નિમિત્ત કે વ્યવહાર બધાયનું આલંબન ઊડાડી દીધું છે; ને નિમિત્તના આલંબનથી કે વ્યવહારના આલંબનથી
સાધ્યની સિદ્ધિ જરાપણ થતી નથી, એમ બતાવ્યું છે. પરનું અવલંબન તો દૂર રહો, રાગનું અવલંબન પણ દૂર
રહો, જ્યાં સુધી દર્શન–જ્ઞાન–ચારિત્રના ભેદનું અવલંબન રહે ને અભેદ ચૈતન્યને અનુભવમાં ન લ્યે ત્યાંસુધી
જીવને સાચી શાંતિ–સુખ–આનંદ કે ધર્મની સિદ્ધિ થતી નથી. દર્શન–જ્ઞાન–ચારિત્ર એવા ભેદ હોવા છતાં
ચૈતન્યતત્ત્વ પોતાના એકાકારસ્વરૂપથી ભેદાઈને ખંડખંડરૂપ થઈ જતું નથી. અહીં ‘આત્મજ્યોતિ’ માં શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્ર ત્રણે સમાવી દીધા છે. જેમ અગ્નિની જ્યોતમાં પાચક, પ્રકાશક અને દાહક એવા ત્રણે ગુણો
સમાયેલા છે તેમ ‘આત્મજ્યોત’ માં પણ આખા સ્વભાવને શ્રદ્ધામાં પચાવવાની પાચકશક્તિ, સ્વ–પરને
જાણવારૂપ પ્રકાશકશક્તિ અને વિભાવોને ભસ્મ કરી નાંખવાની દાહક શક્તિ છે. આવી આત્મજ્યોતને
શ્રદ્ધામાં–જ્ઞાનમાં લઈને તેમાં ઠરવું તે ધર્મ છે. આચાર્યદેવે બીજા જીવોની વાત ન કરતાં પોતાની જ વાત કરી
કે અમે સતતપણે આ આત્મજ્યોતિને અનુભવીએ છીએ. એટલે બીજા જે મોક્ષાર્થી જીવો અમારી જેમ
આત્માની સિદ્ધિ પ્રાપ્ત કરવા ચાહતા હોય તેઓ પણ આવી આત્મજ્યોતિનો અનુભવ કરો–એમ તેમાં ગર્ભિત
ઉપદેશ આવી જ ગયો, કેમકે, આ એક જ રીતે સાધ્ય આત્માની સિદ્ધિ છે ને બીજી કોઈ રીતે સાધ્ય આત્માની
સિદ્ધિ નથી.
પોતાના સ્વભાવના જ અનુભવથી થાય છે, કોઈ બહારના પદાર્થોના અનુભવથી શાંતી થતી નથી માટે હે
જીવ! તારી શાંતિ તારામાં જ ઢૂંઢ! કસ્તુરીમૃગ જેવા પશુની જેમ બહારમાં તારી શાંતિ ન ઢૂંઢ. તારી પ્રભુતા
તારામાં છે પણ તેને ભૂલીને પામરપણે તું બહાર ભટકી રહ્યો છે. સ્વભાવે પ્રભુ હોવા છતાં પર્યાયમાં પામર
થઈ રહ્યો છે. શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે પ્રભુમાં પણ અપલક્ષણનો પાર નથી.– તે કયા પ્રભુની વાત? જેઓ
કેવળજ્ઞાન પામીને પરમાત્મા થઈ ગયા એમની એ વાત નથી, પણ સ્વભાવની પ્રભુતાને ભૂલીને જેઓ પામર
થઈ રહ્યા છે ને રાગ–દ્વેષ–મોહરૂપ અપલક્ષણમાં એટલે કે વિભાવમાં વર્તી રહ્યા છે તેની આ વાત છે. પ્રભુ
હોવા છતાં અપલક્ષણનો પાર નથી–એમ કહીને સ્વભાવની પ્રભુતા બતાવીને પર્યાયની પામરતા પણ બતાવી.
બંનેનું જ્ઞાન કરી, પ્રભુતાના જોરે પામરતા ટાળવી તે પ્રયોજન છે.
પામરતા સમજે છે. ચૈતન્યની પરમ પ્રભુતા પાસે રાગ તો તેને અત્યંત તુચ્છ ભાસે છે, તે રાગવડે પોતાની
પ્રભુતા ધર્મી કેમ માને?–ન જ માને. જે જીવ રાગને પ્રભુતા (મોટાઈ, મહિમા) આપે છે તે ચૈતન્યની
પ્રભુતાને ભૂલે છે, એટલે પર્યાયમાં પામર થઈને સંસારમાં પરિભ્રમણ કરે છે. અને જે જીવ રાગથી પાર
ચૈતન્યની પ્રભુતાને ઓળખે છે તે પર્યાયમાં પણ પ્રભુતા પ્રગટ કરી સંસારથી છૂટી સિદ્ધ પદને પામે છે.
આત્મજ્યોતિને જ અનુભવીએ છીએ...ક્્યાં સુધી?–સાદિ અનંત કાળ સુધી આ આત્મજ્યોતિના આનંદને
અનુભવ્યા કરશું..તેમાં જ મગ્ન રહેશું. જુઓ, આ ધર્મની રીત! આ મોક્ષનો રાહ! આવા અનુભવ સિવાય
બીજી કોઈ ધર્મની રીત નથી, કે બીજો કોઈ મોક્ષનો રાહ નથી.