા સહજ ચૈતન્યવિલાસરૂપે આત્માની ભાવના કરવાનું કહ્યું.
આવી આત્મભાવનાનો વિશેષ પ્રમોદ આવતાં હવે મુનિરાજ પાંચ કળશ કહીને તે આત્મભાવનાનું ફળ
તેમજ તેનો મહિમા બતાવે છેઃ
હે ભવ્યજીવો! જ્ઞાનના પ્રકારો જાણીને તમે ભેદજ્ઞાન પ્રગટ કરો; સમસ્ત શુભ–અશુભને સંસારનું કારણ
જાણીને અત્યંતપણે છોડો, ને સહજ જ્ઞાનસ્વભાવની ભાવના કરો. સહજ જ્ઞાનસ્વભાવની ભાવનાવડે પુણ્ય–
પાપથી ઉપર જતાં એટલે કે સમસ્ત શુભાશુભથી દૂર જઈને અંર્તસ્વરૂપમાં ઠરતાં ભવ્યજીવ પરિપૂર્ણ
શાશ્વતસુખને પામે છે. સહજ જ્ઞાનસ્વરૂપ આત્માની ભાવનાનું આ ફળ છે.
જુઓ, આ ધુ્રવપદ પામવાનો ઉપાય! અન્ય લોકોમાં કહેવાય છે કે ભગવાને ધુ્રવને ધુ્રવપદ આપ્યું.–અહીં
ધુ્રવપદનો દાતાર બીજો કોઈ ભગવાન નથી, પરંતુ ધુ્રવ એવો ભગવાન કારણપરમાત્મા, તેનું ધ્યાન કરતાં તે
પોતે પોતાને ધુ્રવપદ (–મોક્ષપદ) આપે છે, માટે બુધ પુરુષોએ અંતરમાં આનંદથી ભરપૂર એવા જ્ઞાનસ્વરૂપ
આત્માને ભાવવો.
જ્ઞાનના ઘણા ભેદ કહ્યા તેને જાણીને શું કરવું? કે ભેદના અવલંબનમાં ન અટકવું; જ્ઞાનના ક્ષણિક ભેદો

PDF/HTML Page 17 of 21
single page version

background image
ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૧૯૧
જેટલો આત્મા નથી, આત્મા ત્રિકાળી સહજજ્ઞાનસ્વરૂપે છે–એમ જાણીને, તેવા સહજજ્ઞાનસ્વરૂપે આત્માને
ભાવવાથી અપૂર્વ ભેદજ્ઞાન થાય છે ને સંસારનું મૂળ છેદાઈ જાય છે. શુભકાર્યને પણ અહીં સંસારનું મૂળ કહ્યું છે,
તે શુભમાં રહીને મોક્ષસુખ નથી પમાતું પરંતુ શુભને ઓળંગીને મોક્ષસુખ પમાય છે, માટે શુભાશુભથી પાર એવા
ચૈતન્યસ્વરૂપે આત્માને ભાવવો.
એ રીતે ભેદજ્ઞાનવડે આત્માની ભાવના કરતાં મોહ નિર્મૂળ થઈને કેવળજ્ઞાનજ્યોતિ પ્રગટે છે. શ્રી
મુનિરાજ બહુમાનથી કહે છે કે અહો! ભેદજ્ઞાનરૂપી વૃક્ષનું આ સત્ફળ વંદનીય છે ને જગતને મંગળરૂપ છે.
જુઓ, આ કેવળજ્ઞાનનો મહિમા! ભેદજ્ઞાનરૂપી વૃક્ષને આત્માની ભાવનારૂપી પાણી પાતાં પાતાં આ
કેવળજ્ઞાનરૂપી ફળ પાક્યાં. આ કેવળજ્ઞાન આત્માને તો મંગળરૂપ છે, અને જગતને પણ તે મંગળરૂપ છે; કેમકે
જગતના જે કોઈ જીવો આવા કેવળજ્ઞાનનું સ્વરૂપ લક્ષમાં લ્યે છે તે જીવોનું જ્ઞાન રાગથી ભિન્ન થઈને
જ્ઞાનસ્વભાવમાં પહોંચી જાય છે ને જ્ઞાનસ્વભાવના આશ્રયે તેઓને ભેદજ્ઞાનરૂપ અપૂર્વ મંગળ પ્રગટે છે.–આ
રીતે કેવળજ્ઞાનરૂપી સુપ્રભાત જગતને મંગળરૂપ છે,–વંદ્ય છે, પૂજ્ય છે, આદરણીય છે.
