ATMADHARMA REGD. No. B. 4787
પાવાપુરી સિદ્ધિધામમાં જલમંદિરની યાત્રા કરીને પૂ. ગુરુદેવ પધારી રહ્યા છે.
ત્રણ પ્રશ્નો
(૧) સમયસારની એવી બે ગાથાઓ શોધી કાઢો...કે જે
સમયસારમાં જ ફરીને બીજી વખત આવતી હોય.
(૨) એક ભગવાન એવા, કે ભારે જોવા જેવા!
– એનો પહેલો અક્ષર બધા બાળકોને બહુ જ વહાલો છે.
છેલ્લા ત્રણ અક્ષરમાં એક નગરી સમાઈ જાય છે.
–ઈ કોણ?
(૩) વૈભવ છે અપાર, પણ ખાતા નથી લગાર...
છતાંય લોભી નથી............. – ઈ કોણ?
(જવાબો આવતા અંકમાં)
ઉપરના ત્રણ પ્રશ્નોના જવાબ કારતક સુદ પુનમ સુધીમાં,
પોસ્ટકાર્ડમાં લખી મોકલવા. જેના બધા જવાબ સાચા હશે તેનું
નામ આત્મધર્મમાં પ્રસિદ્ધ થશે.
સરનામું : “આત્મધર્મ–બાલવિભાગ”
જૈન સ્વાધ્યાય મંદિર, સોનગઢ (સૈારાષ્ટ્ર)
નૌકા મોક્ષપુરીમાં જાય
આવો બાળકો તમામ,
કરો એક સુંદર કામ;
ભવસાગર કરવાને પાર,
બેસો નૌકા મંઝાર.
નૌકાના સુકાની કાન,
કરાવે આત્માનું ભાન;
ભાન કરતાં આનંદ થાય,
નૌકા મોક્ષપુરીમાં જાય.
(બધા બાળકો એક સાથે ગાવાથી
વિશેષ આનંદ આવશે)
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને પ્રકાશક : હરિલાલ દેવચંદ શેઠ : આનંદ પ્રિ. પ્રેસ– ભાવનગર.