ભાદ્રપદઃ ૨૪૮પઃ ૭ઃ
શાંતિનું ધામ એવું સ્વતત્ત્વ
જે શાંતરસથી ભરેલું છે....ને....દુઃખનો જેમાં પ્રવેશ નથી
ભાઈ! દુઃખના દહાડા અનંતકાળથી તારા
ઉપર વીત્યા....પણ હવે એ બધું ભૂલીને
શાંતિચિત્તે એકવાર તારા ચૈતન્યની સામે જો.
ભાઈ, તારે તારા દુઃખના દહાડાનો અંત લાવવો
હોય ને સાચી આત્મશાંતિ જોઈતી હોય તો
તારા શુદ્ધ નિજતત્ત્વને તું લક્ષમાં લે. તારું
નિજતત્ત્વ આત્મરસથી ભરેલું છે, ચૈતન્યનો
પરમશાંતરસ તેમાં ભર્યો છે, ત્યાં દુઃખ કદી
પ્રવેશી શકતું નથી; માટે દુઃખથી બચવા તું તારા
સ્વતત્ત્વનું જ શરણ લે.
આ નિયમસારના ‘પંચરત્ન’ (ગાથા ૭૭થી ૮૧) વંચાય છે.
દેહથી ભિન્ન ચૈતન્યતત્ત્વ શું ચીજ છે–કે જેનાં શ્રદ્ધા, જ્ઞાન ને આચરણથી મોક્ષમાર્ગ સધાય? તેની
આ વાત છે. પ્રથમ તો દેહાદિ પદાર્થો જડ અચેતન છે, તેઓ જીવથી ભિન્ન છે; જીવની હયાતીમાં તે દેહાદિ
નથી, ને તે દેહાદિમાં જીવ નથી, બંને તત્ત્વો પૃથક્પૃથક્ છે. જીવતત્ત્વ શું છે તે જીવે કદી લક્ષમાં નથી લીધું;
પોતાને ભૂલીને દેહાદિ તે હું એવી અજ્ઞાનબુદ્ધિથી રાગ–દ્વેષ જ કર્યા છે, તેથી તે સંસારપરિભ્રમણમાં દુઃખી
થઈ રહ્યો છે.
આત્મા દેહથી તો ભિન્ન છે, તે ઉપરાંત અહીં તો અંદરના રાગ–દ્વેષાદિ અરૂપી વિકારીભાવોથી પણ ભિન્ન
સ્વભાવવાળું શુદ્ધ જીવતત્ત્વ છે તે જ સ્વદ્રવ્ય છે, એમ બતાવવું છે. ભેદના લક્ષે જેટલું વૃત્તિનું ઉત્થાન થાય તે પણ
ખરેખર જીવતત્ત્વથી બહાર છે; ભેદની વૃત્તિના ઉત્થાનવડે શુદ્ધ જીવતત્ત્વમાં પ્રવેશાતું નથી. શુદ્ધ–જીવ–તત્ત્વને
લક્ષમાં લઈને તેમાં એકાગ્ર થવાથી જ શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. પહેલાં આવા નિજતત્ત્વને શ્રદ્ધામાં
લેવું તે અનાદિના મિથ્યાત્વપાપનું પ્રતિક્રમણ છે. મિથ્યાત્વના પ્રતિક્રમણ વગર અવ્રતાદિનું પ્રતિક્રમણ હોય નહીં,
અર્થાત્ સમ્યગ્દર્શન વગર ખરેખર વ્રતાદિ હોય નહીં.
સ્વદ્રવ્યરૂપ શુદ્ધ આત્મા કેવો છે,–કે જેના આશ્રયે પ્રતિક્રમણ થાય છે? તેનું આ વર્ણન છે. શુદ્ધ આત્મા
જેની દ્રષ્ટિમાં આવ્યો છે તે ધર્માત્માને સકળ બર્હિભાવોનું અકર્તૃત્વ વર્તે છે, એટલે તે બર્હિ ભાવોથી પાછી
વળીને તેની પરિણતિ અંર્તસ્વરૂપમાં ખેંચાણી છે. પરિણતિને પરદ્રવ્યથી પાછી વાળીને સ્વદ્રવ્યમાં ખેંચ્યા વિના
ત્રણ કાળ ત્રણ લોકમાં બીજો કોઈ શાંતિનો ઉપાય નથી.
ભાઈ, દુઃખના દહાડા અનંતકાળથી તારા ઉપર વીત્યા, પણ હવે એ બધું ભૂલીને શાંતચિત્તે એક
વાર આ વાત તો સાંભળ! ભાઈ, તારે તારા દુઃખના દહાડાનો અંત લાવવો હોય ને સાચી આત્મશાંતિ
જોઈતી હોય તો તારા શુદ્ધ નિજતત્ત્વને તું લક્ષમાં લે. તારું નિજતત્ત્વ આત્મરસથી ભરેલું છે, ચૈતન્યનો
પરમ શાંત રસ તેમાં ભર્યો છે, ત્યાં દુઃખ કદી પ્રવેશી શકતું નથી, માટે દુઃખથી બચવા તું તારા સ્વતત્ત્વનું
જ શરણ લે.
હે જીવ! તું જે શાંતિ શોધે છે તે શાંતિ તારામાં જ ભરેલી છે. તારું શુદ્ધ સ્વતત્ત્વ દુઃખ વગરનું છે;
નરક, તિર્યંચ, દેવ કે મનુષ્ય એ કોઈ વિભાવપર્યાયનું કર્તૃત્વ તેનામાં નથી. નરકમાં રહેલ સમ્યગ્દ્રષ્ટિ જીવ
પણ પોતાના આત્માને નિશ્ચયથી આવો જ જાણે છે. શુદ્ધ આત્માનો આશ્રય કરનાર ધર્માત્મા
મોહાદિભાવોનો કર્તા થતો નથી