હવે કેવળજ્ઞાનરૂપ કાર્યની સાથે તેના કારણને પણ યાદ કરીને કહે છે કે સહજજ્ઞાન મોક્ષમાં જયવંત વર્તે
છે. મોક્ષદશામાં કેવળજ્ઞાન તો જયવંત વર્તે છે, ને તેની સાથે તેના કારણરૂપ એવું સહજજ્ઞાન પણ જયવંત વર્તે
છે. કાર્ય અને કારણને સાથે સાથે જ વર્ણવવા તે આ ટીકાકારની ખાસ શૈલી છે. આમાં માર્ગ અને માર્ગફળ બંને
બતાવી દીધા. કઈ–રીતે? સહજ જ્ઞાનસ્વરૂપની ભાવના કરવાનું કહ્યું તે માર્ગ છે, અને કેવળજ્ઞાનપ્રગટયું તે
માર્ગનું ફળ છે.
જ્ઞાન કેવું છે? કે આનંદમાં ફેલાવવાળું છે. કેવળજ્ઞાન સંપૂર્ણ આનંદમાં ફેલાવવાળું છે, ને સહજ જ્ઞાન
ત્રિકાળ આનંદમાં ફેલાવવાળું છે, સાધકનું સમ્યજ્ઞાન પણ અંશે આનંદમાં ફેલાવવાળું છે. આ રીતે જ્ઞાન સાથે
અતીન્દ્રિય આનંદ હોય છે તે બતાવ્યું. જે જ્ઞાનની સાથે અતીન્દ્રિય આનંદનું વેદન ન થાય તે જ્ઞાન ખરેખર જ્ઞાન
નથી પણ અજ્ઞાન છે.
જ્ઞાનના અનેક પ્રકારો વગેરેને જાણીને શું કરવું?–શ્રી મુનિરાજ કહે છે કેઃ “સહજ જ્ઞાનરૂપી સામ્રાજ્ય
જેનું સર્વસ્વ છે એવા શુદ્ધ ચૈતન્યમય આત્માને જાણીને, હું આ નિર્વિકલ્પ થાઉં છું.”–બસ! આ કરવાનું છે.
આ રીતે જીવના જ્ઞાનોપયોગ સંબંધી વર્ણન પૂરું થયું.
(ગાથા ૧૧–૧૨ પૂરી)
હવે તેરમી ગાથામાં દર્શન–ઉપયોગના પ્રકારો કહેશે.
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યરચિત નિયમસાર શાસ્ત્રનો જીવ અધિકાર વંચાય છે. જીવ ઉપયોગસ્વરૂપ છે, તે
ઉપયોગ જ્ઞાન અને દર્શન એવા બે ભેદવાળો છે; તેમાંથી જ્ઞાનઉપયોગના પ્રકારોનું વર્ણન ગાથા ૧૦–૧૧–૧૨ માં
કર્યું; હવે દર્શન–ઉપયોગના પ્રકારોનું વર્ણન કરે છેઃ–
ગાથા ૧૩
तह दंसणउवओगो ससहावेदरवियपदो दुविहो।
केवलमिंदियरहियं असहायं तं सहावमिदि भणिदं।।
ઉપયોગ દર્શનનો સ્વભાવ–વિભાવરૂપ દ્વિવિધ છે;
અસહાય, ઇંદ્રિવિહીન, કેવળ, તે સ્વભાવ કરેલ છે.
જેવી રીતે જ્ઞાનઉપયોગ સ્વભાવ અને વિભાવ એમ બે પ્રકારનો કહ્યો તેવી રીતે આ દર્શનઉપયોગ પણ
સ્વભાવરૂપ અને વિભાવરૂપ એમ બે પ્રકારનો છે. જે કેવળ, ઈંદ્રિયરહિત અને અસહાય છે તે
સ્વભાવદર્શનઉપયોગ છે.
