Atmadharma magazine - Ank 195
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 21

background image
: ૧૮ : આત્મધર્મ: ૧૯પ
તો તે પદાર્થનું અનાદિપણું નથી રહેતું”–એમ કોઈ શંકા કરે તો કહે છે કે: ભાઈ! એમ નથી.
જ્ઞેયો કરતાં કેવળજ્ઞાનનું સામર્થ્ય અચિંત્ય છે તેની તને ખબર નથી. જો અનાદિ પદાર્થને
અનાદિસ્વરૂપે કેવળજ્ઞાન ન જાણી લ્યે તો તે જ્ઞાનનું સર્વજ્ઞપણું ક્્યાં રહ્યું? માટે શ્રદ્ધા કર કે
કેવળજ્ઞાન ત્રણલોક અને ત્રણકાળને જાણે છે. કેવળજ્ઞાનભાનુ એવા જિનદેવ જયવંત છે.
હે જીવ! તારા જ્ઞાનમાં સર્વજ્ઞનો સ્વીકાર કરતાં જ, તારા આત્માનું અચિંત્ય સામર્થ્ય
તને લક્ષમાં આવશે. અહા! સર્વજ્ઞતાને પામેલા કેવળીભગવંતોને સર્વે ઈષ્ટની પ્રાપ્તિ થઈ છે ને
સર્વે અનિષ્ટનો નાશ થયો છે. પૂર્ણ જ્ઞાન ને આનંદની પ્રાપ્તિ તે જ મુમુક્ષુનું ઈષ્ટ છે. આત્માના
જ્ઞાન–આનંદ સિવાય મુમુક્ષુને બીજું શું ઈષ્ટ હોય? “જગત ઈષ્ટ નહિ આત્મથી”–મુમુક્ષુને
જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની પ્રાપ્તિ સિવાય જગતમાં બીજું કાંઈ ઈષ્ટ નથી. રત્નત્રયમાર્ગની
આરાધનાથી આવું ઈષ્ટ કેવળીભગવંતોને પરિપૂર્ણ પ્રાપ્ત થયું છે. તેમને ઓળખવાની આ વાત
છે. કેમકે–
જે જાણતો અર્હંતને ગુણ દ્રવ્ય ને પર્યયપણે
તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે.
(પ્રવચનસાર ગા. ૮૦)
અહા! કેવળજ્ઞાનસૂર્યના નિમિત્તે જગતના જીવોને નેત્ર પ્રાપ્ત થાય છે.–તેને લક્ષમાં
લઈને પ્રતીત કરનાર જીવોને સમ્યગ્જ્ઞાનનેત્ર પ્રાપ્ત થાય છે. અને સમ્યગ્જ્ઞાનરૂપી નૌકાવડે તે
જીવ ભગસાગરને તરી જાય છે.
કેવળજ્ઞાનરૂપી જે માર્ગનું ફળ તેને પોતાની પ્રતીતમાં લઈને સાધક જીવ કહે છે કે:
હે જિનનાથ! સદ્જ્ઞાનરૂપી નાવમાં આરોહણ કરી ભવસાગરને ઓળંગી જઈને, તું
ઝડપથી શાશ્વતપુરીએ પહોંચ્યો....હવે હું પણ તારા જ માર્ગે તે શાશ્વતપુરીમાં આવું છું,
સર્વજ્ઞતાના અચિંત્ય સામર્થ્યને મારા હૃદયમાં લઈને, જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને હું પણ
તારા માર્ગે ચાલ્યો આવું છું, કારણ કે આ લોકમાં ઉત્તમપુરુષોને તે માર્ગ સિવાય બીજું શું
શરણ છે?
જુઓ, આ સર્વજ્ઞની શ્રદ્ધા કરનાર જીવની નિઃશંકતાના ભણકાર!
સર્વજ્ઞની શ્રદ્ધા તે સર્વજ્ઞસ્વભાવની આરાધનાનું કારણ છે, સર્વજ્ઞની શ્રદ્ધા ભવનું
કારણ નથી. સર્વજ્ઞને યથાર્થ ઓળખે ને અનંત ભવમાં રખડવાની શંકા રહે એમ બને નહીં.
સર્વજ્ઞનો નિર્ણય કરનાર તો ચૈતન્ય સ્વભાવની સન્મુખ થઈને મોક્ષનો આરાધક થઈ જાય છે.
એટલે માર્ગફળનો નિર્ણય કરનાર પોતે પણ તે માર્ગમાં ભળી જાય છે; આ રીત માર્ગ અને
માર્ગના ફળની સંધિ છે.