જેઠ: ૨૪૮૬ : ૧૯ :
આચાર્યદેવ સમજાવે છે કે હે જીવ! શુદ્ધ આત્મસ્વભાવની પ્રાપ્તિ માટે તારા સ્વભાવ સિવાય બીજા કોઈ
સાધનો સાથે તારે ખરેખર સંબંધ નથી. તારા ધર્મને માટે શુદ્ધ અનંતશક્તિવાળો તારો જ્ઞાનસ્વભાવ જ
સાધન છે.
(૧૪૧) હે ધર્મી જીવો! હે મોક્ષાર્થી જીવો! જો આત્માની શાંતિ જોઈતી હોય ને ભવના ફેરાથી
છૂટવું હોય તો શુદ્ધ દ્રવ્યનો આશ્રય કરીને મોક્ષમાર્ગમાં આરોહણ કરો.
(૧૪૨) જેને શુદ્ધ આત્મા સમજવાની ધગશ જાગી છે એવા જિજ્ઞાસુ જીવને પ્રશ્ન ઊઠે છે કે શુદ્ધ
આત્માનું કેવું સ્વરૂપ છે?–આત્મા સમજવા માટે જેને અંતરમાં ખરેખરી ધગશ અને તાલાવેલી જાગે
તેને અંતરમાં સમજણનો માર્ગ થયા વિના રહે જ નહીં; પોતાની ધગશના બળે અંતરમાં માર્ગ કરીને તે
આત્મસ્વરૂપને પામે જ.
(૧૪૩) સાધકદશામાં નિશ્ચયની સાથે સાથે વ્યવહાર પણ હોય છે, છતાં સાધકનું (અને સર્વે
શાસ્ત્રોનું) તાત્પર્ય તો વીતરાગભાવ જ છે, ને તે વીતરાગભાવ નિશ્ચયના આશ્રયે જ થાય છે, માટે
નિશ્ચયના આશ્રયે જ ખરેખર મોક્ષમાર્ગ છે; સાધકને શુભરાગરૂપ વ્યવહાર હોય છે પણ તે ખરેખર
મોક્ષમાર્ગ નથી, તેને મોક્ષમાર્ગ તરીકે કહેવો તે તો માત્ર ઉપચાર છે.
* રે ભાઈ! તને એમ નથી લાગતું કે આત્મામાં અંદર જોતાં શાંતિનું વેદન થાય છે ને બહારમાં
દ્રષ્ટિ કરતાં અશાંતિ વેદાય છે! માટે નક્કી કર કે શાંતિનું–સુખનું–આનંદનું ક્ષેત્ર તારામાં જ છે, તારાથી
બહાર ક્્યાંય સુખ–શાંતિ કે આનંદ નથી....નથી... ને નથી.
(૧૪૪) સર્વજ્ઞનો હુકમ છે કે હે જીવ! જો તારે ખરેખર મારો આદર કરવો હોય તો તું
જ્ઞાનસ્વભાવનો આદર કર.....ને રાગનો આદર છોડ......જે જીવે પોતાના જ્ઞાનસ્વભાવની સન્મુખ
થઈને સમ્યક્શ્રદ્ધાજ્ઞાન પ્રગટ કર્યા છે તે જીવ સર્વજ્ઞ થવાના માર્ગે ચડયો છે, ને તેણે જ ખરેખર
સર્વજ્ઞદેવનો હુકમ માન્યો છે.
(૧૪પ) ૨૪૮૧ વર્ષ પહેલાં પાવાપુરીધામમાં વર્દ્ધમાન ભગવાન અભૂતપૂર્વ સિદ્ધપદને પામ્યા...
ભવ્ય જીવોનું પરમ ઈષ્ટ અને અંતિમ ધ્યેય એવા મોક્ષપદને ભગવાન પામ્યા. ‘અહો! આજે ભગવાન
અનાદિ સંસારથી મુક્ત થઈને સાદિ–અનંત સિદ્ધપદને પામ્યા, ને ભગવાનના યુવરાજ ગૌતમ ગણધર
કેવળજ્ઞાન પામ્યા’–એ સાંભળીને કયા મુમુક્ષુનું હૈયું આનંદથી ન નાચી ઊઠે? અહો ભગવાન!
સ્વાશ્રયવડે આપ જ્ઞાનસંપદાને પામ્યા, અને અમને પણ જ્ઞાનસંપદાની પ્રાપ્તિનો જ ઉપદેશ આપીને
આપ મુક્તિપુરીમાં સીધાવ્યા....હે પ્રભો! અમે તે ઉપદેશ ઝીલીને, જ્ઞાનસંપદા તરફ ઝૂકીને, આપને
નમસ્કાર કરીએ છીએ, ને આપના પંથે......આપના પુનિત પગલે આવીએ છીએ.
“પ્રભુજી! તારા પગલે પગલે મારે આવવું રે.....”
(૧૪૬) વૈશાખ સુદ બીજે રાત્રિચર્ચામાં પૂ. ગુરુદેવે આત્માના છૂટકારાની ઉલ્લાસભરી વાર્તા
કીધી: અહો જે આત્મા છૂટકારાના માર્ગે ચડયો તેના પરિણામ ઉલ્લાસરૂપ હોય છે.....ને તેને છૂટકારાનાં
જ વિકલ્પો આવે છે....સ્વપ્નાં પણ એનાં જ આવે....છૂટકારાના પ્રસંગ પ્રત્યે જ એનું વલણ જાય.....
ભવબંધનથી છૂટકારાનો અપૂર્વ પ્રસંગ આવતાં ક્્યાં મોક્ષાર્થીની પરિણતિ આનંદથી ઉલ્લસિત ન બને?
(૧૪૭) સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે વીતરાગી શુદ્ધભાવ તે જ મોક્ષનું કારણ છે, અને તે
શુદ્ધભાવની પ્રાપ્તિ જૈનશાસનમાં જ છે, તેનાથી જ જૈન શાસનનો મહિમા છે. એ સિવાય રાગ તે
જૈનધર્મ નથી, ને તેના વડે જૈનશાસનનો મહિમા નથી.
(૧૪૮) “આત્મા તો જ્ઞાન છે. આ દેહ......શ્વાસ ને આકુળતા–એ ત્રણેથી જુદો આત્મા જ્ઞાન...