ચૈતન્ય અનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે. જ્ઞાનની જેમ આ દર્શનઉપયોગ પણ ચૈતન્યને જ
અનુસરનારો છે. ટીકાકારે જેમ સ્વભાવજ્ઞાનમાં કારણ અને કાર્ય એમ બે પ્રકારો વર્ણવ્યા હતા તેમ આ
સ્વભાવદર્શનમાં પણ કારણ અને કાર્ય એમ બે પ્રકારનું વર્ણન કરે છે. આ શાસ્ત્રમાં ‘નિયમસાર’ એટલે કે
નિયમથી–ચોક્કસ કરવા યોગ્ય એવા શુદ્ધ રત્નત્રયરૂપી કાર્યનું પ્રતિપાદન છે, તેથી ટીકાકાર તે ‘કાર્ય’ ની સાથે

PDF/HTML Page 18 of 21
single page version

background image
ભાદ્રપદઃ ૨૪૮પઃ ૧૭ઃ
સાથે તેના ‘નીકટવર્તી’ કારણનું પણ વર્ણન કર્યું છે. આ રીતે ‘કાર્ય’ નું ‘કારણ’ બતાવીને એકદમ અંતર્મુખતા
કરાવી છે ને બાહ્યકારણના અવલંબનની બુદ્ધિ છોડાવી છે.
સ્વભાવદર્શન–ઉપયોગ બે પ્રકારનો છેઃ એક કારણસ્વભાવદર્શનઉપયોગ અને બીજો
કાર્યસ્વભાવદર્શનઉપયોગ; તેમાંથી કાર્યસ્વભાવરૂપ કેવળદર્શન તો તેરમા ગુણસ્થાને નવું પ્રગટે છે, અને
કારણસ્વભાવરૂપ દર્શન ત્રિકાળ છે.
હવે અહીં ટીકામાં કારણસ્વભાવદર્શનઉપયોગને બદલે “કારણદ્રષ્ટિ” કહીને તેને ‘સ્વરૂપશ્રદ્ધાન’ તરીકે
વર્ણવે છે. કેવી છે કારણદ્રષ્ટિ?–કે શુદ્ધ આત્માના સ્વરૂપશ્રદ્ધાન માત્ર છે. સ્વરૂપશ્રદ્ધાનપણે આ કારણદ્રષ્ટિ ત્રિકાળ
છે, આ સ્વરૂપશ્રદ્ધાન તે સમ્યક્શ્રદ્ધાનનું કારણ છે.
જેમ ૧૧–૧૨ ગાથામાં કારણસ્વભાવજ્ઞાનઉપયોગને ‘સ્વરૂપપ્રત્યક્ષ’ કહ્યો હતો, તેમ અહીં
કારણસ્વભાવદ્રષ્ટિને ‘સ્વરૂપ શ્રદ્ધાનમાત્ર’ કહી છે. આ સ્વરૂપશ્રદ્ધાન ત્રિકાળ છે તેના આશ્રયે સમ્યક્શ્રદ્ધાન નવું
પ્રગટે છે.
હવે, શ્રદ્ધા કોને શ્રદ્ધે છે? તે અહીં બતાવે છેઃ કારણસમયસારસ્વરૂપ આત્મા, કે જે સદા પાવનરૂપ છે,
ઔદયિકાદિ ચાર ભાવોથી અગોચર સહજ–પરમ–પારિણામિક ભાવસ્વરૂપ છે, સદા નિરાવરણ છે, નિજ સ્વભાવ
સત્તામાત્ર છે, પરમ ચૈતન્યસામાન્યસ્વરૂપ છે, અકૃત્રિમ પરમ સ્વ–સ્વરૂપમાં અવિચળસ્થિતિમય ચારિત્રસ્વરૂપ
છે, નિત્ય શુદ્ધ નિરંજન જ્ઞાનસ્વરૂપ છે અને સમસ્ત વિભાવ ભાવોના નાશનું કારણ છે,–આવા આત્માને શ્રદ્ધા
સ્વીકારે છે. કારણરૂપ એવી સ્વરૂપશ્રદ્ધામાં તો આવા આત્માને શ્રદ્ધવાનું ત્રિકાળ સામર્થ્ય છે, ને તેમાંથી વ્યક્ત
થતી સમ્યક્ શ્રદ્ધારૂપ પર્યાય આવા આત્માને શ્રદ્ધવાનું કાર્ય કરે છે.
