श्री वितरागाय नमः
પરમશ્રધ્ધેય, પરમાત્મતત્ત્વવેત્તા, ભારતની ભવ્યવિભૂતિ
આધ્યાત્મિકસંત આત્માર્થી નરપુંગવ
શ્રીમત્ માનનીય પૂજ્ય કાનજી સ્વામી
ના પુનિત કરકમલોમાં સાદરસમર્પિત
અભિનંદન પત્ર
પરમશ્રધ્ધેય,
અમારા પરમ સૌભાગ્ય અને ગૌરવની વાત છે કે ઘણા લાંબા
સમયથી અમો આપના આગમનની અને અધ્યાત્મમયી અમૃતવાણીને
સૂણવાની ચાતકવત્ રાહ જોઈ રહ્યા હતા તે પુણ્યપ્રસંગરૂપ કલ્પવૃક્ષ આજે
અમારા આંગણે ફળ્યુંં છે. અમારા મનના મનોરથ સફળ બન્યા છે. આજ
અમો ફત્તેપુરવાસી તથા અમારૂં ગુજરાત ધન્ય ધન્ય બન્યું છે. આજે
અમારા હૃદયમાં આનંદસાગર ઉછળી રહ્યો છે. તેથી અમે સૌ ભક્તિભાવથી
આપના પ્રતિ શ્રદ્ધાપુષ્પ સમર્પિત કરીએ છીએ.
પરમાત્મતત્ત્વવેત્તા,
જ્યાં જુઓ ત્યાં વિષયકષાયનાં વાદળ છવાઈ રહ્યા છે. ચારેકોર
રાગદ્વેષની એકાંતે રમઝટ રમાઈ રહી છે. પરદ્રવ્યની કર્તાબુદ્ધિના
કાવાદાવાની કુકળાઓ ખદબદાટ કરી રહી છે. એવા એ કપરાકાળમાં આપે
આપની અધ્યાત્મ, ચમત્કારી, વીતરાગી વિજ્ઞાનની દિવ્ય અમૃતમયી
ઉપદેશધારા વડે ભયંકર મિથ્યાત્વના પંજામાંથી ઘણા જીવોને બચાવી લીધા
છે. અને હજારો જીવોને આપે ભેદવિજ્ઞાનની સંજીવની મંત્રમોહિની દ્વારા
પરમતત્ત્વની ઓળખ કરાવી નિજસ્વરૂપને નિહાળતા કરી ભવભયમાંથી
અને સંસારના અતિ દુઃખદ ત્રાસમાંથી ઉગારી લીધા છે.
આધ્યાત્મિક સંત,
“વર્તમાનકાળમાં આધ્યાત્મ તત્ત્વ તો આત્મા છે,”
દુઃખમય સંસારની સ્થિતિનું અવલોકન કરી આપે છ દ્રવ્ય,
સાતતત્ત્વ, નવપદાર્થ, દ્રવ્ય–ગુણ–પર્યાય,, ઉત્પાદ–વ્યય–ધૈ્રાવ્ય, નિશ્ચય–
વ્યવહાર, ઉપાદાન નિમિત્ત આદિનું ગૂઢ અધ્યયન અને ચિંતન કરી
જગતમાં આત્મતત્ત્વની મુખ્યતા કરી અધ્યાત્મના ધોધ વહેવડાવ્યા છે.