: ૧૪ : આત્મધર્મ : ૨૦પ
તારા અજાણ્યા ચૈતન્યના પંથ...સંતો તને દેખાડે છે. તારા માનેલા પંથે તો તું અનાદિનો ચાલ્યો પણ તારા
હાથમાં કાંઈ ન આવ્યું, માટે હવે તારી વાત એક કોર મુકીને એકવાર આ વાત લક્ષમાં લે. જ્ઞાનને અંતર્મુખ
કરીને સ્વસંવેદન કર્યા સિવાય આત્માને પકડવાની (અનુભવવાની) બીજી કોઈ વિધિ છે જ નહીં. જેમ પ્રકાશ
કરવો તે જ અંધકારને દૂર કરવાની વિધિ છે તેમ સ્વસંવેદનથી ચૈતન્યપ્રકાશ કરવો તે જ મિથ્યાત્વાદિ
અંધકારને ટાળવાની વિધિ છે. ‘અનુભવીને એટલું કે આનંદમાં રહેવું’–કઈ રીતે આનંદમાં રહેવાય? કે
આનંદસ્વરૂપ મારો આત્મા જ છે, એ સિવાય જગતમાં બીજે ક્્યાંય મારો આનંદ નથી–એવી અંતર્મુખ શ્રદ્ધા–
જ્ઞાન કરીને આત્મામાં ઠરતાં આનંદ અનુભવાય છે, એ જ આનંદમાં રહેવાની રીત છે. જેને હજી આત્માનું
ભાન પણ ન હોય, અનુભવ પણ ન હોય અને કહે કે આનંદમાં રહેવું,–તો તેને હજી આનંદ શું ચીજ છે તેની
ગંધ પણ નથી, તે પોતાની મિથ્યાકલ્પનાથી આનંદ ભલે માને,–જેમ ગાંડો પોતાને સુખી માને તેમ,–પરંતુ
વાસ્તવિક આનંદ કે સુખ તેને નથી. જે વસ્તુમાં આનંદ ભર્યો છે તેના અનુભવ વગર આનંદનું વેદન હોય
નહિ; અને જ્ઞાન વગર અનુભવ હોય નહિ. અરે, આત્મા! તારો આનંદ તારામાં ભરેલો જ છે પરંતુ તારા
આનંદને અનુભવવાની વાસ્તવિક રીતનો રસ્તો તેં કદી લીધો નથી, ઊંધા જ રસ્તા લીધા છે. તેથી શ્રીમદ્
રાજચંદ્ર કહે છે કે–
વહ સાધન બાર અનંત કિયો,
તદપિ કછુ હાથ હજુ ન પર્યો;
અબ કયોં ન વિચારત હૈ મનસેં,
કછુ ઔર રહા ઉન સાધનસેં!
અરે જીવ! તું વિચાર તો કર કે બીજા બધા સાધન કરવા છતાં કેમ કાંઈ હાથમાં ન આવ્યું? તે બધાથી
જુદી જાતનું એવું કયું સાધન બાકી રહી ગયું–કે જેના વિના મુક્તિ ન થઈ, ને સંસારભ્રમણ જ રહ્યું! તે સાધન
અહીં આચાર્યદેવ ઓળખાવે છે...અને જગાડીને કહે છે કે અરે જીવ! તારા ચૈતન્યતત્ત્વનો અનુભવ તે જ તારાં
મુક્તિનું સાધન છે...એના અનુભવ વગર જ તું રખડી રહ્યો છે. ‘અપને કો આપ ભૂલ કે હૈરાન હો ગયા.’
વસ્તુ પોતામાં–પોતે, અને બહાર ગોતે એ ક્્યાંથી મળે? અને એની અશાંતિ ક્્યાંથી ટળે? પોતાની વસ્તુને
બહારમાં માનીને તેની પ્રાપ્તિ માટે જેટલા સાધન કરે તેમાંથી એક પણ સાધન ક્યાંથી સાચું હોય? જ્યાં હોય
ત્યાં શોધે અને પ્રયત્ન કરે તો જરૂર મળે. મારી વસ્તુ મારામાં જ છે–એમ સમજીને અંતરમાં જ શોધ.
“તે જિજ્ઞાસુ જીવને...થાયે સદ્ગુરુબોધ,
તો પામે સમકિત તે...વર્તે અંર્તશોધ.”
(શ્રીમદ્ રાજચંદ્ર)
આત્મામાં અંર્તશોધન કરવું એટલે શ્રદ્ધાને જ્ઞાનને ચારિત્રને આત્માની સન્મુખ કરવા તે જ
સમ્યગ્દર્શનાદિનો ઉપાય છે, તે મોક્ષમાર્ગ છે, બીજો મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગ એક જ છે, મોક્ષમાર્ગ બે નથી,
પરંતુ બે પ્રકારે (નિશ્ચયથી ને વ્યવહારથી) તેનું કથન છે. અંતરના અનુભવથી આત્મજ્યોતિ નિર્મળપણે ઉદય
પામે તેનું નામ મોક્ષમાર્ગ. આત્મા પોતે પોતાના સ્વભાવથી નિર્મળજ્યોતપણે ઉછળ્યો ત્યાં તેને કોઈ રોકી શકે
નહિ; જેમ દરિયો પોતાના મધ્યબિંદુથી ઊછળીને તેમાં ભરતી આવી તેને સૂર્યનો પ્રખર તાપ પણ રોકી શકે
નહિ, તેમ ચૈતન્યઆત્મા અંતરમાંથી પોતે નિર્મળ પર્યાયરૂપે ઊછળ્યો ત્યાં તેની પર્યાયની ભરતીને જગતની
કોઈ પ્રતિકૂળતા રોકી શકે નહીં. અને, જેમ બહારની નદીઓના પાણીવડે દરિયામાં ભરતી લાવી શકાતી નથી,
તેમ પાંચ ઈન્દ્રિયોરૂપી નદીના પ્રવાહવડે ચૈતન્યમાં જ્ઞાનની ભરતી લાવી શકાતી નથી. આત્મા પોતે સ્વયંસિદ્ધ
શક્તિવાળો છે, સ્વયમેવ છ કારકરૂપ થઈને સમ્યગ્દર્શનરૂપે કે કેવળજ્ઞાનરૂપે ક્ષણમાત્રમાં પરિણમી જાય–એવી
અચિંત્યશક્તિ તેનામાં છે. આવી શક્તિ બતાવીને આચાર્યદેવ કહે છે કે ભાઈ, તું પોતે પરમેશ્વર થવાને લાયક
છો. જેમ રાજપુત્ર રાજા થવાને લાયક છે તેમ આત્મા જ સિદ્ધપદનું રાજ લેવાને લાયક છે. અહા! તારા
સિદ્ધપદની વાત સાંભળીને પ્રમોદ કર. જેમ કોઈને મોટું રાજ્ય મળે ને પ્રમોદિત