અહીં વર્ણન તો દર્શનઉપયોગનું ચાલે છે, પણ દર્શનની જેમ શ્રદ્ધા પણ નિર્વિકલ્પ હોવાથી, અને ‘નિયમ’
માં (એટલે કે મોક્ષમાર્ગમાં) તે જરૂરનું કર્તવ્ય હોવાથી ટીકાકારમુનિરાજે શ્રદ્ધાનું વર્ણન લીધું છે.
કારણદ્રષ્ટિ અર્થાત્ સ્વરૂપશ્રદ્ધા તેના આશ્રયે સમ્યગ્દર્શનરૂપી કાર્ય થાય છે.–આમ કહ્યું તેથી એમ ન
સમજવું કે એક શ્રદ્ધા જુદી પાડીને તેનો આશ્રય થાય છે. શ્રદ્ધાનો ભેદ પાડીને તેનો આશ્રય નથી થતો, પરંતુ
પરમપારિણામિક સ્વભાવી ચિદાનંદસ્વભાવના સેવનમાં સમ્યગ્દર્શનના કારણનું પણ ભેગું જ સેવન આવી જાય
છે, ને તે કારણમાંથી નિર્મળ કાર્ય પ્રગટી જાય છે. આ રીતે નિર્મળ શ્રદ્ધારૂપી કાર્ય પ્રગટવાનું કારણ (અર્થાત્
સ્વરૂપશ્રદ્ધાન) આત્મામાં સદાય વર્તી રહ્યું છે–એમ અહીં બતાવવું છે. આ સ્વરૂપશ્રદ્ધાન અથવા તો
કારણસ્વભાવદ્રષ્ટિ તે સમ્યગ્દર્શનનું કારણ છે. અને જો ‘ઉપયોગ’ ના ભેદ તરીકે લઈએ તો કારણદ્રષ્ટિ એટલે
કારણસ્વભાવદર્શનઉપયોગ તે કેવળદર્શનનું કારણ છે. કેવળદર્શનને કાર્યસ્વભાવદર્શનઉપયોગ કહેવાય છે.
ભગવાન સર્વજ્ઞને જેમ કેવળજ્ઞાન લોકાલોકને જાણે છે તેમ આ કેવળદર્શન લોકાલોકને દેખે છે. અહા,
આત્મસ્વભાવનો અચિંત્ય ગંભીર મહિમા સંતોએ ખુલ્લા કર્યો છે.
પરમપારિણામિક સ્વભાવી આત્મા ચાર ભાવોથી અગોચર છે–એમ અહીં કહ્યું છે. જો કે ઔપશમિક,
ક્ષાયોપશમિક અને ક્ષાયિક ભાવથી તો તે અનુભવમાં આવે છે એટલે તે ભાવોથી તો તે ગોચર થાય છે, પરંતુ તે
ઉદય–ઉપશમ આદિ ચારે ક્ષણિકભાવો છે, તે ક્ષણિક ભાવોના લક્ષે પંચમભાવ પકડાતો નથી, તે અપેક્ષાએ ચાર
ભાવોથી અગોચર કહ્યો છે. તેમજ તે ઉદયાદિ ચારે ભાવોમાં કર્મના ઉદયાદિની અપેક્ષા આવે છે, તેઓ ત્રિકાળ
એકરૂપ ભાવ નથી તેથી તે ચારે ભાવોને ‘વિભાવ’ ભાવો કહ્યા. અહીં ‘વિભાવ’ એટલે વિકાર ન સમજવો.
ક્ષાયિકભાવ તો પર્યાયઅપેક્ષાએ સ્વભાવભાવ છે; પરંતુ પહેલાં તે ભાવ ન હતો ને પછી નવો પ્રગટયો–એ રીતે
તેનામાં એકરૂપતા ન રહી માટે તેને વિભાવ કહ્યો; ને ત્રિકાળ એકરૂપ એવા પરમ પારિણામિક સ્વભાવને સદા
પાવનરૂપ નિજ સ્વભાવ કહ્યો.–આવા આત્માને શ્રદ્ધવાની તાકાત સ્વરૂપ–શ્રદ્ધાનમાં ત્રણે કાળ ભરી છે, તે
કારણરૂપ છે, અને તેમાંથી આવા આત્માને શ્રદ્ધવાનું વ્યક્ત કાર્ય પ્રગટે તે સમ્યગ્દર્શન છે, તે મોક્ષમાર્ગમાં
નિયમરૂપ કર્તવ્ય છે.

