Atmadharma magazine - Ank 206
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 21

background image
: ૪ : આત્મધર્મ : ર૦૬
– પરમ શાંતિ દાતારી –
અધ્યત્મ ભવન
ભગવાન શ્રી પૂજ્યપાદસ્વામીરચિત ‘સમાધિ શતક’ ઉપર પૂ. ગુરુદેવના
અધ્યાત્મ ભાવના ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર
*
(આત્મધર્મની ચાલુ લેખમાળા)
*
વર સ. ૨૪૮૨ અસડ સદ ત્રજ
ભેદજ્ઞાન અંતરાત્માને પોતાના ચૈતન્યસ્વરૂપ આત્મામાં જ “આ હું” એવી આત્મબુદ્ધિ છે, એ સિવાય
બાહ્યમાં દ્રશ્યમાન એવા દેહાદિ કોઈ પણ પદાર્થોમાં તેને આત્મબુદ્ધિ થતી નથી, એમ ૪૪ મી ગાથામાં કહ્યું.
ધર્માત્માએ દેહથી ભિન્ન, શબ્દથી પાર અને વિકલ્પથી પણ અગોચર એવા આત્મતત્ત્વને સ્વસંવેદનથી જાણ્યું
છે. અને તેની ભાવના પણ કરે છે છતાં હજી અસ્થિરતાને લીધે તેને રાગ–દ્વેષ પણ થતાં દેખાય છે. તેથી જિજ્ઞાસુ
શિષ્યને સમજવા માટે પ્રશ્ન ઊઠે છે કે હે સ્વામી! દેહથી ભિન્ન આત્માને જાણ્યો હોવા છતાં અને તેને ભાવતાં હોવા
છતાં ધર્માત્માને પણ ફરીફરીને આ રાગદ્વેષ કેમ થાય છે?–રાગદ્વેષ રહિત સમાધિ તરત કેમ થતી નથી? દેહાદિથી
જુદાપણું જાણ્યા છતાં તેમાં રાગદ્વેષ કેમ થાય છે? (એક તો આ અપેક્ષાનો પ્રશ્ન છે.) બીજી અપેક્ષા એમ પણ છે કે
આત્મા દેહથી ભિન્ન છે–એમ જાણ્યા છતાં અને તેની ભાવના કરવા છતાં જીવને ફરીને પણ ભ્રાંતિ કેમ થાય છે?
એટલે કે ફરીને પણ તે અજ્ઞાની કેમ થઈ જાય છે?–એના ઉત્તરમાં આચાર્યદેવ કહે છે કે :–
जानन्नप्यात्मनस्तत्त्वं विविक्तं भावयन्नपि
पूर्वविभ्रमसंस्काराद्भ्रांतिं भूयोऽपि गच्छति ।। ४५।।
દેહથી ભિન્ન આત્મતત્ત્વને જાણવા છતાં, અને ભાવવા છતાં ફરીને પણ જે ભ્રાંતિ થઈ જાય છે અથવા
રાગદ્વેષ થાય છે તે પૂર્વના વિભ્રમના સંસ્કારને લીધે છે. દેહથી ભિન્નતા જાણ્યા પછી રાગ–દ્વેષ રહિત સમાધિ
થવાને બદલે હજી પણ રાગ દ્વેષ થાય છે તેનું કારણ અનાદિથી ચાલી આવતી રાગ–દ્વેષની પરંપરા હજી
સર્વથા તૂટી નથી, તેથી તેના સંસ્કાર ચાલુ છે. તેથી તેને તે અસ્થિરતારૂપી ભ્રાંતિ છે; અથવા કોઈ જીવને
એકવાર ભેદજ્ઞાન થયા પછી પાછું અજ્ઞાન અને ભ્રાંતિ થઈ જાય છે તો તે જીવ વર્તમાનમાં ચૈતન્યભાવનાના
સંસ્કાર ભૂલીને પૂર્વના વિભ્રમના સંસ્કાર ફરીને તાજા કરે છે તે કારણે તેને ભ્રાંતિ થાય છે–એમ સમજવું. આ
રીતે ફરીને જે જીવ ભ્રાંતિ કરે છે