Atmadharma magazine - Ank 191
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 21

background image
જેઓ આત્માના રસિક છે એવા જીવોને સ્વદ્રવ્ય અને
પરદ્રવ્યનું ભેદજ્ઞાન કરાવીને આચાર્યદેવ પરમ કરુણાથી પ્રેરણા કરે
છે કે હે ભવ્ય જીવો! સ્વપરની એકતાબુદ્ધિરૂપ મોહને હવે તો
છોડો! અને તમારા ચૈતન્યતત્ત્વને પરથી ભિન્ન જાણીને તેના
ચૈતન્યરસને હવે તો આસ્વાદો! ચૈતન્યના રસિક થઈને હવે તો
એનો અનુભવ કરો. અત્યારસુધી તો સ્વ–પરની ભિન્નતાના ભાન
વગર અજ્ઞાનપણે મોહથી સંસારભ્રમણ કર્યું......પરંતુ હવે અમે
સ્વ–પરની અત્યંત ભિન્નતા બતાવી, તે જાણીને હવે તો મોહને
છોડો.....ને જ્ઞાનના અતીન્દ્રિય આનંદનો આસ્વાદ લ્યો. સ્વદ્રવ્યને
પરથી ભિન્ન જાણીને અંતર્મુખ થતાં જ તમને તમારા જ્ઞાનનો
અપૂર્વ અતીન્દ્રિયસ્વાદ અનુભવમાં આવશે.
હે જીવ! પરદ્રવ્ય તારું જરા પણ નથી માટે તેનો રસ
છોડ......ને ચૈતન્યદ્રવ્ય જ તારું છે–એમ જાણીને તું ચૈતન્યનો
રસિયો થા; પરના રસમાં તું અનંતકાળથી દુઃખી થયો, હવે તો
તેનો રસ છોડીને તું આત્મરસિક થા! તારા આત્મા સિવાય બીજા
કોઈ જડ–ચેતન પદાર્થો સાથે તારે ત્રણ કાળમાં કદી પણ
એકમેકપણું નથી, માટે પરમાં આત્મબુદ્ધિ છોડ ને તારા આત્મામાં
જ અંતર્મુખ થઈને તેમાં આત્મબુદ્ધિ કર. આમ કરવાથી તને તારા
જ્ઞાનનો સ્વાદ અનુભવમાં આવશે.....તારું અજ્ઞાન ટળીને તને
ભેદજ્ઞાન થશે.....તારું મિથ્યાત્વ ટળીને તને સમ્યક્ત્વ થશે.....તારું
દુઃખ ટળીને તને સુખ થશે. અહા! અમે તને સ્પષ્ટપણે તારું
પરદ્રવ્યોથી ભિન્નપણું દેખાડયું, હવે તો તું ભેદજ્ઞાનરૂપ પરિણમ....
હવે તો તું આત્માનો રસિલો થઈને તેનો અનુભવ કર.
રસિક જન તેને કહેવાય કે જેને જ્ઞાનમૂર્તિ આત્માનો
અનુભવ જ રુચિકર લાગે છે....... ચૈતન્યરસ પાસે બીજા બધા
રસ જેને ફીક્કા–નિરસ લાગે છે......ચૈતન્યરસ સિવાય બીજો કોઈ
રસ જેને સુહાવતો નથી.....આવા આત્મરસિક જનો આચાર્યદેવનો
ઉપદેશ સાંભળીને જરૂર સ્વ–પરના ભેદજ્ઞાનવડે મોહને છોડીને
આત્માનો અનુભવ કરે છે.
त्यजतु जगदिदानीं मोहमाजन्मलीनं
रसयतु रसिकानां रोचनं ज्ञानमुंद्यत्
(સયમસાર કલશ ૨૨ ના પ્રવચનમાંથી)