નિરપેક્ષપણે વીતરાગભાવથી રત્નત્રયરૂપ મોક્ષમાર્ગને સાધે છે. તેમ જગતની ગૂફામાં આ જીવાદિ છ
પ્રકારનાં દ્રવ્યો છે; તેઓ સ્વતંત્ર, એક બીજાથી નિરપેક્ષપણે પોતપોતાની પરિણતિમાં પરિણમી રહ્યા છે,
કોઈને કોઈની પરાધીનતા નથી. આમ તત્ત્વોની સ્વતંત્રતા જાણીને પરથી નિરપેક્ષપણે પોતાના
ચિદાનંદસ્વરૂપને ધ્યાવવું તે મોક્ષનો ઉપાય છે. શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કહો, સ્વાનુભૂતિ કહો કે મોક્ષમાર્ગ કહો,
તે બધું એક જ છે.
જ મુક્તિનો ઉપાય છે.
અહીંથી મુક્તિ પામેલા કરોડો મુનિવરો પણ બરાબર આ મુક્તાગિરિ ધામની ઉપર સિદ્ધક્ષેત્રમાં અત્યારે
સિદ્ધપણે બિરાજી રહ્યા છે; તીર્થયાત્રામાં એવા મુનિઓનું અને સિદ્ધભગવંતોનું સ્મરણ કરીએ છીએ.
આત્માની પૂર્ણાનંદસિદ્ધદશા સાદિઅનંત જ્યાંથી પ્રગટી તે સિદ્ધિધામ છે, અને તેના સ્મરણ માટે
સિદ્ધિધામની યાત્રા કરે છે. અહો! અહીંથી મુનિવરોએ ક્ષપકશ્રેણી માંડીને કેવળજ્ઞાન લીધું, અને અહીંથી
મુનિઓ–તીર્થકરો ઊર્ધ્વગમન કરીને સિદ્ધાલયમાં જઈને બિરાજ્યા.....આમ ધર્માત્મા જીવો આત્માની
પૂર્ણદશાનું સ્મરણ કરીને તેની ભાવના ભાવે છે.
શુદ્ધચૈતન્યના આદરમાં રાગ છૂટી જાય છે, પરંતુ ‘રાગ છોડું’ એવા વિકલ્પથી રાગ છૂટતો નથી.
આહા! મુનિદશા શું ચીજ છે!! વારંવાર નિર્વિકલ્પ થઈને સ્વાનુભૂતિમાં અતીન્દ્રિય આનંદનો અનુભવ કરે
છે. સ્વાનુભૂતિ કરતાં કરતાં ચૈતન્યગોળાને રાગથી તદ્ન જુદો પાડીને કેવળજ્ઞાન પ્રગટ કરે છે. એવા ૩ાા
કરોડ મુનિવરો આ મુક્તાગિરિ ક્ષેત્રથી મુક્તિ પામ્યા....ને અત્યારે ઉપર સિદ્ધપણે તેઓ બિરાજી રહ્યા છે.
પથિક હે કહાન ગુરુદેવ! અમને પણ મુક્તિપંથમાં દોર્યા કરો.