PDF/HTML Page 19 of 21
single page version

background image
ઃ ૧૮ઃ આત્મધર્મઃ ૧૯૧
ક્ષાયિકભાવના અભાવ વખતે પણ જેનો સદ્ભાવ છે એટલે ક્ષાયિકભાવની પણ જેને અપેક્ષા નથી,
એવા નિરપેક્ષ ત્રિકાળ એકરૂપ પરમસ્વભાવના આશ્રયે જ ધર્મરૂપ કાર્ય થાય છે; ઉપશમ–ક્ષયોપશમ કે
ક્ષાયિક તે ભાવો ધર્મ છે પણ તે ભાવો પંચમ–પરમભાવને આશ્રયે જ પ્રગટે છે; માટે એવા પરમસ્વભાવે
આત્માને ભાવવો એવો ઉપદેશ છે. આમાં ‘ભાવના’ તે મોક્ષમાર્ગ છે, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તેમાં
આવી જાય છે.
આત્માનો પરમ પારિણામિકસ્વભાવ ત્રિકાળ છે; તે સ્વભાવનું અવલંબન કરીને તેની ભાવનાથી જ
મોક્ષનું સાધન પ્રગટે છે. દ્રવ્યસ્વભાવમાં તો સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધપદ સુધીનું કારણ થવાની તાકાત
ત્રિકાળી છે, તે કારણશક્તિને કાંઈ આવરણ નથી; પણ જ્યારે તે કારણશક્તિનું અવલંબન લઈને
સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપ કાર્ય કરવામાં આવે ત્યારે તે કારણશક્તિનું કારણપણું સાર્થક થાય છે.–આમ
કારણ–કાર્યની સંધિ છે.
જુઓ ભાઈ, આ વિષય એકલા અધ્યાત્મનો છે; અંતરની દ્રષ્ટિનો પ્રયોજનભૂત આ વિષય છે. પહેલાં તો
આત્માની પાત્રતાપૂર્વક જ્ઞાની પાસેથી ઉત્સાહપૂર્વક આવી વાત સાંભળે, પછી અંતરમાં આત્મા સાથે મેળવીને–તે
રૂપે પરિણમાવવાનો પ્રયત્ન કરે. આત્માની ખરેખરી લગનીપૂર્વક સ્વભાવ તરફના ઘણા પ્રયત્નથી અંતરમાં
પરિણમન થતાં અપૂર્વ આનંદનું વેદન થાય છે ને આત્મામાં મોક્ષના નિઃશંક કોલકરાર આવી જાય છે. પછી તે
જીવ પરાશ્રયે ધર્મ શોધતો નથી; મારા ધર્મનું, મારા સુખનું, મારા મોક્ષનું સાધન મારી પાસે વર્તમાનમાં હાજરા–
હજૂર છે, એમ તે ધર્માત્મા જાણે છે. પોતાનો સ્વભાવ પોતાની પાસે જ છે, તે કાંઈ પોતાથી દૂર નથી; અંતરમાં
નજર કરીને પોતાના સ્વભાવનો આશ્રય કરે તો ધર્મ થાય, એ સિવાય બહારના આશ્રયે અનંતકાળે પણ ધર્મ
થતો નથી. આ રીતે સ્વભાવને લક્ષમાં લઈને તેનો મહિમા કરતાં કરતાં તેમાં એકાગ્ર થઈ જવા ઉપર જ્ઞાનીઓ
જોર મૂકે છે.
ભાઈ, અનંતદુઃખમય એવા સંસારના જન્મમરણનું મૂળ છેદવાની આ વાત છે. અરે, આ સંસારમાં
અનેકવિધ દુઃખનો ત્રાસ, તેનું મૂળ મિથ્યાદર્શન છે, તેને ટાળવા આત્માની સાચી ઓળખાણ કરીને સમ્યગ્દર્શન
કરવું જોઈએ. આત્માર્થી–જિજ્ઞાસુ એમ વિચારે કે અરેરે! અત્યાર સુધી સમ્યગ્દર્શન વગર હું અનંત સંસારમાં
રખડી રખડીને બહુ દુઃખી થયો. હવે સર્વ ઉદ્યમથી સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે જ મારે કરવા યોગ્ય પહેલું કર્તવ્ય
છે. અંતરમાં મારો આત્મા છે તેને હું લક્ષમાં લઉં,–એ સિવાય બીજા કોને માનવું ને કોનું જોવું? દુનિયા તો ચાલી
જ જાય છે. આખી દુનિયા મારા અંર્તઆત્માથી બહાર છે. મારા કાર્યનો સંબંધ અંતરમાં મારા કારણ સાથે છે.
