Atmadharma magazine - Ank 206
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 21

background image
: : આત્મધર્મ : ૨૦૬
રહેવાને બદલે જે અજ્ઞાની જીવ એમ માને છે કે હું આ પદાર્થોને પરિણમાવું છું, અથવા આ મારાં પદાર્થો છે,–
તે જીવ મોહથી દુઃખી થાય છે. અથવા જે જીવ મધ્યસ્થ–વીતરાગી જ્ઞાતા ન રહેતાં તે પરિણમન પ્રવાહમાં
રાગ–દ્વેષ કરીને તણાય છે તેને પણ રાગદ્વેષથી અસમાધિ અને દુઃખ થાય છે. પોતાના ચિદાનંદસ્વભાવમાં
એકાગ્રતા કરીને બાહ્યપદાર્થો પ્રત્યે ઉદાસીન થઈ જતાં રાગદ્વેષ થતા નથી. ને વીતરાગ સમાધિરૂપ આનંદ
અનુભવાય છે; માટે ધર્માત્માએ તેનું જ અવલંબન લેવું જોઈએ.
।। ૪૬।।
હવે મૂઢ જીવોના ત્યાગ–ગ્રહણનો વિષય શું છે અને ધર્માત્માના ત્યાગ–ગ્રહણનો વિષય શું છે, તે
દર્શાવે છે–
त्यागादाने बहिर्मूढः करोत्यध्यात्ममात्मवित् ।
नान्तर्बहिरूपादानं न त्यागो निष्ठितात्मनः ।। ४७।।
અજ્ઞાનીનો વિષય જ બાહ્ય છે એટલે બાહ્ય પદાર્થોમાં જ તે ગ્રહણ–ત્યાગની બુદ્ધિ કરે છે, આ બાહ્ય
પદાર્થો ઈષ્ટ છે માટે તેને ગ્રહણ કરું, ને આ બાહ્ય પદાર્થો અનીષ્ટ છે માટે તેને છોડું,–આ રીતે બાહ્ય પદાર્થોમાં બે
ભાગ પાડીને તેને ગ્રહણ–ત્યાગ કરવા માંગે છે, તેમાં એકલો રાગદ્વેષનો જ અભિપ્રાય છે એટલે તેને અસમાધિ
જ છે. જ્ઞાનીનો વિષય અંતરમાં પોતાનો આત્મા જ છે; સમસ્ત બાહ્ય પદાર્થોને તે પોતાથી ભિન્ન જ જાણે છે
એટલે કોઈ બાહ્ય પદાર્થોને હું ગ્રહું કે છોડું–એવું તેને રહ્યું નથી. પરપદાર્થ મારો છે નહિ તો હું તેને કેમ ગ્રહું? અને
પરપદાર્થ મારામાં છે નહિ તો હું તેને કેમ છોડું? માટે બાહ્યમાં મારે કાંઈ ગ્રહણ–ત્યાગયોગ્ય નથી. અંતરાત્મા
પોતાના શુદ્ધઆત્માને ગ્રહણ કરીને (એટલે કે તેનામાં શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રથી એકાગ્ર થઈને) રાગાદિ પરભાવોને
છોડે છે. આ રીતે અંતરમાં જ તેને ગ્રહણ ત્યાગ છે. આ રીતે જ્ઞાનીની દ્રષ્ટિનો વિષય જ પલટી ગયો છે.
બાહ્ય વિષય બદલીને અંતરનો ચૈતન્ય વિષય જેની દ્રષ્ટિમાં નથી આવ્યો તેને બાહ્ય પદાર્થો પ્રત્યે દ્વેષ
અભિપ્રાયથી ત્યાગની ભાવના વર્તે છે. તે રાગ અભિપ્રાયથી તેને ગ્રહવાની ભાવના વર્તે છે. ચૈતન્યના ગ્રહણ
વગર પર ઉપરના રાગદ્વેષની બુદ્ધિ અજ્ઞાનીને છૂટતી જ નથી. એટલે તેનો ત્યાગ દ્વેષભાવપૂર્વક જ થાય છે;
વીતરાગ ભાવ તેને નથી કેમકે વીતરાગભાવ ચૈતન્યના અવલંબન વગર થાય નહિ, ને ચૈતન્યવિષય તો
અજ્ઞાનીની દ્રષ્ટિમાં આવ્યો જ નથી. જ્યાં અંર્તસ્વભાવને વિષયરૂપ કરીને જ્ઞાનમાં લીધો (જ્ઞાનસ્વભાવને જ
ગ્રહણ કર્યો) ત્યાં બાહ્યવિષયોનું ગ્રહણ જ ન રહ્યું એટલે બાહ્યવિષયો પ્રત્યે રાગદ્વેષ ન રહ્યા, રાગદ્વેષનો ત્યાગ
થઈને સમાધિ જ થઈ. આ રીતે સ્વવિષયનું ગ્રહણ તે જ સમાધિનો ઉપાય છે. જેને દ્રષ્ટિનો વિષય પલટ્યો
નથી (–પર વિષય છૂટીને સ્વવિષય જેને દ્રષ્ટિમાં આવ્યો નથી) તેને કોઈ રીતે સમાધિ થતી નથી; અને
સમાધિ વગરનો ત્યાગ તે દ્વેષભરેલો ત્યાગ છે, કેમકે તેના અભિપ્રાયમાં આત્મશાંતિ નથી પણ બળતરા જ છે.
ચૈતન્યસ્વભાવનું અવલંબન લીધા વગર, બાહ્યમાં ત્યાગ કરવા જાય છે તે તો દ્વેષગર્ભિત છે. જ્ઞાનીને
અંતરમાં ચૈતન્યસ્વભાવના અવલંબને વીતરાગી શાંતિ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ રાગદ્વેષ છૂટતા જાય
છે, અજ્ઞાની ચૈતન્યની શાંતિમાં આવ્યો નથી રાગદ્વેષ છૂટયા નથી ને બાહ્ય વિષયો છોડવા માંગે છે તેથી તેનો
ત્યાગ તો દ્વેષ–અભિપ્રાયથી ભરેલો છે. સ્વ–વિષયના અવલંબન વગરનો ત્યાગ સાચો હોય જ નહિ.
* * * * *
* જ્ઞાનીનું હૃદય અને ભવસાગરની નૌકા *
પ્રશ્ન :– જ્ઞાનીના હૃદયકમળમાં શું છે?
ઉત્તર :– જ્ઞાનીના હૃદયકમળમાં પરમાત્મતત્ત્વ બિરાજે છે.
પ્રશ્ન :– તે પરમાત્મતત્ત્વ કેવું છે?
ઉત્તર :– તે પરમાત્મતત્ત્વ ભવસાગરમાં ડુબતા જીવોને નૌકા સમાન છે,
તેના અવલંબને ભવ્ય જીવો ભવસાગરને તરી જાય છે.