Atmadharma magazine - Ank 207
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 21

background image
: ૮ : આત્મધર્મ : ર૦૭
છોડવા માંગે છે તે અભિપ્રાય જ જૂઠો છે, ને મિથ્યા અભિપ્રાય સહિતનો ત્યાગ તે તો દ્વેષથી ભરેલો છે.
ચૈતન્યગૂફામાં પ્રવેશીને શાંતિના વેદનમાં લીન થતાં બાહ્યપદાર્થો પ્રત્યે રાગ–દ્વેષ–મોહની વૃત્તિ જ ન
થાય તેનું નામ ત્યાગ છે; ને જ્યાં રાગ–દ્વેષ–મોહ છૂટ્યા ત્યાં તેના નિમિત્તો (વસ્ત્રાદિ) પણ સહેજે છૂટી જાય
છે, તેથી તેનો ત્યાગ કર્યો એમ નિમિત્તથી કહેવાય છે. ખરેખર બાહ્યપદાર્થોને ગ્રહવા–છોડવાનું જ્ઞાની માનતા
નથી, તેને ગ્રહણ ને ત્યાગ તો અંતરમાં પોતાના ભાવનું જ છે. તે અંતરમાં સ્વભાવને ગ્રહીને (શ્રદ્ધા–જ્ઞાન–
અનુભવમાં લઈને) રાગાદિને છોડે છે. જેણે રાગથી પાર ચિદાનંદ સ્વભાવને જાણ્યો જ નથી તે રાગાદિને
છોડશે કઈ રીતે? અજ્ઞાનીને આત્માનું તો ભાન નથી ને બાહ્યપદાર્થોને જ દેખે છે, એટલે બાહ્ય સન્મુખ જ
વર્તતો થકો રાગ–દ્વેષથી પરપદાર્થોને ગ્રહવા–છોડવાનું તે માને છે; તે ઊંધી માન્યતામાં તો તેને સ્વભાવનો
ત્યાગ થઈ જાય છે ને રાગાદિ વિભાવનું ગ્રહણ થઈ જાય છે.–પરનું ગ્રહણ ત્યાગ તો તેને પણ થતું નથી.
આ ગાથમાં ત્રણ વાત બતાવી છે.
(૧) પરમાત્માને કાંઈ ગ્રહણ–ત્યાગ કરવાનું કહ્યું નથી.
(ર) અંતરાત્માને પોતાના અંર્તભાવોમાં જ ગ્રહણ–ત્યાગ છે.
(૩) બહિરાત્મા બહારમાં ગ્રહણ–ત્યાગ કરવાનું માને છે.
(૧) પરમાત્મા તો ચિદાનંદતત્ત્વને સમસ્ત પરદ્રવ્યોને પરભાવોથી ભિન્ન જાણીને, ચૈતન્યસ્વરૂપમાં
જ સ્થિર થઈ ગયા છે, એટલે તેમણે ગ્રહવાયોગ્ય એવા પોતાના જ્ઞાન–આનંદને ગ્રહી લીધા છે ને છોડવાયોગ્ય
પરભાવોને સર્વથા છોડી દીધા છે, તેથી તેઓ કૃતકૃત્ય છે, હવે કાંઈ ગ્રહવાનું કે છોડવાનું તેમને બાકી રહ્યું
નથી. આ રીતે પરમાત્મા તો ગ્રહણ–ત્યાગથી રહિત છે.
(ર) અંતરાત્માએ પોતાના ચિદાનંદ સ્વરૂપને સમસ્ત પરદ્રવ્યો અને પરભાવોથી ભિન્ન જાણ્યું છે;
પણ હજી તેમાં પૂરી લીનતા થઈ નથી ને રાગાદિ સર્વથા છૂટ્યા નથી, એટલે તે અંર્તપ્રયત્નવડે શુદ્ધ જ્ઞાન
આનંદને ગ્રહવા માંગે છે તથા રાગાદિને છોડવા માંગે છે. બાહ્યપદાર્થોથી તો પોતે જુદો જ છે–એમ જાણ્યું છે
એટલે બહારમાં તો કાંઈ ગ્રહવા–છોડવાનું તે માનતા જ નથી. અંતર્મુખ થઈને ગ્રહવાયોગ્ય એવા શુદ્ધ
આત્માને ગ્રહણ કરીને (–તેમાં એકાગ્ર થઈને) રાગાદિ પરભાવોને ત્યાગે છે. આ રીતે અંતરાત્માને પોતાના
ભાવમાં જ ગ્રહણ–ત્યાગ છે.
