Atmadharma magazine - Ank 199
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 31

background image
આત્માર્થી નરપુંગવ,

આ ભારતવર્ષમાં વીતરાગ વિજ્ઞાનસ્વરૂપ સુરત્નત્રયની સાધનાવંત અનેક જ્ઞાની
ધ્યાની થઈ ગયા. આપે પણ આ જન્મ બાલબ્રહ્મચારી રહી ભગવાનશ્રી કુંદકુંદાચાર્ય આદિ
દિગંબર મુનિવરો દ્વારા રચિત સમયસારાદિ ગ્રંથોનું અધ્યયન કરી અંર્તદ્રષ્ટિ પ્રાપ્ત કરી આપે
ભગવાનશ્રી કુંદકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય અને બીજા આચાર્યોનું હૃદય પારખી લીધું અને
જિનાગમોના રહસ્યોને જાણી જૈન ધર્મના શાસનને શોભાવ્યું.
ભારતની ભવ્ય વિભૂતિ
જેમ ૧૦૦૮ ત્રિલોકનાથ, ધર્મપિતા, ધર્મતીર્થનાયક ભગવાનશ્રી મહાવીરસ્વામીના
સમોસરણ સહિત વિહાર અને દિવ્યધ્વની દ્વારા સારીયે દુનિયાને મોક્ષમાર્ગનો સત્ય ઉપદેશ
મળ્‌યો હતો અને તેથી અનેક ભવ્યજીવો બૂઝયા હતા. તેમ આપના પ્રતાપથી છેલ્લા વીસ
વરસથી સૌરાષ્ટ્રમાં કરેલ વિહારથી અને આપના સંઘસહિત ૨૦૧૩માં કરેલ શાશ્વત તીર્થધામ
શ્રીસમ્મેદશિખરજી આદિ તીર્થધામોની મંગલયાત્રાના વિહારથી અને ૨૦૧પની સાલમાં શ્રી
બાહુબલીજી આદિ તીર્થધામોની મંગલયાત્રાના વિહારથી અને સ્થળે સ્થળે થતા અપૂર્વ દિવ્ય
ઉપદેશથી આખું ભારત ડોલી ઊઠ્યું. હજારો ભવ્યજનો આપની અધ્યાત્મબંસરીમાં મસ્ત
બન્યા, અજ્ઞાન અને એકાંત ભાગવા લાગ્યું, સમકિતસૂરજનો ઉદય થયો, ઠેરઠેર જિનમંદિર,
પંચકલ્યાણક પ્રતિષ્ઠા, સ્વાધ્યાય મંદિરો બન્યાં. શાસનપ્રભાવના અદ્્ભૂત રીતે કૂદકે અને
ભૂસકે વૃદ્ધિગત થવા લાગી અને હજારોની સંખ્યામાં જિનાગમોના અનુવાદો પ્રકાશિત થયા.
વીતરાગમાર્ગપ્રતિ હજારોની સંખ્યામાં ધર્મજિજ્ઞાસુઓનાં વૃંદો ઉમટ્યાં. એટલું જ નહિ પરંતુ
સુવર્ણગઢમાં પ્રતિષ્ઠિત જિનેંન્દ્રદરબાર જિનમંદિરો, માનસ્થંભ, ધર્મસભા, પ્રવચનમંડપ, બોર્ડીંગ
અને મુમુક્ષુઓના બ્રહ્મચર્યાશ્રમ, મોક્ષમાર્ગી મકાનોની હારમાળા અને નિત્ય નિયમિત પણે થતું
દર્શન–પૂજન–ભક્તિ અને સ્વામીજીનું પ્રવચન જોતાં ખરેખર આજે નાનકડું વિદેહ અને
ધર્મસભા નજરે પડે છે.
અંતમાં અમે અંતઃકરણપૂર્વક અમારા ભાવોથી ગુંથેલી પુષ્પમાળાને અભિનંદન પત્રના
રૂપમાં સમર્પિત કરીએ છીએ. અને શ્રી ૧૦૦૮ ભગવાન શ્રીમદ્્ જિનેન્દ્રદેવ શ્રી શીતલનાથને
પ્રાર્થના કરીએ છીએ કે આપ શત શત જીવો અને આપના દ્વારા જિનશાસનની પ્રભાવનાની
પતાકા અણનમ ફરકતી રહો.
વિનયાવનત
શ્રી દિગમ્બર જૈન સંઘ
ફત્તેપુર.
ફત્તેપુર
તા. ૯–પ–પ૯ (વૈશાખ સુદ બીજ)