પોષ: ૨૪૮૬ : ૧૭ :
મા ર્ગ નું
ફ ળ
કેવળજ્ઞાન–સૂર્યથી જગતના જીવોને નેત્ર પ્રાપ્ત થાય છે
(નિયમસાર ગાથા ૧પ૯–૧૬૦ ના પ્રવચનમાંથી)
નિયમસારમાં મોક્ષના માર્ગરૂપ શુદ્ધરત્નત્રયનું, અને તે માર્ગના ફળરૂપ
કેવળજ્ઞાનાદિ શુદ્ધોપયોગનું વર્ણન કર્યું છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે માર્ગ તેની
આરાધનાવડે માગના ફળને પામેલ આત્મા કેવો છે? – કે કેવળજ્ઞાનમૂર્તિ તે આત્મા
સમસ્ત વિશ્વને સાક્ષાત્ જાણે છે. ઝળહળતો ચૈતન્યસૂર્ય જ્યાં ઊગ્યો અને કર્મરૂપી
સમસ્ત વાદળાં જ્યાં દૂર થયા ત્યાં તે ચૈતન્યસૂર્ય કોને ન પ્રકાશે? –કોને ન જાણે?
ખરેખર તે કેવળજ્ઞાન પોતાના દિવ્ય સામર્થ્યવડે ત્રણલોક–ત્રણકાળવર્તી સમસ્ત પદાર્થોને
જાણી લે છે. અહો! આવા ચૈતન્યસૂર્યનો ઉદય જગતના જીવોને જ્ઞાનનેત્ર ખોલવાનું
કારણ છે. જેમ સૂર્યનો ઉદય થતાં જગતના જીવોની નિદ્રા ટળીને નેત્ર ખૂલે છે, તેમ
કેવળજ્ઞાનસૂર્યનો ઉદય જગતના જીવોની નિદ્રાને દૂર કરીને જ્ઞાનનેત્ર ખોલવાનું કારણ
છે. જે જીવ કેવળજ્ઞાનને લક્ષમાં લઈને તેનો નિર્ણય કરે તેને જ્ઞાનસ્વભાવની સન્મુખતા
થઈને સમ્યગ્જ્ઞાનચક્ષુ ખુલ્યા વગર રહે નહીં.
સ્વભાવ–આશ્રિત જે સમ્યક્માર્ગ, તેની આરાધના કરનારને તેના ફળની શંકા
હોય નહીં. કેવળજ્ઞાનના સામર્થ્યમાં જેને શંકા છે તેને માર્ગના ફળની શંકા છે, એટલે
ખરેખર માર્ગની પણ તેને શંકા છે,–માર્ગની આરાધના તેને પ્રગટી જ નથી. જગતમાં
માર્ગના ફળરૂપે ઝળહળતો ચૈતન્યસૂર્ય ઊગ્યો છે, પણ જેનાં જ્ઞાનચક્ષુ બંધ છે તે તેને
દેખતો નથી–શ્રદ્ધતો નથી. સ્વસન્મુખ થઈને જ્ઞાનચક્ષુ ઊઘડયા વગર કેવળજ્ઞાનની શ્રદ્ધા
થાય નહીં.
કેવળજ્ઞાન જગતના પદાર્થોના પારને પામેલું છે,–એમ જે નથી માનતો તે જીવ
કેવળજ્ઞાનના પારને પામ્યો નથી એટલે કે કેવળજ્ઞાનની તેને શ્રદ્ધા નથી.
અનાદિ પદાર્થના પારને પણ કેવળજ્ઞાન પામી ગયું છે એટલે કે અનાદિ પદાર્થને
અનાદિપણે જેમ છે તેમ તે કેવળજ્ઞાને જાણી લીધું છે. “અનાદિપદાર્થને જો જ્ઞાન જાણે