ભાદ્રપદઃ ૨૪૮પઃ ૧૯ઃ
આશ્રય કરીને પણ આત્માનો એકરૂપ સહજ સ્વભાવ ઓળખી શકાતો નથી. પરમ પારિણામિકભાવ સદા
પાવનરૂપ છે, સાધક જીવ અંતર્મુખ થઈને તેને જ અભિનંદે છે.
ક્ષાયિક સમ્યગ્દર્શન વગેરેના વિચારથી કાંઈ સમ્યગ્દર્શન કે કેવળજ્ઞાનાદિ થતું નથી; પણ પરિણતિ જ્યારે
અંતર્મુખ થઈને પરમસ્વભાવમાં લીન થાય છે ત્યારે જ સમ્યગ્દર્શન વગેરે નિર્મળ પર્યાયો પ્રગટે છે. વ્યવહારના
આશ્રયે થતો શુભરાગ તે તો ઔદયિક ભાવ છે; જ્યાં ક્ષાયિક ભાવના આશ્રયે પણ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર
થતા નથી ત્યાં ઔદયિક ભાવના આશ્રયે તો તે ક્યાંથી થાય? એટલે, વ્યવહારના આશ્રયથી અથવા શુભ રાગ
કરતાં કરતાં તેનાથી પરમાર્થ પમાશે–એવી જેની માન્યતા છે તેને સમ્યગ્દર્શન વગેરેના કારણરૂપ (આશ્રયરૂપ)
આત્માના પરમસ્વભાવની ખબર નથી. છદ્મસ્થને કેવળજ્ઞાન તો હોતું નથી એટલે તેનો આશ્રય ક્યાં રહ્યો?–
પરમપારિણામિક સ્વભાવ બધા જીવોને ત્રિકાળ છે, તેનો મહિમા અને આશ્રય કરવા જેવો છે.
વ્યવહારરત્નત્રયની ભાવનાથી નિશ્ચયરત્નત્રય થાય–એમ નથી; પણ જેનામાં ત્રણે કાળ શુદ્ધરત્નત્રયની
તાકાત વિદ્યમાન છે એવા પરમસ્વભાવની ભાવનાથી જ શુદ્ધરત્નત્રય પ્રગટે છે, માટે તેની જ ભાવના કરવા
જેવી છે.
હે ભાઈ! પહેલાં તું લક્ષમાં તો લે કે કોની ભાવના કરવા જેવી છે! જેવી ભાવના તેવું ભવન–જેન
છે.
આ જે પરમસ્વભાવ વર્ણવાય છે તેવો દરેક આત્માનો સ્વભાવ છે, અને એ સ્વભાવ જ સમ્યગ્દર્શન
વગેરેનું કારણ છે. અંતર્મુખ થઈને તારા સ્વભાવને જ તું તારા સમ્યગ્દર્શનાદિનું કારણ બનાવ–એમ અહીં
સંતોનો ઉપદેશ છે.
સમસ્ત દુષ્ટ પાપોરૂપ વીર દુશ્મનોની જે સેના છે તે, ચિદાનંદ સ્વભાવનું અવલંબન કરતાં જ નષ્ટ થઈ
જાય છે.–જુઓ, આ ચૈતન્યની વીરતા! તેનું અવલંબન કરતાં જ મિથ્યાત્વાદિ મોટા દુશ્મનો ક્ષણમાત્રમાં નષ્ટ–
ભ્રષ્ટ થઈ જાય છે; વિકલ્પો અને વિકારનું ટોળું પણ, જેમ સિંહને દેખીને બકરાં ભાગે તેમ ચૈતન્યના અવલંબને
દૂર ભાગી જાય છે. આવો વીર આત્મા પોતાનું સ્વરૂપ ભૂલીને, (જેમ સિંહ પોતાને બકરું માની બેઠો તેમ)
પોતાને કર્મથી દબાયેલો પામર માની રહ્યો છે, પણ એક વાર જો પોતાના સ્વભાવની તાકાત સંભાળીને
સમ્યક્શ્રદ્ધારૂપી સિંહગર્જના કરે તો કર્મરૂપી બકરાં તો ક્યાંય ભાગી જાય!
જુઓ, આ આત્માનાં નિધાન! જેમ પિતા પોતાના વહાલા પુત્રને નિધાનનો વારસો આપે તેમ
પરમપિતા તીર્થંકરો અને આચાર્યભગવંતો ચૈતન્યનિધાનનો આ વારસો જિજ્ઞાસુ ભવ્ય જીવોને આપી રહ્યા છે.
ચૈતન્ય નિધાનમાં રહેલી કારણદ્રષ્ટિ તે સ્વરૂપશ્રદ્ધાન માત્ર છે એમ બતાવ્યું. હવે તેમાંથી વ્યક્ત થતું પૂરું કાર્ય કેવું
હોય, અર્થાત્ કાર્યદ્રષ્ટિ કેવી હોય, તે ઓળખાવે છે. કેવળજ્ઞાનની સાથે વર્તતો કેવળદર્શનઉપયોગ તેમજ પરમ
અવગાઢ શ્રદ્ધા એ બંને ‘કાર્યદ્રષ્ટિ’ માં સમાઈ જાય છે– એમ અહીં સમજવું.
કેવી છે તે કાર્યદ્રષ્ટિ? કારણદ્રષ્ટિ તો પારિણામિકભાવરૂપ છે અને ચાર ઘાતીકર્મોના નાશથી પ્રગટતી આ
કાર્યદ્રષ્ટિ તે ક્ષાયિકભાવરૂપ છે; અને તે કાર્યદ્રષ્ટિ ક્ષાયિકજીવને હોય છે. ક્ષાયિકજીવ કોણ? કે જેને કેવળજ્ઞાનાદિ
ક્ષાયિકભાવો પ્રગટયા છે તે ક્ષાયિકજીવ