માગશર : ર૪૮૭ : પ :
તે જીવ બહિરાત્મા થઈ જાય છે. માટે અંતરાત્માને સાવધાન કરે છે કે હે અંતરાત્મા! દેહથી ભિન્ન
ચૈતન્યતત્ત્વને જાણીને તેં જે અપૂર્વ દશા પ્રગટ કરી છે તેમાં ભેદજ્ઞાનની એવી દ્રઢ ભાવના રાખજે કે પૂર્વની
ભ્રાંતિના સંસ્કાર ફરીને જાગે નહીં.
અથવા, આ ‘સમાધિ’ ના ઉપદેશનું શાસ્ત્ર હોવાથી સમાધિની અપેક્ષાએ લઈએ તો ભેદજ્ઞાન પછી
પણ જેટલા રાગ–દ્વેષ થાય છે તેટલી અસમાધિ છે. ભેદજ્ઞાની–અંતરાત્મા થયા પછી પણ આ અસમાધિ કેમ?
તો કહે છે કે રાગદ્વેષના અનાદિના સંસ્કાર હજી ચાલ્યા આવે છે તેથી તે રાગદ્વેષ થાય છે. સ્ત્રી–પુત્ર–બંધુ
વગેરેના વિયોગથી ધર્મીનેય શોક થઈ આવે, રૂદન પણ આવી જાય; તેમ જ બંધુ–લક્ષ્મી–સ્ત્રી વગેરેના
સંયોગથી ધર્મીને પણ હર્ષપરિણામ થઈ આવે–કેમકે હજી વીતરાગીસમાધિ થઈ નથી ત્યાં, ભેદજ્ઞાન હોવા છતાં
એવા હર્ષ–શોકના પરિણામ વર્તે છે, એટલે જ્ઞાનચેતના સાથે તેને તેટલી કર્મચેતના પણ છે. તેને શ્રદ્ધા–
જ્ઞાનમાં ભ્રાંતિ નથી પરંતુ અસ્થિરતા અપેક્ષાએ ભ્રાંતિ કહેવાય. જેને શ્રદ્ધાજ્ઞાનમાં પણ ભ્રાંતિ થઈ જાય તે તો
બહિરાત્મા છે. ભેદજ્ઞાનની ભૂમિકામાં પણ જેટલા રાગ–દ્વેષ થાય તેટલી અસમાધિ છે, તે રાગ–દ્વેષ ટાળીને
વીતરાગપણે સ્વરૂપમાં ઠરે ત્યારે જ પૂર્ણ સમાધિ અને શાંતિ થાય છે. આવી સમાધિ પ્રાપ્ત કરવા માટે
ધર્મીજીવ કેવા ચિંતવન વડે તે રાગ–દ્વેષ ટાળીને મધ્યસ્થ થાય છે–તે હવેની ગાથામાં કહે છે.
[વીર સં. ૨૪૮ર અષાડ સુદ ચોથ : સમાધિશતક ગા. ૪૬]
अचेतनमिदं द्रश्यमद्रश्यं चेतनं ततः ।
क्व रुष्यामि क्व तुष्यामि मध्यस्थोऽहं भवाम्यतः ।। ४६।।
આ જે શરીરાદિ દ્રશ્ય પદાર્થો છે તે તો અચેતન છે, તેને તો કાંઈ ખબર નથી કે કોણ અમારા ઉપર
રાગ કરે છે કે કોણ દ્વેષ કરે છે? અને રાગ–દ્વેષાદિને જાણનાર જે ચેતનતત્ત્વ છે તે તો ઈન્દ્રિયોથી અગ્રાહ્ય–
અદ્રશ્ય છે; તો હું કોના ઉપર રાગ–દ્વેષ કરું? માટે બાહ્ય પદાર્થોથી ઉદાસીન થઈને હું મધ્યસ્થ થાઉં છું.–આમ
ધર્મી વિચારે છે, ને પોતાની પરિણતિમાં સમાધિ રાખે છે.
