: ૧૮ : આત્મધર્મ : ૨૦૭
બા...લ...વિ...ભા...ગ
ગયા અંકના ત્રણ પ્રશ્નોના જવાબ
(૧) ‘આત્મસિદ્ધિ’ ની ૧૦૮મી ગાથાને ઘણી મળતી આવે એવી ૩૮ મી ગાથા છે; તે બંને ગાથાઓ નીચે
મુજબ છે–
કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ,
ભવે ખેદ અંતર દયા, તે કહિયે જિજ્ઞાસ. (૧૦૮) ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. (૩૮)
(ર) મનઃપર્યયજ્ઞાન, સમ્યગ્દર્શન ભેદજ્ઞાન અને મુનિદશા–આ ચાર વસ્તુઓમાંથી મનઃપર્યયજ્ઞાનમાં બાકીની
ત્રણે વસ્તુઓ ચોક્કસ આવી જાય છે. કેમકે મનઃપર્યયજ્ઞાન મુનિદશામાં જ થાય છે, ને મુનિદશા
સમ્યગ્દર્શન અને ભેદજ્ઞાનવાળા જીવને જ હોય છે. આ રીતે જ્યાં મનઃપર્યયજ્ઞાન હોય ત્યાં મુનિદશા,
સમ્યગ્દર્શન અને ભેદજ્ઞાન એ ત્રણે વસ્તુઓ જરૂર હોય જ છે. મનઃપર્યયજ્ઞાન મુનિદશા વગર હોતું
નથી, ને મુનિદશા સમ્યગ્દર્શન કે ભેદજ્ઞાન વગર હોતી નથી. ઘણા બાળકોએ આ પ્રશ્નના જવાબમાં
“મુનિદશા” લખેલ છે, પરંતુ તે જવાબ બરાબર નથી કેમકે ઘણીવાર મુનિદશા હોવા છતાં
મનઃપર્યયજ્ઞાન નથી હોતું. મનઃપર્યયજ્ઞાન કોઈક જ મુનિઓને હોય છે. કાંઈ બધાય મુનિઓને નથી હોતું.
(૩) ત્રીજા પ્રશ્નનો જવાબ છે–“અકલંક”:: શ્રી અકલંકસ્વામી મહાવીર ભગવાન પછી લગભગ ૧૨૦૦ વર્ષ
બાદ થઈ ગયા. તેમના નામનો બીજો અને ચોથો અક્ષર સરખા છે, પહેલો અને ત્રીજો અક્ષર સરખા
નથી; છેલ્લા ત્રણ અક્ષર ‘ક લં ક’ છે, સિદ્ધભગવાનમાં કલંક નથી અને છેલ્લા બે અક્ષર ‘લંક’ છે તે
લંકામાં છે. બાળકો, આ અકલંકસ્વામીની જીવનકથા તમને બહુજ ગમે તેવી છે. કોઈવાર આપણે
બાલવિભાગમાં તે આપશું.
ત્ર...ણ...પ્ર...શ્નો
(૧) બે ભાઈ એવા..
કે સાથે સાથે રમતા,
સામ સામે લડ્યા
ને અંતે મોક્ષ પામ્યા...
–એ બે ભાઈ કોણ?
(ર) નીચેની વસ્તુઓમાંથી જીવમાં કઈ કઈ વસ્તુ
હોય,ને અજીવમાં કઈ કઈ વસ્તુ હોય તે
જુદી પાડો–
રાગ, સુખ, ધર્મ, વીતરાગતા,
દુઃખ, જ્ઞાન, અજ્ઞાન, સંસાર.
(૩) કોઈ જીવ પાસે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન ને
સમ્યક્ ચારિત્ર એવા ત્રણ મહાન રત્નો છે;
હવે ધારો કે તેની પાસેથી પહેલું રત્ન
ખોવાઈ જાય તો બાકી કયાકયા રત્નો તેની
પાસે રહેશે?
(બાળકો, આ વખતે તમારા જવાબો વેલાસર
મોકલી આપશો, પુનમ સુધીમાં મોકલી દેશો.)
સરનામું: આત્મધર્મ–“બાલ વિભાગ”
સ્વાધ્યાયમંદિર–સોનગઢ (સૌરાષ્ટ્ર)
એનું જીવન ધન્ય છે... એનાં ચરણ વંદ્ય છે.
આકાશ જેનું છત્ર છે...ધરતી એનું સિંહાસન છે.
ગૂફા જેનો મહેલ છે...વાયુ એનાં વસ્ત્ર છે.
સમકિત જેનો મુગટ છે...ચારિત્ર એનો હાર છે.
જ્ઞાન જેનો રથ છે...અનુભવ એનો ધ્વજ છે.
આનંદ જેનો આહાર છે...શાંતરસ એનું પીણું છે.
ધ્યાન જેનું શસ્ત્ર છે...વૈરાગ્ય એનું બખ્તર છે.
રત્નત્રય જેનું ધન છે...વન એનું ઘર છે.
અનંતગુણ જેનું કુટુંબ છે...કર્મના એ ઘાતક છે.
ધર્મ જેનું જીવન છે...ચૈતન્ય એનું ધ્યેય છે.
ભવથી જે ભયભીત છે...મોક્ષના એ સાધક છે.
એનું જીવન ધન્ય છે એનાં ચરણ વંદ્ય છે.