: ૪ : આત્મધર્મ: ૨૦૦
૪. તે નુકશાન તારી ક્ષણિક અવસ્થામાં થયું છે, તારી વસ્તુમાં નથી થયું.
પ. તારી ચૈતન્યવસ્તુ ધુ્રવ અવિનાશી છે માટે તે ધુ્રવસ્વભાવ તરફ લક્ષ (દ્રષ્ટિ) દે,
તો શુદ્ધતા પ્રગટે, નુકશાન ટળે ને અટળ લાભનો ધંધો થાય.
(પ) અખંડ ચૈતન્યમૂર્તિ જ્ઞાયક સ્વભાવ એ જ હું છું, જ્ઞાન સિવાય મારો સ્વભાવ નથી.
(૬) દિગંબર જૈન ધર્મ તે જ વાસ્તવિક જૈનધર્મ છે અને આંતરિક તેમજ બાહ્ય દિગંબરતા
વિના કોઈ જીવ મોક્ષ પામી શકે નહિ.
(૭) સમસ્ત સંસાર અને સંસાર તરફના વલણના ભાવથી હવે અમે સંકોચાઈએ છીએ, અને
ચિદાનંદ ધુ્રવસ્વભાવી એવા ‘સમયસાર’ માં સમાઈ જવા માંગીએ છીએ; બાહ્ય કે અંર્ત સંયોગ સ્વપ્ને
પણ જોઈતો નથી...બહારના ભાવ અનંતકાળ કર્યા. હવે અમારું પરિણમન અંદર ઢળે છે.... અપ્રતિહતભાવે
અંર્તસ્વરૂપમાં ઢળ્યા તે ઢળ્યા, હવે અમારી શુદ્ધપરિણતિને રોકવા જગતમાં કોઈ સમર્થ નથી.
(૮) પોતાના વીતરાગ સ્વરૂપના ભાનસહિત જિનબિંબદર્શનથી નિધ્ધત્ત અને નિકાચીત કર્મનો
પણ ભાંગીને ભૂક્કો થઈ જાય છે–જેમ વીજળીના પડવાથી પર્વતના ભાંગીને ભૂક્કા થઈ જાય છે તેમ
આત્માના પુરુષાર્થ પાસે કર્મનો ભાંગીને ભૂક્કો જ થઈ જાય છે.
(૯) સુખસ્વરૂપના ભાન વિના કોઈ કાળે કોઈ ક્ષેત્રે કોઈને પણ સુખ હોઈ શકે નહિ. આત્મા
પોતાના દુઃખરહિત સુખસ્વરૂપને જાણતો નથી, એટલે પોતાનું સુખ પરથી (પરના આધારે) માને છે,
તે માન્યતા જ દુઃખનું મૂળ છે.
(૧૦) ‘એક વાર હા તો પાડ!’ અનંતા જ્ઞાનીઓ કહે છે કે ‘તું પ્રભુ છો.’ પ્રભુ! તારા
પ્રભુત્વની એક વાર હા તો પાડ! એક વાર અંદર ડોકિયું કર તો તને તારા સ્વભાવના કોઈ અપૂર્વ
પરમ સહજ સુખનો અનુભવ થશે.
(૧૧) “હું આત્મતત્ત્વ એક ક્ષણમાં અનંત પુરુષાર્થ કરી અનંતકાળની મુંઝવણ તોડનાર છું,
કારણ કે હું અનંતવીર્યની મૂર્તિ છું,–એમ જેને બેસે તેને અનંત સંસાર હોતો નથી.
(૧૨) આજે શ્રુતપંચમી! આજે જ્ઞાનની આરાધનાનો દિવસ છે. આચાર્ય ભગવાન કહે છે કે
‘અમારું કાર્ય તો એટલું હતું કે વિકલ્પ તોડીને સાતમે ગુણસ્થાને સ્વરૂપની રમણતામાં જોરપૂર્વક ઠર્યા,
ત્યાંથી પાછા છઠ્ઠે આવવાની વાત જ ન હતી. સીધી વીતરાગતા જ! છઠ્ઠે આવ્યા તેનો ખેદ છે.’ અહા!
જુઓ તો ખરા દશા! જાણે સાક્ષાત્ વીતરાગની વાણી! વાત કાને પડતાં અંદર ઝણઝણાટ થઈ જાય છે.
કે જાણે કેવળજ્ઞાન આવ્યું!
* જેઠ સુદ પાંચમ એ ‘શ્રુતપંચમી’ નો દિવસ મુમુક્ષુ જીવોને માટે મહામાંગળિક છે....શ્રી
ભૂતબલિઆચાર્યદેવે ચતુર્વિધ સંઘની સાથે (અંકલેશ્વરમાં) શ્રુતજ્ઞાનની પૂજા કરી તેથી તે દિવસ
જૈનોમાં શ્રુત પંચમી તરીકે પ્રખ્યાત છે....આ તીર્થંકર કેવળજ્ઞાનીની વાણી કેવળજ્ઞાનના જ ભણકાર
કરતી આવી છે.
(૧૩) હવે સાવધાન થા.....સાવધાન થા....સર્વજ્ઞ જિનપ્રણીત ધર્મને અંગીકાર કર.....ભાઈ રે!
તું ઉત્તમ જીવ છો, તારી મુક્તિનાં ટાણાં નજીક આવ્યા છે તેથી જ શ્રી ગુરુઓનો આવો ઉપદેશ તને
પ્રાપ્ત થયો છે. અહા! કેવો પવિત્ર નિર્દોષ અને મધુર ઉપદેશ છે! આવા પરમ હિતકારી ઉપદેશને કોણ
અંગીકાર ન કરે?–જેને દુનિયાથી પાર થવું છે, જન્મ–મરણ રહિત થવું છે ને આત્મસ્વરૂપની જેને
દરકાર છે તે તો આ વાત જરૂર માનવાના.
(૧૪) માતા! કોલકરાર કરીએ છીએ કે હવે બીજો ભવ કે બીજી માતા કરવાના નથી. માતા! એક
તને દુઃખ થશે, હવે બીજી માતા નહિ રોવડાવીએ, અમે અશરીરી સિદ્ધ થઈ જશું.–હે માતા! રજા આપ.