બહારમાં કોઈ સાથે નથી.
આત્માનો પરમ પારિણામિક સ્વભાવ ધુ્રવ છે, સદા એકરૂપ છે, તે પરમ આદરણીય છે, તેનો જ
આશ્રય કરવા જેવો છે. આ પંચમભાવ, ઔદયિકાદિ ચાર ભાવોમાં સમાતો નથી, માટે તે ચારે ક્ષણિક
ભાવોથી અગોચર છે. ચાર ક્ષણિક ભાવોનો આશ્રય છોડાવવા માટે તેમનાથી અગમ્ય કહીને પંચમ
ભાવનો આશ્રય કરાવ્યો છે. સમકિતીને તે સ્વભાવ અંતરમાં અનુભવગમ્ય થઈ ગયો છે.
પારિણામિકભાવને ચાર ભાવોથી અગોચર કહેવાનો આશય એવો છે કે ચાર ભાવોના આશ્રયે તે
પંચમભાવ જણાતો નથી, પરમ પારિણામિક સ્વભાવના આશ્રયે જ તે જણાય છે.–જણાય તો છે
ક્ષાયોપશમિક વગેરે ભાવોથી–પણ તે ભાવ જ્યારે અંતરમાં પરમપારિણામિક સ્વભાવનો આશ્રય કરે
ત્યારે જ તે પરમસ્વભાવને જાણે છે.
પરમ પારિણામિક સ્વભાવ તે જ આત્માનો ‘નિજસ્વભાવ’ છે, તે નિજભાવને આત્મા કદી
છોડતો નથી. કર્મના ઉદય–ક્ષય વગેરેની અપેક્ષા તે ‘નિજસ્વભાવ’ ને લાગતી નથી તેથી તે નિરપેક્ષ છે.
કેવળજ્ઞાન પર્યાય પ્રગટી તેને જાણવા માટે કોઈ ઈંદ્રિય–પ્રકાશ વગેરેની અપેક્ષા નહિ હોવાથી નિરપેક્ષ
કહેવાય, તે જુદી અપેક્ષા છે, પરંતુ તે કેવળજ્ઞાનપર્યાયમાં કર્મના ક્ષયની અપેક્ષા આવે છે, પહેલાં તે
કેવળજ્ઞાન ન હતું ને પછી કર્મનો ક્ષય થતાં પ્રગટયું–એ રીતે તેમાં નિરપેક્ષતા નથી, એકરૂપતા નથી,
એટલે તે ક્ષાયિકભાવનો

PDF/HTML Page 20 of 21
single page version

background image
ભાદ્રપદઃ ૨૪૮પઃ ૧૯ઃ
આશ્રય કરીને પણ આત્માનો એકરૂપ સહજ સ્વભાવ ઓળખી શકાતો નથી. પરમ પારિણામિકભાવ સદા
પાવનરૂપ છે, સાધક જીવ અંતર્મુખ થઈને તેને જ અભિનંદે છે.
ક્ષાયિક સમ્યગ્દર્શન વગેરેના વિચારથી કાંઈ સમ્યગ્દર્શન કે કેવળજ્ઞાનાદિ થતું નથી; પણ પરિણતિ જ્યારે
અંતર્મુખ થઈને પરમસ્વભાવમાં લીન થાય છે ત્યારે જ સમ્યગ્દર્શન વગેરે નિર્મળ પર્યાયો પ્રગટે છે. વ્યવહારના
આશ્રયે થતો શુભરાગ તે તો ઔદયિક ભાવ છે; જ્યાં ક્ષાયિક ભાવના આશ્રયે પણ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર
થતા નથી ત્યાં ઔદયિક ભાવના આશ્રયે તો તે ક્યાંથી થાય? એટલે, વ્યવહારના આશ્રયથી અથવા શુભ રાગ
કરતાં કરતાં તેનાથી પરમાર્થ પમાશે–એવી જેની માન્યતા છે તેને સમ્યગ્દર્શન વગેરેના કારણરૂપ (આશ્રયરૂપ)
આત્માના પરમસ્વભાવની ખબર નથી. છદ્મસ્થને કેવળજ્ઞાન તો હોતું નથી એટલે તેનો આશ્રય ક્યાં રહ્યો?–
પરમપારિણામિક સ્વભાવ બધા જીવોને ત્રિકાળ છે, તેનો મહિમા અને આશ્રય કરવા જેવો છે.