આ શરીર રૂપાળું, કે આ શરીર કાળું–એવી બુદ્ધિથી રાગ કે દ્વેષ કરું ત્યાં શરીર તો બિચારું કાંઈ જાણતું
નથી. આ શરીર જ હું નથી, શરીર તો અચેતન છે. અચેતન ઉપર રાગદ્વેષ કરવાથી શું? એટલે શરીર અને
આત્માને ભિન્ન ભિન્ન દેખનાર જ્ઞાનીને રાગ–દ્વેષનો અભિપ્રાય રહેતો નથી સુંદર સ્ત્રીને દેખે ત્યાં ‘આ સ્ત્રી
સુંદર છે’ એમ માનીને અજ્ઞાની રાગ કરે છે. જ્ઞાની તો આત્મા અને શરીરને ભિન્ન ભિન્ન દેખે છે કે આ જે
રૂપાળું શરીર દેખાય છે તે તો અચેતન પરમાણુનું ઢીંગલું છે, તેને તો ખબર પણ નથી કે કોણ તેના ઉપર
પ્રીતિ કરે છે! અને અંદર સ્ત્રીના શરીરમાં જે આત્મા રહેલો છે તે તો મને આંખથી દેખાતો નથી, તો દેખ્યા
વગર તેના ઉપર રાગ શું? માટે મારા રાગ–દ્વેષનો કોઈ વિષય નથી; હું તો જ્ઞાતા રહીને ઉદાસીન–મધ્યસ્થ
થાઉં છું. પર પ્રત્યે મધ્યસ્થ રહીને હું મારા સ્વતત્ત્વને જ વિષય કરું છું. આત્મા જ મારો ધ્યેય છે...તેને જ
જ્ઞાનનો વિષય બનાવીને હું મધ્યસ્થ થાઉં છું. આ મધ્યસ્થતા તે જ સમાધિ છે. સમકિતીને જ આવી સમાધિ
થાય છે. જેના જ્ઞાનનો વિષય સ્વ–તત્ત્વ નથી તેને પરપ્રત્યેના રાગ–દ્વેષનો મિથ્યા અભિપ્રાય વર્તે છે, એટલે
તેને અસમાધિ જ થાય છે.
ધર્મીને અલ્પ રાગદ્વેષ થાય છતાં જ્ઞાનનો વિષય (જ્ઞાનનું ધ્યેય) પલટી ગયેલ છે. જ્ઞાન–આનંદરૂપ
આત્મા જ મારો સ્વવિષય છે. જ્યાં રાગ–દ્વેષ થાય ત્યાં અંતરના ચૈતન્ય વિષયને વારંવાર સ્પર્શીને જ્ઞાની
રાગદ્વેષને ટાળે છે. અજ્ઞાની બાહ્ય વિષયો પ્રત્યે જ રોષ–તોષ કરે છે, તેનું ધ્યેય જ બહારમાં ગયું છે. જ્ઞાનીએ
અંતરના ચૈતન્યસ્વભાવને જ ધ્યેય બનાવ્યું છે.
હું તો જ્ઞાનમૂર્તિ જ્ઞાયક છું...જગતના પદાર્થો સૌ સૌના પરિણમન પ્રવાહમાં ચાલ્યા જાય છે...જેમ નદીમાં
પાણીનું પૂર આવે ત્યાં પાણીનો પ્રવાહ તો ચાલ્યો જ જાય છે...કોઈ અજ્ઞાની કાંઠે ઊભો ઊભો એમ માને કે
“આ મારું પાણી આવ્યું..ને ચાલ્યું જાય છે!! અરે! મારું પાણી ચાલ્યું જાય છે!!” તો તે દુઃખી થાય. અથવા
એમ માને કે પાણીના પ્રવાહમાં હું તણાઈ જાઉં છું–તો તે દુઃખી જ થાય. પણ કાંઠે ઊભો ઊભો મધ્યસ્થપણે
જોયા કરે તો તેને કાંઈ દુઃખ ન થાય. તેમ જગતના પદાર્થોનો પરિણમન પ્રવાહ ચાલ્યો જાય છે; તેનો
મધ્યસ્થપણે જ્ઞાતા