બાલ વિભાગ
ધર્મપ્રેમી બાલબંધુઓ !
તમારા માટે એક નવીન ભેટ લઈને આ બાલ–વિભાગ ફરી શરૂ થાય છે. આ
સુંદર ભેદ તમને જરૂર ગમશે...પણ તે મેળવવા માટે તમારે થોડીક મહેનત કરવી પડશે.
જુઓ, આ સાથેના કાગળમાં એક ચિત્ર છે, તેમાં નાનાંં નાનાં ખાનાં છે.
તેમાંથી જે ખાનામાં ટપકું કર્યું છે તે ખાનામાં લાલ રંગ પૂરો... એટલે જગતની એક
સૌથી સુંદર વસ્તુ તમને પ્રાપ્ત થશે. રંગ પૂરવામાં ધ્યાન રાખજો. ટપકા વગરનું જે
ખાનું હોય તેમાં લાલ રંગ પુરશો નહીં.
રંગ પુરવા માંડો... ને તમારી ભેટ મેળવો...
ભેટ તમને કેવી ગમી ? – તે જણાવશોને!
– જય જિનેન્દ્ર.
રાજેશ અને ભરત બે મિત્રો હતા... બરાબર દિવાળીને દિવસે રાજેશ દોડંદોડ ભરત પાસે જતો હતો...
તેના હાથમાં દીવાળીનું “આત્મધર્મ” હતું. ત્યાં રસ્તામાં જ તેનેત્ર ભરત મળી ગયો... અને નૂતનવર્ષાભિનંદન
કરવા લાગ્યો. પણ તેની વાત ઉપર લક્ષ આપ્યા વગર રાજેશે ઉતાવળથી કહ્યું: અરે ભરત, ભરત! આ વખતે
તો ‘આત્મધર્મ’ માં “બાલ વિભાગ” આવ્યો છે?
ભરત : એમ! મને બતાવ તો!
રાજેશ : હા, જો. અને વળી તેમાં કંઈક અટપટું ચિત્ર છે. અને લખે છે કે તેમાં એક સુંદર ભેટ
છૂપાયેલી છે.
ભરત : એમ! આ કરોળિયાની જાળ જેવા ચિત્રમાં વળી ભેટ?
રાજેશ : હા; પણ તે ભેટ મેળવવા આપણે આપણે એમાં રંગ પૂરવાનો છે. ચાલ આપણે અત્યારે જ
રંગ પૂરીએ
ભરત : પણ રાજેશ! અમારે તો હજી આત્મધર્મ નથી આવ્યું. – હું શેમાં રંગ પુરુ?
રાજેશ : એમ કેમ? આત્મધર્મ અમારે તો આવી ગયું, ને તમારે હજી કેમ નથી આવ્યું?
ભરવ : અમે હજી તેનું લવાજમ નથી ભર્યું.
રાજેશ : તો શું તમે ગ્રાહક નથી થવાના?
ભરત : અરે, એમ તે કદી બને? અમે ગ્રાહક તો થવાના જ છીએ.
રાજેશ : તો હજી લવાજમ કેમ નથી મોકલ્્યું?
ભરત : આળસ! મારા બાપુજી કહેતા હતા કે વી. પી. આવશે એટલે ચાર રૂપિયા ને ૭૭ નવા પૈસા
ભરીને છોડાવી લેશુ.
રાજેશ : પણ ભરત! તુંંં વિચાર તો કર કે વી. પી. તો કોણ જાણે ક્યારેય આવશે? વળી તેમાં ૭૭
પૈસાનું ખર્ચ પણ વધારે આવશે. અને બાલ વિભાગમાં તું રંગ ક્યારે પૂરીશ?
ભરત : તો શું કરું?
રાજેશ : અત્યારે ને અત્યારે તારા બાપુજી પાસે જા, અને તેમની પાસેથી ચાર રૂા. લઈને મનીઓર્ડર
કરી નાંખ, એટલે બેત્રણ દિવસમાં જ ‘આત્મધર્મ’ આવી જશે... અને વળી ૭૭ પૈસાનો ફાયદો થશે તે
નફામાં. આપણે ભણેલા થઈને આવો હિસાબ ભૂલીએ?
ભરત : હું હમણાં જ જઈને આ કામ કરું છુંં ધર્મનાં કામમાં વળી ઢીલ શી!
–આમ કહીને ભરત દોડતો ઘર તરફ ગયો. પાછળથી રાજેશે સાદ પાડીને કહ્યું : જોજે હો... ઉતાવળમાં
ને ઉતાવળમાં ગ્રાહક નંબર લખવાનું ભૂલી ન જતો; નહિતર વળી એકાદ દિવસનું મોડું થશે. ભરતે એ
સાંભળ્યું હશે કે નહીં,–કોણ જાણે?
બાલબંધુઓ! તમારે માટે “બાપ તેવા બેટા” નામની એક ટચુકડી વાર્તા છાપવા માટે મોકલી હતી,
પણ જગ્યાના અભાવે આ અંકમાં છાપી શકાણી નથી. પાછળના પાને એક કવિતા અને ત્રણ પ્રશ્નો
આપ્યા છે, તે તમને જરૂર ગમશે.