મહા : ૨૪૮૬ : ૨૩ :
વૈરાગ્ય સમાચાર
રાજકોટના ભાઈશ્રી ધીરજલાલ નાથાલાલ પોષ
સુદ ૧૪ના રોજ પ૩ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા છે.
પૂ. ગુરુદેવ પ્રત્યે તેમને ઘણો ભક્તિભાવ હતો, ઘણાં
વર્ષોથી તેઓ પૂ. ગુરુદેવના સત્સમાગમનો લાભ
લેતા હતા. છેલ્લા એક વર્ષથી તેમને કેન્સરનું દર્દ હતું
અને દેહસ્થિતિની ક્ષણભંગુરતા સમજીને છેલ્લે છેલ્લે
ભાદરવા માસમાં તેઓ સોનગઢ આવીને રહ્યા હતા
અને બે ત્રણ મહિના સુધી સત્સમાગમનો લાભ લીધો
હતો. ત્યારબાદ તેઓ રાજકોટ ગયા હતા, પૂ. ગુરુદેવ
રાજકોટ પધારવાના છે–એ સમાચારથી તેઓ અતિ
આનંદિત થયા હતા, ને એ સુઅવસરની રાહ જોઈ
રહ્યા હતા, પ્રવચનસ્થળથી પોતાનું ઘર બાજુમાં જ
હોવાથી, ઘરે બેઠાબેઠા પણ પૂ. ગુરુદેવની વાણીનું
શ્રવણ કરીશ અને ગુરુદેવના સાક્ષાત્ દર્શનનો લાભ
મળશે એમ તેઓ ભાવના કરતા હતા. પરંતુ એ
ભાવના પૂરી થયા પહેલાં જ તેમનો દેહ છૂટી ગયો.
છેલ્લા દિવસોમાં પણ રેકોર્ડિંગ મશીનદ્વારા તેઓ પૂ.
ગુરુદેવનાં પ્રવચનો સાંભળતા હતા; તેમજ છેલ્લી
સ્થિતિ વખતે ભાઈશ્રી લાલચંદભાઈએ પણ તેમને
તાત્ત્વિક વચનોવડે ઉત્સાહ પૂર્યો હતો. સ્વર્ગસ્થના
ધર્મપત્ની મરઘાબેન પણ તત્ત્વની રુચિવાળા હોવાથી
તેમણે પણ આ પ્રસંગે વૈરાગ્યપૂર્વક તત્ત્વશ્રવણ કરાવ્યું
હતું. આ રીતે તત્ત્વશ્રવણ અને ગુરુદેવના દર્શનની
ભાવનાપૂર્વક તેમનો સ્વર્ગવાસ થયો. તેમની આ
ભાવનાના સંસ્કારમાં આગળ વધીને તેઓ સાક્ષાત્
આત્મહિત સાધે એમ ઈચ્છીએ છીએ.
સ્વ. ધીરજલાલભાઈના કુટુંબીજનો પણ ધર્મના
સારા સંસ્કાર ધરાવે છે. આ પ્રસંગે તેમના ધર્મપત્ની
મરઘાબેન તેમજ તેમના પુત્ર રજનીકાન્ત વગેરેએ
પણ, શોકરૂપ આર્તધ્યાનને બદલે વૈરાગ્ય ભાવનાઓ
ભાવીને, દેવ–ગુરુના શરણે હિત સાધવાની ભાવનાને
પોષણ આપ્યું છે, ને એ રીતે પોતાના કુટુંબના
ધર્મસંસ્કારોને તેઓએ શોભાવ્યા છે.
આ વિષમકાળમાં ગુરુદેવનો મહાન ઉપકાર છે કે
તેઓશ્રીએ સીંચેલા ધર્મસંસ્કારો જીવને સર્વ પ્રસંગે
સહાયભૂત થઈને હિતમાર્ગમાં દોર્યા કરે છે. ખરેખર
આ સંસારમાં સર્વ પ્રસંગે શ્રી દેવ–ગુરુ ને ધર્મનું શરણ
જ જીવને શાંતિદાતાર છે.
અમદાવાદ શહેરમાં દિ. જિનમંદિરની તૈયારી
અમદાવાદ શહેરના મુમુક્ષુઓએ દિ.
જિનમંદિર બંધાવવાની ભાવનાથી નીચે મુજબની
રકમોની જાહેરાત કરી છે :
૧૦૦૦૧) શાહ મલુકચંદ છોટાલાલ
પ૦૦૧) શાહ કલ્યાણભાઈ લાલભાઈ
પ૦૦૧) શ્રી મહાલક્ષ્મીબેન
પ૦૦૧) શાહ ગોપાળદાસ ત્રિકમલાલ
૨૦૦૧) શાહ હરિલાલ એસ. દોસી
૨૦૦૧)
શાહ શીવલાલ વરવાભાઈ હા. ચંદુભાઈ શીવલાલ
૧પ૦૧) શેઠ બ્રધર્સ હા. રવિચંદ ઉમેદચંદ શેઠ
૧૦૦૧)
નરોત્તમદાસ સંઘજી કામદાર હા. ભાઈ શાંતિલાલ
૧૦૦૧) એક મુમુક્ષુભાઈ હા. છોટાલાલ મોહનલાલ કામદાર
૧૦૦૧) તિલકમંજરીબેન ભોગીલાલ
૧૦૦૧) શા. દેવચંદ ફુલચંદ બાલીસણાવાળા
૧૦૦૧) કચરાભાઈ શહેરી ઘડીયાળી
૧૦૦૧) શેઠ હરિલાલ જગજીવન
૬પ૧) શેઠ મોહનલાલ ગોકળદાસ
પ૦૧) ચંદ્રકાન્ત સારાભાઈ સત્યપંથી હા. ફુલલતાબેન
પ૦૧) પ્રભાકરભાઈ હિંમતલાલ કામદાર
પ૦૧) મહેતા મનસુખલાલ નથુભાઈ
પ૦૧) મહેતા જયંતિલાલ નથુભાઈ
૨પ૧) રતિલાલ ભુરાભાઈ
૨પ૧) પીતાંબરભાઈ દલીચંદ
૧પ૧)
શેઠ કેશવલાલ ગુલાબચંદ હા. બાબુભાઈ (દેહગામ)
૧પ૧) મનસુખલાલ રાયચંદ હા. હિંમતલાલ મગનલાલ
૧૦૧) ચુનીલાલ જીવણલાલ દોશી
૧૦૧) હિંમતલાલ લહેરચંદ
૧૦૧)
શાંતિલાલ તારાચંદ
૧૦૧) મોંઘીબેન જીવરાજ
૪૦૩૭૬ અંકે ચાલીસ હજાર ત્રણસો છોંતેર
(ફંડ ચાલુ છે)