કારતક : ૨૪૮૭ : ૧૧ :
દક્ષિણ તીર્થધામોની ઉમંગભરી યાત્રા કરીને પાછા ફરતાં વચ્ચે
કલોલ મુકામે પૂ. ગુરુદેવ બે દિવસ પધાર્યા હતા...કલોલના જૈનસમાજે
ઉત્સાહપૂર્વક સ્વાગત કરીને ગુરુદેવના પ્રવચનોનો લાભ લીધો હતો. તે
પ્રવચનોનો સાર અહીં આપવામાં આવ્યો છે.
(વીર સં. ૨૪૮પ વૈશાખ સુખ છઠ્ઠ–સાતમ)
*
દેહથી ભિન્ન આત્મતત્ત્વ શું ચીજ છે તેની આ વાત છે. આ સમયસારની ૧૭–૧૮મી ગાથામાં
આચાર્યદેવે એમ કહ્યું કે ચૈતન્યની અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા છે, તે પોતે આ–બાળગોપાળ સૌને
સદાકાળ અનુભવમાં આવતો હોવા છતાં મૂઢ–અજ્ઞાની જીવો સ્વ–પરની એકત્વબુદ્ધિને લીધે, અનુભૂતિસ્વરૂપ
પોતાના આત્માને ઓળખતા નથી, એટલે ‘આ ચૈતન્યતત્ત્વપણે અનુભવાય છે તે જ હું છું’–એવું આત્મજ્ઞાન
તેને ઉદય થતું નથી; અને જાણ્યાવગરનું શ્રદ્ધાન તો મિથ્યા છે એટલે તેને શ્રદ્ધાન પણ થતું નથી; ને શ્રદ્ધાજ્ઞાન
વગર ઠરે શેમાં? એટલે આત્માનું ચારિત્ર પણ તેને સધાતું નથી.–આ રીતે શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર વગર
આત્માની સિદ્ધિ સધાતી નથી.
માટે હે મોક્ષાર્થી જીવો! સર્વ પ્રકારે ઉદ્યમપૂર્વક પ્રથમ તો તમે આત્માનું સ્વરૂપ જાણો, યથાર્થ સ્વરૂપ
જાણીને તેની શ્રદ્ધા કરો, અને પછી નિઃશંકપણે તેમાં લીન થાઓ.–આ રીતે શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રવડે આત્માની
સિદ્ધિ સધાય છે.
રાજાનું દ્રષ્ટાંત આપીને ચૈતન્યરાજાના શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર કરવાનું સમજાવ્યું છે. ‘राजते–शोभते इति
राजा’–બધાય તત્ત્વોમાં ચૈતન્યતત્ત્વ જ તેના અચિંત્યસ્વભાવથી શોભી રહ્યું છે, તેથી ચૈતન્યતત્ત્વ બધા
તત્ત્વોમાં રાજા છે. આવા ચૈતન્યરાજાને દેહથી ને રાગાદિથી ભિન્નસ્વરૂપે બરાબર ઓળખવો જોઈએ. ચૈતન્યને
ભૂલીને અનાદિકાળથી જીવ સંસાર પરિભ્રમણ કરી રહ્યો છે. હવે જેને થાક લાગ્યો હોય ને પરિભ્રમણથી છૂટવું
હોય– એવા મુમુક્ષુ જીવોને માટે આ વાત છે.
વીસમા કળશમાં આચાર્યદેવ કહે છે કે: અનંત (અવિનશ્વર) ચૈતન્ય જેનું ચિહ્ન છે એવી આ
આત્મજ્યોતિને અમે નિરંતર અનુભવીએ છીએ, કારણ કે તેના અનુભવ વિના અન્ય રીતે સાધ્ય આત્માની
સિદ્ધિ નથી. અહા! જુઓ તો ખરા! આચાર્યદેવ કહે છે કે આવા ચિદાનંદસ્વરૂપ આત્માના અનુભવથી જ
સાધ્ય આત્માની સિદ્ધિ થાય છે, તેથી અમે નિરંતર તેને જ અનુભવીએ છીએ; રાગાદિને એક ક્ષણ પણ અમે
અમારા સ્વરૂપપણે અનુભવતા નથી. અને જે બીજા