કરીને દુઃખી થઈ રહ્યો છે. આવા જીવોને આત્માની શાંતિનો સાચો રાહ બતાવવા માટે આચાર્યદેવે આ
પદ્મનંદીપચીસી શાસ્ત્ર રચ્યું છે. તેમાં કહે છે કે અરે જીવ! તેં તારા સ્વરૂપનું ખરૂં મનન કદી કર્યું નથી,
અનંતકાળના પરિભ્રમણ–પ્રવાહમાં તું અનંત વાર દેવ અને નારકી થયો, રાજા અને રંક પણ થયો, તેં
પુણ્ય પણ કર્યાં અને પાપ પણ કર્યાં, પણ સચ્ચિદાનંદસ્વરૂપ આત્મા પોતે કોણ છે તેનું લક્ષ કદી એક
ક્ષણ પણ તેં નથી કર્યું. ચૈતન્યને ચૂકીને તેં લક્ષ્મી, શરીર વગેરે બાહ્યવસ્તુમાં સુખની કલ્પના કરી છે;
બાહ્યવસ્તુમાં કદી સુખ નથી. તારું સુખ તારી પ્રભુતામાં છે. પણ પોતાના પ્રભુતા ચૂકીને તું તારા
અજ્ઞાનથી જ અનંત દુઃખ પામ્યો છે.
સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત,
તારે શાંતિ જોઈતી હોય, આનંદ અનુભવવો હોય તો, આચાર્યભગવાન કહે છે કે, તારા નિર્દોષ
ચૈતન્યસ્વરૂપને લક્ષમાં લઈને તેનું ચિંતન કર. સિદ્ધભગવાન જેટલી પરિપૂર્ણ તાકાત તારા આત્મામાં
ભરી છે, તેની સન્મુખ થઈને તેનો આદર કર...ને વિભાવોનો આદર છોડ, સંયોગોમાં સુખબુદ્ધિ છોડ.
પરચીજથી તારો મહિમા નથી, ક્ષણિક પુણ્ય–પાપની વૃત્તિથી તારો મહિમા નથી, અખંડ
જ્ઞાનાનંદસ્વભાવ પરિપૂર્ણ સામર્થ્યથી ભરપૂર નિર્દોષ છે–તેનાથી જ તારો મહિમા છે, માટે તેનો આદર
કર, તેની રુચિ–વિશ્વાસ કર; તેમાં અંતર્મુખ થતાં તને તારી અપૂર્વ શાંતિ ને આનંદનું વેદન થશે.
શાંતિસ્વભાવ નથી, તો તેની વિકૃતિરૂપ ક્રોધ પણ નથી. માટે ક્રોધાદિ ક્ષણિક વિભાવ વખતે–તેટલો જ
આત્માને ન માનતાં, ત્રિકાળી શાંતિથી ભરપૂર તારા જ્ઞાનાનંદસ્વભાવને લક્ષમાં લઈને તેનો આદર
કર....તે સ્વભાવનો આદર કરતાં વિભાવનો આદર છૂટી જશે....વિભાવનો આદર છૂટી ગયા પછી તે
લાંબો કાળ ટકી શકશે નહીં. જેવી ભાવના તેવું ભવન, એટલે કે વિકારની જેને ભાવના હોય તે
વિકારને જ પામે; અને જ્ઞાનાનંદસ્વભાવની જેને ભાવના હોય તેને તેની પ્રાપ્તિ થાય જ. જ્ઞાનાનંદ તો
પોતાનો સ્વભાવ જ છે, પોતાની વસ્તુની પોતાને પ્રાપ્તિ ન થાય–એ કેમ બને? પણ તેને માટે અંતર્મુખ
થઈને, સ્વવસ્તુને લક્ષમાં લઈને તેની ભાવના કરવી જોઈએ. જીવે અનાદિથી બર્હિમુખ બુદ્ધિથી
પરભાવોની જ ભાવના કરી છે પણ અંર્તમુખ થઈને કદી સ્વભાવની ભાવના ભાવી નથી–ભગવાન
કુંદકુંદ સ્વામી કહે છે કે–