: ૪ : આત્મધર્મ: ૨૦૧
જ્ઞાનસ્વભાવના અવલંબનનો મહિમા
(૧) પ્રશ્ન:– આત્માનું નિજપદ કયું છે?
ઉત્તર:– જ્ઞાન તે આત્માનું નિજપદ છે.
(૨) પ્રશ્ન:– હે ગુરુદેવ! પ્રાપ્ત કરવા યોગ્ય પદ કયું છે?
ઉત્તર:– આ જ્ઞાનસ્વરૂપ નિજપદ છે તે એક જ પ્રાપ્ત કરવા યોગ્ય પદ છે, બીજા બધા ભાવો તે
અપદ છે, અપદ છે.
(૩) પ્રશ્ન:– જ્ઞાન તે જ નિજપદ કેમ છે?
ઉત્તર:– કેમકે જ્ઞાન જ આત્માના તત્સ્વભાવપણે અનુભવાય છે તેથી તે જ આત્માનું નિજપદ
છે.
(૪) પ્રશ્ન:– રાગાદિ ભાવો તે અપદ કેમ છે?
ઉત્તર:– કેમકે તે રાગાદિભાવો આત્માના સ્વભાવપણે નથી અનુભવાતા, પણ આત્માના
સ્વભાવથી અતત્ પણે (–ભિન્નપણે) અનુભવાય છે, તેથી આત્માને માટે તે અપદ છે.
(પ) પ્રશ્ન:– તે રાગાદિ ભાવો કેવા છે?
ઉત્તર:– તે રાગાદિ ભાવો બધાય પોતે અસ્થાયી હોવાથી આત્માને રહેવાનું સ્થાન થઈ શકવા
યોગ્ય નથી.
(૬) પ્રશ્ન:– જ્ઞાનપદ કેવું છે.?
ઉત્તર:– જ્ઞાનસ્વભાવરૂપ નિજપદ છે તે પોતે સ્થિર હોવાથી આત્માને રહેવાનું સ્થાન થઈ
શકવા યોગ્ય છે.
(૭) પ્રશ્ન:– આ જાણીને શું કરવું?
ઉત્તર:– ‘રાગાદિ પરભાવો અપદ છે ને જ્ઞાનભાવ તે નિજપદ છે’–આમ જાણીને અપદભૂત
એવા પર ભાવોને છોડવા, ને નિજપદરૂપ એવા જ્ઞાનને એકને જ આસ્વાદવું.
(૮) પ્રશ્ન:– તે જ્ઞાનનો સ્વાદ કેવો છે?
ઉત્તર:– તે જ્ઞાન પરમાર્થરસપણે સ્વાદમાં આવે છે. જગતના કોઈ પણ વિષયમાં જે રસની ગંધ
પણ નથી એવો અતીન્દ્રિય આનંદરસ જ્ઞાનમાં ભરેલો છે, તેના અનુભવમાં આનંદરસનો સ્વાદ
આવે છે.
(૯) પ્રશ્ન:– આ જ્ઞાનસ્વરૂપ નિજપદ કેવું છે?
ઉત્તર:– જ્ઞાનસ્વરૂપ નિજપદ છે તે વિપત્તિઓનું અપદ છે, તેમાં કોઈ વિપત્તિ આવી શકતી
નથી.
(૧૦) પ્રશ્ન:– જ્ઞાનસ્વરૂપ નિજપદ પાસે બીજા પદો કેવા છે?
ઉત્તર:– જ્ઞાનસ્વરૂપ નિજપદ પાસે બીજા બધા પદો અપદ છે.
(૧૧) પ્રશ્ન:– આ આત્મા જ્યારે જ્ઞાનરસનો અનુભવ કરે છે ત્યારે તે શું કરે છે?
ઉત્તર:– જ્યારે આ આત્મા જ્ઞાયકભાવથી ભરેલા મહાસ્વાદને અનુભવે છે ત્યારે બીજા
વિરસનો (રાગાદિનો) સ્વાદ લેવાને અસમર્થ થાય છે, તથા જ્ઞાનના અદ્વિતીયસ્વાદના
અનુભવમાં લીન થયેલો તે આત્મા, જ્ઞાનના વિશેષોને ગૌણ કરીને સામાન્યમાત્ર જ્ઞાનને
અભ્યાસતો સકળ જ્ઞાનને