Atmadharma magazine - Ank 200
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 33

background image
: ૧૮ : આત્મધર્મ: ૨૦૦
જ્ઞાનને અંતર્મુખ કરીને અંદરથી ચૈતન્યનો ઝણઝણાટ આવ્યો ત્યાં ચૈતન્યતત્ત્વ લક્ષમાં આવે છે ને તેનો
અપૂર્વ આનંદ અનુભવમાં આવે છે.–માટે હે જીવ! શુદ્ધ ચૈતન્યતત્ત્વ ઉપર જ લક્ષનું જોર આપીને તેને
ધ્યેય બનાવજે.
(૧૩૩) પોતાના સર્વજ્ઞ સ્વભાવની પ્રતીત કરીને ભગવાનના ભક્તો કહે છે કે હે ભગવાન!
આપ તો આત્માના અતીન્દ્રિય આનંદના પૂર્ણ ભોક્તા થઈ ગયા ને અમારા માટે પણ આપ થોડો
પ્રસાદ મૂકતા ગયા છો. હે ભગવાન! આપની પ્રસન્નતાથી અમને પણ આપના અતીન્દ્રિય આનંદની
પ્રસાદી મળી છે.....આમ સમકિતી ભક્તિપૂર્વક ભગવાનના આનંદનો પ્રસાદ માને છે.
(૧૩૪) આત્માના અતીન્દ્રિયસુખને સ્પર્શીને બહાર આવતી, ભેદજ્ઞાનનો ઝણઝણાટ કરતી,
અને મુમુક્ષુઓનાં હૈયાને ડોલાવી મૂકતી. પૂ. ગુરુદેવની પાવનકારી વાણીમાં ‘જ્ઞાયક સન્મુખ લઈ
જનારાં ક્રમબદ્ધ પર્યાયનાં પ્રવચનો’ ની જે અદ્ભૂત અમૃતધારા એક સપ્તાહ સુધી વરસી, તે ગયા
અંકમાં આપી ગયા છીએ.....ત્યાર પછી....બીજીવાર...એવીજ અમૃતધારા.....વરસી......એ અમૃતધારા
અહીં (અંક ૧૩૪–૩પમાં) આપવામાં આવી છે.
(૧૩પ) જ્ઞાયકસ્વભાવના નિર્ણયના પુરુષાર્થવડે જ ક્રમબદ્ધ પર્યાયનું સ્વરૂપ યથાર્થપણે
સમજાય છે. જે જીવ જ્ઞાયક સ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ નથી કરતો તેને ક્રમબદ્ધ પર્યાયનો પણ
નિર્ણય થતો નથી. આ રીતે જ્ઞાનસ્વભાવ તરફથી શરૂઆત કરે તો જ આ વાત યથાર્થ સમજાય તેવી
છે. અને આ રીતે જે જીવ યથાર્થપણે આ વાત સમજશે તેને આત્મહિતનો મહાન લાભ થશે...... ....
....... પંચપરમેષ્ઠી ભગવાન જ અમારા ‘પંચ’ છે. અજ્ઞાનીઓ બીજું વિપરીત માને તો ભલે માને, પણ
અહીં તો પંચપરમેષ્ઠી ભગવંતોને પંચ તરીકે રાખીને આ વાત કહેવાય છે. જેને પંચપરમેષ્ઠી પદમાં
ભળવું હોય તેણે આ વાત માન્યે છૂટકો છે.
(૧૩૬) ઘણા લોકો રોજ णमोक्कार मंत्र બોલી જાય છે, પણ તે णमोक्कार मंत्रમાં જે
પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરવામાં આવ્યા છે તેમનું સ્વરૂપ તો ઓળખતા નથી. જેમને પોતે
નમસ્કાર કરે છે. તેમનું સ્વરૂપ જાણ્યા વગર પ્રયોજનની સિદ્ધિ ક્્યાંથી થાય? હું કોને નમસ્કાર કરું છું
ને શા માટે નમસ્કાર કરું છું–તે ઓળખે તો પ્રયોજનની સિદ્ધિ થાય.
(૧૩૭) હે ભાઈ! જગતના લોકો ભેગા થઈને તારી પ્રશંસા કરે કે અભિનન્દન–પત્ર આપે
એમાં તારા આત્માનું કાંઈ હિત નથી; પણ પોતાના ચિદાનંદસ્વભાવની અભિમુખ જઈને તેના
અતીન્દ્રિય–આનંદનો અનુભવ કરવો તે આત્માનું સાચું અભિનન્દન છે, અને તેમાં જ તારું હિત છે.
(૧૩૮) પરમ પ્રભાવક પૂજ્ય ગુરુદેવના પુનિત પ્રતાપે તીર્થધામ સોનગઢમાં ત્રેસઠ ફૂટ ઊંચો
ભવ્ય માનસ્તંભ થયો; આ માનસ્તંભની ભવ્યતા નીરખતાં ભક્તજનોને અતિ આનંદ થાય છે અને
અંતરમાં એવી ઊર્મિ જાગે છે કે અહો! જાણે મહાવિદેહના જ માનસ્તંભના દર્શન થયા......આ પાવન
માનસ્તંભની છાયામાં આવતાં જ શાંત–શાંત લહરીઓથી હૃદય અત્યંત વિશ્રાંતિ પામે છે.. ..... જેનાં
દર્શન થતાં જ ભક્તિથી નમ્રીભૂત થઈને હૃદય પોકારી ઊઠે છે કે અહો! ધન્ય એ જિનેન્દ્રવૈભવ! ધન્ય
એ માનસ્તંભ! ધન્ય એ મહોત્સવ!
(૧૩૯) હે જીવ! જો તારે આનંદમૂર્તિ આત્મા જોઈતો હોય તો આખા સંસારને ‘હરામ’ કર, કે
મારે હવે સંસાર સ્વપ્ને પણ જોઈતો નથી. અરે, હવે આ દુઃખમય સંસારથી બસ થાવ....બસ થાવ! હવે
મારે આ સંસાર ન જોઈએ;–આમ સંસારની રુચિ છોડીને આત્માને ઝંખતો જે જીવ આવે છે તેને
આત્મા મળશે.
(૧૪૦) શુદ્ધ ઉપયોગના પ્રસાદથી જીવ પોતે જ સ્વયમેવ સ્વભાવથી પરિણમીને કેવળજ્ઞાનરૂપ
થાય છે, તેથી તે ‘સ્વયંભૂ’ છે. તેની પ્રશંસા કરીને