વ્યવહારરત્નત્રયની ભાવનાથી નિશ્ચયરત્નત્રય થાય–એમ નથી; પણ જેનામાં ત્રણે કાળ શુદ્ધરત્નત્રયની
તાકાત વિદ્યમાન છે એવા પરમસ્વભાવની ભાવનાથી જ શુદ્ધરત્નત્રય પ્રગટે છે, માટે તેની જ ભાવના કરવા
જેવી છે.
હે ભાઈ! પહેલાં તું લક્ષમાં તો લે કે કોની ભાવના કરવા જેવી છે! જેવી ભાવના તેવું ભવન–જેન
છે.
આ જે પરમસ્વભાવ વર્ણવાય છે તેવો દરેક આત્માનો સ્વભાવ છે, અને એ સ્વભાવ જ સમ્યગ્દર્શન
વગેરેનું કારણ છે. અંતર્મુખ થઈને તારા સ્વભાવને જ તું તારા સમ્યગ્દર્શનાદિનું કારણ બનાવ–એમ અહીં
સંતોનો ઉપદેશ છે.
સમસ્ત દુષ્ટ પાપોરૂપ વીર દુશ્મનોની જે સેના છે તે, ચિદાનંદ સ્વભાવનું અવલંબન કરતાં જ નષ્ટ થઈ
જાય છે.–જુઓ, આ ચૈતન્યની વીરતા! તેનું અવલંબન કરતાં જ મિથ્યાત્વાદિ મોટા દુશ્મનો ક્ષણમાત્રમાં નષ્ટ–
ભ્રષ્ટ થઈ જાય છે; વિકલ્પો અને વિકારનું ટોળું પણ, જેમ સિંહને દેખીને બકરાં ભાગે તેમ ચૈતન્યના અવલંબને
દૂર ભાગી જાય છે. આવો વીર આત્મા પોતાનું સ્વરૂપ ભૂલીને, (જેમ સિંહ પોતાને બકરું માની બેઠો તેમ)
પોતાને કર્મથી દબાયેલો પામર માની રહ્યો છે, પણ એક વાર જો પોતાના સ્વભાવની તાકાત સંભાળીને
સમ્યક્શ્રદ્ધારૂપી સિંહગર્જના કરે તો કર્મરૂપી બકરાં તો ક્યાંય ભાગી જાય!
જુઓ, આ આત્માનાં નિધાન! જેમ પિતા પોતાના વહાલા પુત્રને નિધાનનો વારસો આપે તેમ
પરમપિતા તીર્થંકરો અને આચાર્યભગવંતો ચૈતન્યનિધાનનો આ વારસો જિજ્ઞાસુ ભવ્ય જીવોને આપી રહ્યા છે.
ચૈતન્ય નિધાનમાં રહેલી કારણદ્રષ્ટિ તે સ્વરૂપશ્રદ્ધાન માત્ર છે એમ બતાવ્યું. હવે તેમાંથી વ્યક્ત થતું પૂરું કાર્ય કેવું
હોય, અર્થાત્ કાર્યદ્રષ્ટિ કેવી હોય, તે ઓળખાવે છે. કેવળજ્ઞાનની સાથે વર્તતો કેવળદર્શનઉપયોગ તેમજ પરમ
અવગાઢ શ્રદ્ધા એ બંને ‘કાર્યદ્રષ્ટિ’ માં સમાઈ જાય છે– એમ અહીં સમજવું.
કેવી છે તે કાર્યદ્રષ્ટિ? કારણદ્રષ્ટિ તો પારિણામિકભાવરૂપ છે અને ચાર ઘાતીકર્મોના નાશથી પ્રગટતી આ
કાર્યદ્રષ્ટિ તે ક્ષાયિકભાવરૂપ છે; અને તે કાર્યદ્રષ્ટિ ક્ષાયિકજીવને હોય છે. ક્ષાયિકજીવ કોણ? કે જેને કેવળજ્ઞાનાદિ
ક્ષાયિકભાવો પ્રગટયા છે તે ક્ષાયિકજીવ