Atmadharma magazine - Ank 192
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 17

background image
ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૧૯૨
પણે તારા કારણપરમાત્માની ભાવનામાં તત્પર રહે. લડાઈમાં હજારો યોદ્ધાને ભલે જીતે પણ જો સ્વભાવની
ભાવનાવડે વિભાવોને ન જીત્યા......ને પોતે વિભાવોને તાબે થઈ ગયો....તો એને પરાક્રમી કહેતા
નથી....સ્વભાવના અવલંબનમાં રહીને સમસ્ત વિભાવોને જે જીતી લ્યે છે તે જ ખરો પરાક્રમી વીર છે, માટે હે
પુરુષાર્થી ભવ્ય! અંતર્મુખ થઈને તારા કારણપરમાત્માને જ તું ભજ...તે તારાથી ભિન્ન નથી....તે તું જ છો...માટે
તેને જ તું ઉગ્રપણે ભજ...તેના ભજનથી જ તને મોક્ષના પંથની અને મોક્ષની સિદ્ધિ થશે.
।। ૧૪।।
હવે ગાથા પંદરમી
જિજ્ઞાસુઓ જેની રાહ જોતા હતા તે ગાથા શરૂ થાય છેઃ
णरणारयतिरियसुरा पज्जाया ते विभावमिदि भणिदा।
कम्मोपाधिविवज्जियपज्जाया ते सहावमिदि भणिदा ।।१५।।
તિર્યંચ–નારક–દેવ–નર પર્યાય વૈભાવિક કહ્યા,
પર્યાય કર્મોપાધિવર્જિત તે સ્વભાવિક ભાખિયા. ૧પ
‘કારણશુદ્ધપર્યાય’ ના વર્ણન માટેની આ મુખ્ય ગાથા છે. આચાર્યદેવે આ ગાથામાં જીવની વિભાવ અને
સ્વભાવ પર્યાયો વર્ણવી છે, તેમાંથી સ્વભાવપર્યાયના વિવેચનમાં ટીકાકારે ‘કારણશુદ્ધપર્યાય’ નું અલૌકિક વર્ણન
કર્યું છે.
આત્માની પર્યાયો બે પ્રકારની છેઃ ૧–સ્વભાવરૂપ, અને ૨–વિભાવરૂપ. નર–નારદ–દેવ કે તિર્યંચરૂપ
અવસ્થા તે તો કર્મની ઉપાધિવાળી વિભાવપર્યાયો છે; અને સ્વભાવપર્યાયો કર્મની ઉપાધિથી રહિત છે.
મનુષ્યાદિ વિભાવપર્યાયોને તો સાધારણપણે લોકો ઓળખે છે, પરંતુ સ્વભાવપર્યાયોને ઓળખતા નથી.
અહીં પહેલાં સ્વભાવપર્યાયનું વર્ણન કરે છે.
સ્વભાવપર્યાય બે પ્રકારે છેઃ
(૧) કારણશુદ્ધપર્યાય
(૨) કાર્યશુદ્ધપર્યાય
જેમ ‘ઉપયોગ’ ની સ્વભાવપર્યાયનું વર્ણન કરતાં ‘કારણ’ અને ‘કાર્ય’ નું અદ્ભુત વર્ણન કર્યું હતું, તેમ
હવે ‘આત્મદ્રવ્ય’ ની સ્વભાવપર્યાયનું વર્ણન કરતાં ‘કારણ’ અને ‘કાર્ય’ નું અદ્ભુત વર્ણન કરે છે.
કેવી છે કારણશુદ્ધપર્યાય? કે જે સ્વાભાવિક અનંતચતુષ્ટયની સાથે સદાય રહેલી છે; અને જે પૂજિત છે
એવી પંચમભાવપરિણતિ તે કારણશુદ્ધપર્યાય છે.
(આ કારણશુદ્ધપર્યાયનું બાકીનું વર્ણન આવતા અંકે પ્રસિદ્ધ થશે, અને આવતા અંકે આ લેખમાળા પૂરી
થશે.)
નિશ્ચય.....મુખ્ય.....ઉપાદેય
વ્યવહાર...ગૌણ.......હેય
અતીન્દ્રિય આત્મિક સુખ તે જ
વાસ્તવિક–નિશ્ચય સુખ છે, તે જ મુખ્ય છે અને
તે જ ઉપાદેય છે.
ઇન્દ્રિય સુખ તે ખરેખર સુખ નથી પણ
સુખના ઉપચારમાત્ર છે–સુખનો તેમાં માત્ર
વ્યવહાર કરવામાં આવે છે.
તે ગૌણ છે અને તે હેય છે.
(પ્રવચનસાર ગા. પ૩)