Atmadharma magazine - Ank 192
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 17

background image
આસોઃ ૨૪૮પઃ ૧૭ઃ
મુક્તાગિરિ – સિદ્ધિધામાં પૂ. શ્રી કાનજીસ્વામીનું પ્રવચન
તા. ૪ – ૪ – પ૯
આ ભરતક્ષેત્રમાં ૨૦૦૦ વર્ષ પહેલાં કુંદકુંદાચાર્યદેવ થયા. તેઓ મહાન ભાવલિંગી સંત
હતા..ને પોન્નુરહીલમાં તેઓ તપ કરતા હતા, તે પોન્નુરની જાત્રા હમણાં થોડા દિવસ પહેલાં કરી
આવ્યા. તે પોન્નુર ઉપર નાની નાની ગૂફાઓ છે, તેમજ ચંપાના ઝાડ નીચે આચાર્ય ભગવાનના
ચરણપાદુકા છે. તેઓ રત્નત્રયને પામેલા હતા, અને ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં જઈને
સીમંધરભગવાનનો ઉપદેશ સાક્ષાત્ સાંભળ્‌યો હતો; અને પછી ભરતક્ષેત્રે આવીને સમયસારાદિમાં
પરમ અધ્યાત્મશાસ્ત્રોની રચના કરી. તે સમયસારાદિમાં હજારો શાસ્ત્રોનાં બીજ ભર્યાં છે. તેમની પછી
તે સમયસારાદિ ઉપરથી બીજા અનેક શાસ્ત્રો મુનિવરોએ રચ્યાં છે. તેમાં શુદ્ધાત્માની પ્રાપ્તિ કેમ થાય,
તે બતાવ્યું છે.
આપણે અત્યારે તત્ત્વજ્ઞાનતરંગિણિ વંચાય છે; તે ૪૦૦ વર્ષ પહેલાં જ્ઞાનભૂષણ સ્વામીએ રચ્યું છે. તેમાં
કહે છે કે–
रत्नत्रयोपलंभेन विना शुद्धचिदात्मनः।
प्रादुर्भावो न कस्यापि श्रयते हि जिनागमे।।
(અધ્યાય ૧૨, શ્લોક ૧)
શુદ્ધચૈતન્યતત્ત્વની પ્રાપ્તિ એટલે કે સિદ્ધપદની પ્રાપ્તિ રત્નત્રય વગર કોઈ પણ જીવને થતી નથી. શુદ્ધ
રત્નત્રય તે મોક્ષનું અસાધારણ કારણ છે એટલે કે તે એક જ મોક્ષનું કારણ છે, બીજું કોઈ મોક્ષનું કારણ નથી.
જિનાગમમાં રત્નત્રયને જ શુદ્ધાત્માની પ્રાપ્તિનો ઉપાય કહ્યો છે.
રત્નત્રય એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર, તે મોક્ષમાર્ગ છે; તેના વિના કદી મોક્ષ એટલે કે શુદ્ધાત્માની
પ્રાપ્તિ થતી નથી. જીવે અનાદિ કાળથી શુભાશુભ રાગનો પ્રયત્નો કર્યો છે, પરંતુ શુદ્ધ રત્નત્રયની પ્રાપ્તિનો પ્રયત્ન
ખરેખર કદી કર્યો જ નથી.
જુઓ, આ મુક્તાગિરિ સાડાત્રણ કરોડ મુનિઓની મુક્તિનું ધામ છે, આ મુક્તાગિરિમાં મુક્તિનો
ઉપાય બતાવાય છે. જે ૩ાા કરોડ મુનિવરો અહીંથી મુક્તિ પામ્યા તેઓ કઈ રીતે પામ્યા? કે પોતે
પોતાના આત્મામાં શુદ્ધરત્નત્રયની આરાધના કરીને જ તેઓ મુક્તિ પામ્યા છે; રાગવડે કે પરનું કાંઈ
કરવાની બુદ્ધિવડે તેઓ મોક્ષ પામ્યા નથી; પરનું કરવાની બુદ્ધિ તેમજ રાગ તેનો ત્યાગ કરીને તેઓ
મુક્તિ પામ્યા છે.
આ જગતમાં જીવ, પુદ્ગલ વગેરે છ તરેહના દ્રવ્યો છે તે બધાય સ્વતંત્ર છે, એક બીજાથી
નિરપેક્ષપણે સૌ પોતપોતાની પરિણતિ કરે છે. સુદ્રષ્ટિતરંગિણિમાં છ મુનિનું દ્રષ્ટાંત આપ્યું છે. જેમ
વનપર્વતની ગૂફામાં છ મુનિઓ રહેતા હોય, તે છએ મુનિઓ પોતપોતાની રત્નત્રયઆરાધનામાં વર્તતા
થકા એકબીજાથી નિરપેક્ષ