(૩) બહિરાત્મા અંતરના ચૈતન્યતત્ત્વને જાણતો નથી ને બાહ્યપદાર્થોને જ દેખે છે, એટલે
બાહ્યપદાર્થોમાં જ તે ઈષ્ટ–અનીષ્ટપણું માનીને તેને ગ્રહવા–છોડવા માંગે છે. તે જેને ઈષ્ટ માને છે તેના ઉપર
રાગનો અભિપ્રાય છે, અને જેને અનીષ્ટ માને છે તેના ઉપર દ્વેષનો અભિપ્રાય છે. આ રીતે, વીતરાગી
અભિપ્રાયના અભાવમાં તેને પરભાવોનો ત્યાગ તો નથી, પણ રાગદ્વેષના અભિપ્રાયથી તે બાહ્યપદાર્થોના
ગ્રહણ–ત્યાગ કરવાનું માને છે.–એટલે કદાચ બાહ્યમાં ત્યાગી દિગંબર સાધુ થઈને વનમાં રહે તોપણ તેને
અસમાધિ જ છે. ચૈતન્યમાં અંતર્મુખ થઈને મિથ્યાત્વાદિ પરભાવોને છોડ્યા વગર કદી સમાધિ થાય જ નહિ.
ધર્માત્મા કદાચ ગૃહસ્થપણામાં હોય તોપણ ચૈતન્યમાં અંતર્મુખ થવાથી મિથ્યાત્વાદિ પરભાવો જેટલે અંશે છૂટી
ગયા છે તેટલે અંશે તેમને સમાધિ જ વર્તે છે, ખાતાં–પીતાં, બોલતાં–ચાલતાં, જાગતાં–સૂતાં, સર્વ પ્રસંગે
તેટલી વીતરાગી સમાધિ–શાંતિ તેને વર્ત્યા જ કરે છે.
બહારના ગ્રહણ–ત્યાગ ઉપરથી અંતરના માપ થાય તેમ નથી. અંર્તદ્રષ્ટિને નહિ જાણનારા બાહ્યદ્રષ્ટિ–
મૂઢ લોકો બાહ્ય ત્યાગ દેખીને છેતરાય છે, ધર્માત્માની અંર્તદશાને તેઓ ઓળખતા નથી. બાહ્યમાં કાંઈ ત્યાગ
ન હોય, રાજપાટ ને ભોગોપભોગના સંયોગ વચ્ચે રહ્યા હોય છતાં, ધર્માત્મા ક્ષાયિક સમકિતી હોય ને
એકભવતારી હોય; અને મિથ્યાદ્રષ્ટિજીવ મોટા રાજપાટ ને હજારો રાણીઓ છોડીને, દિગંબર ત્યાગી સાધુ
થઈને વનમાં રહેતો હોય...છતાં અનંત સંસારી હોય! બહારથી જોનારા મૂઢ જીવો કઈ આંખે આનું માપ
કાઢશે? કઈ રીતે તેને ઓળખશે? તે તો બાહ્યદ્રષ્ટિની મૂઢતાને લીધે, બાહ્યત્યાગ દેખીને અનંતસંસારીને પણ
મોટો ધર્માત્મા માની લેશે, ને એકાવતારી ધર્માત્માને તે ઓળખશે નહિ. અંતરનો અભિપ્રાય ઓળખ્યા વગર
ધર્મી–અધર્મીની સાચી ઓળખાણ થાય નહિ. ।। ૪૭।।