Atmadharma magazine - Ank 192
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 17

background image
આસોઃ ૨૪૮પઃ ૩ઃ
ધન્ય એ દશા! ધન્ય એ જીવન!
જાણે નાનકડા સિદ્ધ!
જુઓ ભાઈ, આઠ આઠ વર્ષનાં બાળકો પણ
ચૈતન્યતત્ત્વની વાત સમજી શકે છે, ને ચૈતન્યને પોતાનું
ધ્યેય બનાવીને તેમાં લીનતાથી પરમાત્મા થઈ જાય છે.
નાની નાની ઉમરના સુંદર રાજકુમારો ભગવાનની
સભામાં જાય છે ને ભગવાનની વાણીમાં
ચિદાનંદતત્ત્વની વાત સાંભળતાં અંતરમાં ઊતરી જાય
છેઃ અહો! આવું અમારું ચિદાનંદતત્ત્વ! તેને જ ધ્યેય
બનાવીને હવે તો તેમાં જ ઠરશું, હવે અમે આ સંસારમાં
પાછા નહીં જઈએ.–આમ વૈરાગ્ય પામીને માતા પાસે
આવીને કહે છે કેઃ હે માતા! અમને રજા આપો...હવે
અમે મુનિ થઈને ચૈતન્યના પૂર્ણાનંદને સાધશું. માતા!
આ સંસારમાં તું અમારી છેલ્લી માતા છો, હવે અમે
બીજી માતા નહીં કરીએ....આ સંસારથી હવે અમારું મન
વિરક્ત થયું છે. હે માતા! હવે તો ચૈતન્યના આનંદમાં
લીન થઈને અમે અમારા સિદ્ધપદને સાધશું, ને આ
સંસારમાં ફરીને નહિ આવીએ. આ રીતે માતા પાસે
રજા લઈને, જેના રોમે રોમે વૈરાગ્યની છાયા છવાઈ
ગઈ છે એવા તે નાનકડા રાજકુમાર મુનિ થાય છે. –
અહા, એનો દેદાર! –જાણે નાનકડા સિદ્ધ ભગવાન
હોય! ધન્ય એ દશા! ધન્ય એ જીવન!
–એવી દશા પ્રગટ કરવા માટે કેવું
ભેદજ્ઞાન હોવું જોઈએ?
–એ વાત આચાર્યદેવે
સમયસારમાં સમજાવી
છે....તેના ઉપરના
પ્રવચનનોનો એક હપ્તો
આ અંકમાં પ્રસિદ્ધ થયો છે.