आत्मधमર્
____________________________________________________________________________
વર્ષ સત્તરમુંઃઅંક ૯ મો સંપાદક: રામજી માણેકચંદ દોશી અષાડ: ૨૪૮૬
____________________________________________________________________________
રાજાને રીઝવતાં
આવડવું જોઈએ
જેને રાજા પાસેથી પોતાનું પ્રયોજન સાધવું હોય તે મનુષ્ય રાજાને રાજી
કરવા માટે વચ્ચે બીજા પાસે અટકતો નથી, સીધો રાજાની સમીપતા કરે છે, ને
તેને સર્વ પ્રકારે રીઝવીને સમૃદ્ધિ પામે છે.....આમ રાજાની સમીપતા તે મનુષ્યને
સુખસમૃદ્ધિનું કારણ છે પણ તે માટે રાજાને રાજી કરતાં આવડવું જોઈએ.
તેમ ચૈતન્ય રાજા પાસેથી જેને પોતાના હિતરૂપ પ્રયોજન સાધવું છે તે
મોક્ષાર્થી જીવ, જગતની અનુકૂળતા કે પ્રતિકૂળતા સામે ન જોતાં સીધો ચૈતન્ય
રાજાની સમીપતા કરે છે ને સર્વ પ્રકારે તેની સેવા–આરાધના કરે છે.....બીજે
ક્્યાંય અટક્યા વગર સર્વ પ્રકારના પ્રયત્નથી ચૈતન્યરાજાને રીઝવીને તે જીવ
મોક્ષમાર્ગને પ્રાપ્ત કરે છે. આ રીતે ચૈતન્યરાજાની સમીપતા તે જીવને મોક્ષસુખનું
કારણ છે......પણ તે માટે ચૈતન્યરાજાને રાજી કરતાં આવડવું જોઈએ.
તે ચૈતન્યરાજાની સમીપતામાં હેતુભૂત એવા સંત–ગુરુઓને પણ તે
આત્માર્થી જીવ સર્વ પ્રકારની સેવાથી રાજાની જેમ રીઝવે છે ને સંત–ગુરુઓ
તેના ઉપર પ્રસન્ન થઈને તેને આત્મપ્રાપ્તિ કરાવે છે. (એક ચર્ચા ઉપરથી)
જ્યમ પુરુષ કોઈ નૃપતિને જાણે, પછી શ્રદ્ધા કરે,
પછી યત્નથી ધન–અર્થી એ અનુચરણ નૃપતિનું કરે. ૧૭
જીવરાજ એમ જ જાણવો વળી શ્રદ્ધવો પણ એ રીતે,
એનું જ કરવું અનુચરણ પછી યત્નથી મોક્ષાર્થીએ. ૧૮ (–સમયસાર)
જેમ કોઈ ધનનો અર્થી પુરુષ પ્રયત્નપૂર્વક પ્રથમ તો રાજાને જાણે છે,
પછી તેને જ શ્રદ્ધે છે ને પછી તેને જ અનુચરે છે; તેમ મોક્ષાર્થી જીવે પ્રથમ તો
આત્માને જાણવો, પછી તેને જ શ્રદ્ધવો અને પછી તેનું જ અનુચરણ કરવું–આ
રીતે ચૈતન્યરાજાને રીઝવવાથી જ સાધ્યરૂપ શુદ્ધ આત્માની સિદ્ધિ થાય છે,
બીજી રીતે પ્રસિદ્ધિ થતી નથી.