ATMADHARMA Reg. No. B. 4787
ધર્માત્મા જીવ
મિથ્યાદ્રષ્ટિને
સમ્યગ્દ્રષ્ટિ
બનાવે છે
સમ્યગ્દ્રષ્ટિ જીવ મિથ્યાદ્રષ્ટિને કહે છે કે ભૂલ
મા, ભૂલ મા! તારી ચિદાનંદ વસ્તુને ભૂલ મા!
અને પરને પોતાની વસ્તુ માન મા! એ તારી વસ્તુ
નથી માટે તારામાં શાંત થા. એમ ધર્માત્મા જીવ
મિથ્યાદ્રષ્ટિને પોતાના શાંતરસમાં લીન કરાવે છે;
તેનો ભ્રમ મટાડી, યથાર્થ સ્વરૂપ સમજાવી,
શાંતરસમાં તેને લીન કરી સમ્યગ્દ્રષ્ટિ બનાવે છે.
(–સમયસાર પ્રવચનો ભાગ ૩)
દુનિયાને
ભૂલ!...
આત્મરસમાં
મસ્ત થા!
આ ચૈતન્યતત્ત્વ શું છે તેનું એકવાર
કુતૂહલ તો કર. મરીને...એટલે ગમે તેટલી
પ્રતિકૂળતા વેઠીને પણ કુતૂહલ કર. અનંતવાર
દેહને અર્થે આત્મા ગાળ્યો, પણ હવે એકવાર
આત્માને અર્થે દેહ ગાળ તો ભવ રહે નહિ.
દુનિયાને ભૂલ! દુનિયાની પરવા છોડીને
આત્માના રસમાં મસ્ત થઈ જા. પુરુષાર્થ કરી
અંતર પડદાને તોડી નાંખ.
(–સમયસાર પ્રવચનો ભાગ ૩)
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને
પ્રકાશક : હરિલાલ દેવચંદ શેઠ : આનંદ પ્રી. પ્રેસ–ભાવનગર