: ૪ : આત્મધર્મ : ૧૯૬
જેમ માતા બાળકને સમજાવે છે...તેમ
આચાર્યદેવ શિષ્યને સમજાવે છે
જેમ માતા બાળકને શિખામણ આપે ત્યારે, કોઈકવાર એમ
કહે કે ‘બેટા! તું તો ભારે ડાહ્યો...તને આ શોભે!’ અને કયારેક એમ
પણ કહે કે ‘તું મૂરખ છો...ગાંડો છો!’–આમ કયારેક મૃદુતાભરેલા
શબ્દોથી શિખામણ આપે તો કયારેક કડક શબ્દોમાં ઠપકો આપે,–
પરંતુ બંને વખતે માતાના હૃદયમાં પુત્રના હિતનો જ અભિપ્રાય છે
એટલે તેની શિખામણમાં કોમળતા જ ભરેલી છે : તેમ ધર્માત્મા સંતો
બાળક જેવા અબુધ શિષ્યોને સમજાવવા માટે ઉપદેશમાં કયારેક
મૃદુતાથી એમ કહે કે ‘હે ભાઈ! તારો આત્મા સિદ્ધ જેવો છે તેને તું
જાણ!’ અને કયારેક કડક શબ્દોમાં કહે કે ‘અરે મૂર્ખ! પુરુષાર્થહીન
નામર્દ! તારા આત્માને હવે તો ઓળખ! આ મૂઢતા તારે કયાં સુધી
રાખવી છે! હવે તો તે છોડ!’–આ રીતે, કોઈ વાર મૃદુસંબોધનથી
અને કોઈવાર કડક સંબોધનથી ઉપદેશ આપે–પરંતુ બંને પ્રકારના
ઉપદેશ વખતે તેમના હૃદયમાં શિષ્યના હિતનો જ અભિપ્રાય છે
એટલે તેમના ઉપદેશમાં કોમળતા જ છે...વાત્સલ્ય જ છે.
અહીં સમયસાર–કળશ ૨૩માં પણ આચાર્યદેવ કોમળતાથી
સંબોધન કરીને શિષ્યને ઉપદેશ આપે છે :
अयि ! कथमपि मृत्वा तत्त्वकौतूहली सन्
अनुभव भवमूर्तेः पार्श्ववर्ती मुहूर्तम्।
पृथगथ विलसंतं स्वं समोलोक्य येन
त्यजसि झगिति मूर्त्या साकमेकत्वमोहम्।।
રે ભાઈ! તું કોઈ પણ રીતે તત્ત્વનો કૌતુહલી થા. હિતની શિખામણ આપતાં આચાર્યદેવ કહે છે
કે હે ભાઈ! ગમે તેમ કરીને તું તત્ત્વનો જિજ્ઞાસુ થા...ને દેહથી ભિન્ન આત્માનો અનુભવ કર. દેહ સાથે
તારે એકતા નથી પણ ભિન્નતા છે...તારા ચૈતન્યનો વિલાસ દેહથી જુદો છે, માટે તારા ઉપયોગને પર
તરફથી છોડીને અંતરમાં વાળ.
પરમાં તારું નાસ્તિત્વ છે માટે તારા ઉપયોગને પર તરફથી પાછો વાળ. તારા
ઉપયોગસ્વરૂપ આત્મામાં પરની પ્રતિકૂળતા નથી. મરણ જેટલું કષ્ટ (–બાહ્ય પ્રતિકૂળતા) આવે તો
પણ તેની દ્રષ્ટિ છોડીને અંતરમાં જીવતા ચૈતન્યસ્વરૂપની દ્રષ્ટિ કર “मृत्वा अपि એટલે કે મરીને
પણ તું આત્માનો અનુભવ કર”–આમ કહીને આચાર્યદેવે શિષ્યને પુરુષાર્થની પ્રેરણા આપી છે.
વચ્ચે