અષાડ: ૨૪૮૬ : પ :
એકપણામાં લાવે છે. અતીન્દ્રિય આનંદથી ભરેલા સ્વરૂપજ્ઞાનના રસીલા સ્વાદ આગળ બીજા
બધા રસ તેને ફીક્કા લાગે છે અને તે અનુભવ વખતે પોતે જ પોતાના જ્ઞેયરૂપે થાય છે.
(૧૨) પ્રશ્ન:– છદ્મસ્થને આવા જ્ઞાનરસનો સ્વાદ આવી શકે?
ઉત્તર:– હા, શુદ્ધનયદ્વારા છદ્મસ્થને પણ આવા જ્ઞાનરસનો સ્વાદ આવી શકે છે.
(૧૩) પ્રશ્ન:– મોક્ષનો ઉપાય શું છે?
ઉત્તર:– જ્ઞાનસ્વરૂપનો અનુભવ તે એક જ મોક્ષનો ઉપાય છે. આત્મા પોતે જ્ઞાનસ્વરૂપ પરમ
પદાર્થ છે; જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થસ્વરૂપ સાક્ષાત્ મોક્ષ–ઉપાય છે.
(૧૪) પ્રશ્ન:– જ્ઞાનમાં મતિજ્ઞાનાદિ અનેક ભેદો છે, છતાં તેને ‘એક પદ’ કેમ કહ્યું?
ઉત્તર:– કેમકે, જ્ઞાનમાં જે મતિજ્ઞાનાદિ અનેક ભેદો છે તેઓ આ એક જ્ઞાનપદને ભેદતા નથી
પરંતુ ઉલટા અભિનંદે છે. પર્યાયમાં મતિજ્ઞાનાદિના અનેક પ્રકારોને લીધે કાંઈ એક
જ્ઞાનસ્વભાવ ભેદાઈ જતો નથી, પરંતુ તે જ્ઞાનપર્યાયો અંતર્મુખ થતાં જ્ઞાનસ્વભાવ સાથે
અભેદ થઈને તેની એકતાને અભિનંદે છે.
(૧પ) પ્રશ્ન:– મોક્ષાર્થી જીવે શું કરવું?
ઉત્તર:– મોક્ષાર્થી જીવે, આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ આલંબન કરવું; તેનાથી મોક્ષ પમાય છે.
(૧૬) પ્રશ્ન:– અનેકાન્તમાર્ગનું ફળ શું છે?
ઉત્તર:– જ્ઞાનસ્વરૂપ નિજપદની પ્રાપ્તિ તે જ અનેકાન્તનું ફળ છે.
(૧૭) પ્રશ્ન:– શું કરવાથી નિજપદની પ્રાપ્તિ થાય છે?
ઉત્તર:– જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી જ નિજપદની પ્રાપ્તિ થાય છે.
(૧૮) પ્રશ્ન:– શું કરવાથી ભ્રાંતિનો નાશ થાય છે?
ઉત્તર:– જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી જ ભ્રાંતિનો નાશ થાય છે.
(૧૯) પ્રશ્ન:– શું કરવાથી આત્મલાભ થાય છે?
ઉત્તર:– જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી જ આત્માનો લાભ થાય છે.
(૨૦) પ્રશ્ન:– શું કરવાથી અનાત્માનો પરિહાર થાય છે?
ઉત્તર:– જ્ઞાનસ્વભાવના અવલંબનથી જ અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે.
(૨૧) પ્રશ્ન:– ‘અનાત્માનો પરિહાર’ એટલે શું?
ઉત્તર:– આત્માના સ્વભાવથી ભિન્ન એવા પરદ્રવ્યો ને પરભાવો તે અનાત્મા છે, તેનું પોતાથી
ભિન્નપણું સિદ્ધ થાય તે અનાત્માનો પરિહાર છે.
(૨૨) પ્રશ્ન: શું કરવાથી કર્મનું જોર તૂટી જાય છે?
ઉત્તર:– જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી જ કર્મનું જોર તૂટી પડે છે.
(૨૩) પ્રશ્ન:– શું કરવાથી રાગ–દ્વેષ–મોહ ઉત્પન્ન થતા નથી?
ઉત્તર:– જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી જ રાગ–દ્વેષ–મોહ ઉત્પન્ન થતા નથી.
(૨૪) પ્રશ્ન:– શું કરવાથી કર્મ ફરીને આસ્રવતું નથી?
ઉત્તર:– જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી જ કર્મનો આસ્રવ થતો નથી.
(૨પ) પ્રશ્ન:– શું કરવાથી કર્મ બંધાતું નથી?
ઉત્તર:– જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી જ કર્મ બંધાતું નથી.
(૨૬) પ્રશ્ન:– શું કરવાથી કર્મ નિર્જરી જાય છે?
ઉત્તર:– જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી કર્મ નિર્જરી જાય છે.
(૨૭) પ્રશ્ન:– શું કરવાથી સાક્ષાત્ મોક્ષ થાય છે?
ઉત્તર:– જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી જ સમસ્ત કર્મનો અભાવ થઈને મોક્ષ થાય છે.
(૨૮) પ્રશ્ન:– જ્ઞાનના અવલંબનનું શું માહાત્મ્ય છે?
ઉત્તર: આ બધું જ્ઞાનના અવલંબનનું જ માહાત્મ્ય છે કે જેનાથી નિજપદની પ્રાપ્તિ થાય છે,
ભ્રાંતિનો નાશ થાય છે, આત્માનો લાભ થાય છે, અના–