Atmadharma magazine - Ank 196
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 25

background image
: ૧૬ : આત્મધર્મ : ૧૯૬
શાંત સ્વભાવભૂત નથી પણ મલિન ઉપાધિભાવ છે. જેને તૃષા લાગી હોય અને પાણી પીને તૃષા
છીપાવવી હોય તે જીવ પાણીમાંથી સેવાળ કાઢી નાંખીને શુદ્ધ જળને પીએ છે; તેમ જે આત્માર્થી હોય ,
જેને આત્માના શાંતજળની તરસ લાગી હોય, ને આત્માનો અનુભવ કરીને તે તરસ છીપાવવા ચાહતો
હોય તે આત્માર્થી જીવ આત્મામાંથી વિકારી–મલિન ભાવોને જુદા કરીને શુદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવપણે
આત્માને અનુભવે છે, ને એ રીતે શુદ્ધ આત્માના અનુભવવડે તે પોતાની તરસ છીપાવે છે.
આત્માનો જ્ઞાનાનંદ શુદ્ધસ્વભાવ શું ચીજ છે–એ વાત જીવે યથાર્થ રુચિથી કદી સાંભળી પણ નથી.
આચાર્યપ્રભુ કહે છે કે–
શ્રુત–પરિચિત અનુભૂત સર્વને કામ–ભોગ–બંધનની કથા,
પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભ ના.
ભાઈ, તેં અનાદિથી વિકારને કરવાની અને તેના ફળના ભોગવટાની જ રુચિ કરી છે, તેના જ
શ્રવણમાં પ્રેમ અને ઉત્સાહ કર્યો છે, વારંવાર તેનો જ અનુભવ કર્યો છે; પણ વિકારરહિત શુદ્ધ
જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની રુચિ તેં કદી કરી નથી, તેના શ્રવણમાં પ્રેમ અને ઉત્સાહ કર્યો નથી, તેં તેનો
અનુભવ કર્યો નથી. એકત્વસ્વરૂપ સમજાવનારા સંતોનો યથાર્થ પરિચય પણ કર્યો નથી, માટે હવે એક
વાર અંતરમાં શુદ્ધ આત્માનો ઉલ્લાસ લાવીને પ્રેમથી આ વાત સાંભળ.
પ્રશ્ન :–પ્રભો! અનંતવાર સમવસરણમાં જઈને સાંભળ્‌યું છે ને?–છતાં ‘નથી સાંભળ્‌યું’ એમ કેમ
કહો છો?
ઉત્તર:–સમવસરણમાં જઈને સાંભળ્‌યું ને સંતો પાસેથી સાંભળ્‌યું, પણ તેને ખરેખર સાંભળ્‌યું અમે
કહેતા નથી, કેમકે સર્વજ્ઞો અને સંતોનો એવો આશય હતો તેવો લક્ષમાં લીધો નથી, માટે શ્રવણ જ કર્યું
નથી–એમ કહ્યું છે. એ જ રીતે, અનાદિ નિગોદના જીવો કે જેને સંસારમાં કદી કાન મળ્‌યા જ નથી, છતાં
તેઓએ પણ કામ–ભોગ–બંધનની કથા અનંતવાર સાંભળી છે–એમ કહ્યું, કેમકે શબ્દોને ન સાંભળ્‌યા
છતાં તેની રુચિમાં–અભિપ્રાયમાં–અનુભવમાં તો એ કામ–ભોગ–બંધનની વાત ઘૂંટાય જ છે. અનાદિથી
જે વિપરીત રુચિ હતી તેવી જ રુચિ દિવ્યધ્વનિ સાંભળતી વખતે પણ જો ઘૂંટાય જ છે તો તેનામાં
દિવ્યધ્વનિ સાંભળવાનું કાંઈ ફળ તો ન આવ્યું, ઉપાદાનમાં કાંઈ ફેર તો ન પડયો, માટે ખરેખર તેણે શુદ્ધ
આત્માની વાત સાંભળી જ નથી, તેણે ભગવાનની વાત સાંભળી જ નથી.
ભલે સમવસરણમાં જાય ને દિવ્યધ્વનિ સાંભળે, પણ જેની રુચિમાં જ વિકાર ભર્યો છે તેને શુદ્ધ
આત્માની સુગંધ (–રુચિ) થતી નથી. પોતાની અનાદિથી પોષાયેલી વિકારની રુચિ કાઢી નાંખીને શુદ્ધ
આત્માની રુચિ પ્રગટ કરે તો તેનો અપૂર્વ સ્વાદ આવે. તેનું દ્રષ્ટાંત; બે ભમરા હતા...બંને દુર્ગંધમાં રહેતા
ને નાકમાં દુર્ગંધી ગોળી ભરીને તેની દુર્ગંધનો સ્વાદ લેતા હતા...એકવાર એક ભમરો સુગંધી ગુલાબ
ઉપર જઈને બેઠો ને તેની સુગંધથી પ્રસન્ન થઈને બીજા ભમરાને કહ્યું : ચાલ ભમરા! ગુલાબની સુગંધ
લેવા! આ દુર્ગંધ કરતાં તને સુંદર સુગંધી ગુલાબની સુગંધનો સ્વાદ ચખાડું! બીજો ભમરો તેની સાથે
સુગંધનો સ્વાદ લેવા તો ગયો, પણ તેના નાકમાં દુર્ગંધી વસ્તુ ભરી હોવાથી તેને ગુલાબની સુગંધનો
સ્વાદ ન આવ્યો. પહેલા ભમરાએ પૂછયું : કેમ ભાઈ ! કેવી સુગંધ આવી? તો બીજો ભમરો કહે : મને
તો પહેલા જેવી જ દુર્ગંધ આવે છે, કાંઈ ફેર નથી દેખાતો. પહેલા ભમરાએ વિચાર કરીને કહ્યું : અરે
ભમરા! તારા નાકમાં આ દુર્ગંધી વસ્તુ ભરી છે તે કાઢી નાંખ ને પછી આ ગુલાબને સૂંઘ, તો તને તેની
સુગંધનો સ્વાદ આવશે. બીજા ભમરાએ નાકમાંથી દુર્ગંધી વસ્તુ કાઢી નાંખી ને ગુલાબની સુગંધથી તે
પ્રસન્ન થયો...તેમ અનાદિથી ચાલી આવતી વિકારની રુચિ ટાળીને પોતાના સ્વરૂપના અતીન્દ્રિય
આનંદનો સ્વાદ લઈને જ્ઞાની ધર્માત્મા બીજા ભવ્ય જીવોને કહે છે કે અરે જીવ! ચાલ તારા