Atmadharma magazine - Ank 191
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 21

background image
ઃ ૧૮ઃ આત્મધર્મઃ ૧૯૧
ક્ષાયિકભાવના અભાવ વખતે પણ જેનો સદ્ભાવ છે એટલે ક્ષાયિકભાવની પણ જેને અપેક્ષા નથી,
એવા નિરપેક્ષ ત્રિકાળ એકરૂપ પરમસ્વભાવના આશ્રયે જ ધર્મરૂપ કાર્ય થાય છે; ઉપશમ–ક્ષયોપશમ કે
ક્ષાયિક તે ભાવો ધર્મ છે પણ તે ભાવો પંચમ–પરમભાવને આશ્રયે જ પ્રગટે છે; માટે એવા પરમસ્વભાવે
આત્માને ભાવવો એવો ઉપદેશ છે. આમાં ‘ભાવના’ તે મોક્ષમાર્ગ છે, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તેમાં
આવી જાય છે.
આત્માનો પરમ પારિણામિકસ્વભાવ ત્રિકાળ છે; તે સ્વભાવનું અવલંબન કરીને તેની ભાવનાથી જ
મોક્ષનું સાધન પ્રગટે છે. દ્રવ્યસ્વભાવમાં તો સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધપદ સુધીનું કારણ થવાની તાકાત
ત્રિકાળી છે, તે કારણશક્તિને કાંઈ આવરણ નથી; પણ જ્યારે તે કારણશક્તિનું અવલંબન લઈને
સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપ કાર્ય કરવામાં આવે ત્યારે તે કારણશક્તિનું કારણપણું સાર્થક થાય છે.–આમ
કારણ–કાર્યની સંધિ છે.
જુઓ ભાઈ, આ વિષય એકલા અધ્યાત્મનો છે; અંતરની દ્રષ્ટિનો પ્રયોજનભૂત આ વિષય છે. પહેલાં તો
આત્માની પાત્રતાપૂર્વક જ્ઞાની પાસેથી ઉત્સાહપૂર્વક આવી વાત સાંભળે, પછી અંતરમાં આત્મા સાથે મેળવીને–તે
રૂપે પરિણમાવવાનો પ્રયત્ન કરે. આત્માની ખરેખરી લગનીપૂર્વક સ્વભાવ તરફના ઘણા પ્રયત્નથી અંતરમાં
પરિણમન થતાં અપૂર્વ આનંદનું વેદન થાય છે ને આત્મામાં મોક્ષના નિઃશંક કોલકરાર આવી જાય છે. પછી તે
જીવ પરાશ્રયે ધર્મ શોધતો નથી; મારા ધર્મનું, મારા સુખનું, મારા મોક્ષનું સાધન મારી પાસે વર્તમાનમાં હાજરા–
હજૂર છે, એમ તે ધર્માત્મા જાણે છે. પોતાનો સ્વભાવ પોતાની પાસે જ છે, તે કાંઈ પોતાથી દૂર નથી; અંતરમાં
નજર કરીને પોતાના સ્વભાવનો આશ્રય કરે તો ધર્મ થાય, એ સિવાય બહારના આશ્રયે અનંતકાળે પણ ધર્મ
થતો નથી. આ રીતે સ્વભાવને લક્ષમાં લઈને તેનો મહિમા કરતાં કરતાં તેમાં એકાગ્ર થઈ જવા ઉપર જ્ઞાનીઓ
જોર મૂકે છે.
ભાઈ, અનંતદુઃખમય એવા સંસારના જન્મમરણનું મૂળ છેદવાની આ વાત છે. અરે, આ સંસારમાં
અનેકવિધ દુઃખનો ત્રાસ, તેનું મૂળ મિથ્યાદર્શન છે, તેને ટાળવા આત્માની સાચી ઓળખાણ કરીને સમ્યગ્દર્શન
કરવું જોઈએ. આત્માર્થી–જિજ્ઞાસુ એમ વિચારે કે અરેરે! અત્યાર સુધી સમ્યગ્દર્શન વગર હું અનંત સંસારમાં
રખડી રખડીને બહુ દુઃખી થયો. હવે સર્વ ઉદ્યમથી સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે જ મારે કરવા યોગ્ય પહેલું કર્તવ્ય
છે. અંતરમાં મારો આત્મા છે તેને હું લક્ષમાં લઉં,–એ સિવાય બીજા કોને માનવું ને કોનું જોવું? દુનિયા તો ચાલી
જ જાય છે. આખી દુનિયા મારા અંર્તઆત્માથી બહાર છે. મારા કાર્યનો સંબંધ અંતરમાં મારા કારણ સાથે છે.
બહારમાં કોઈ સાથે નથી.
આત્માનો પરમ પારિણામિક સ્વભાવ ધુ્રવ છે, સદા એકરૂપ છે, તે પરમ આદરણીય છે, તેનો જ
આશ્રય કરવા જેવો છે. આ પંચમભાવ, ઔદયિકાદિ ચાર ભાવોમાં સમાતો નથી, માટે તે ચારે ક્ષણિક
ભાવોથી અગોચર છે. ચાર ક્ષણિક ભાવોનો આશ્રય છોડાવવા માટે તેમનાથી અગમ્ય કહીને પંચમ
ભાવનો આશ્રય કરાવ્યો છે. સમકિતીને તે સ્વભાવ અંતરમાં અનુભવગમ્ય થઈ ગયો છે.
પારિણામિકભાવને ચાર ભાવોથી અગોચર કહેવાનો આશય એવો છે કે ચાર ભાવોના આશ્રયે તે
પંચમભાવ જણાતો નથી, પરમ પારિણામિક સ્વભાવના આશ્રયે જ તે જણાય છે.–જણાય તો છે
ક્ષાયોપશમિક વગેરે ભાવોથી–પણ તે ભાવ જ્યારે અંતરમાં પરમપારિણામિક સ્વભાવનો આશ્રય કરે
ત્યારે જ તે પરમસ્વભાવને જાણે છે.
પરમ પારિણામિક સ્વભાવ તે જ આત્માનો ‘નિજસ્વભાવ’ છે, તે નિજભાવને આત્મા કદી
છોડતો નથી. કર્મના ઉદય–ક્ષય વગેરેની અપેક્ષા તે ‘નિજસ્વભાવ’ ને લાગતી નથી તેથી તે નિરપેક્ષ છે.
કેવળજ્ઞાન પર્યાય પ્રગટી તેને જાણવા માટે કોઈ ઈંદ્રિય–પ્રકાશ વગેરેની અપેક્ષા નહિ હોવાથી નિરપેક્ષ
કહેવાય, તે જુદી અપેક્ષા છે, પરંતુ તે કેવળજ્ઞાનપર્યાયમાં કર્મના ક્ષયની અપેક્ષા આવે છે, પહેલાં તે
કેવળજ્ઞાન ન હતું ને પછી કર્મનો ક્ષય થતાં પ્રગટયું–એ રીતે તેમાં નિરપેક્ષતા નથી, એકરૂપતા નથી,
એટલે તે ક્ષાયિકભાવનો