અકાળમરણનાં એ સાધનોનો નિર્દેશ (ઉલ્લેખ–વર્ણન) પણ કરેલ છે. તેથી બધી પર્યાયો ક્રમનિયમિત જ છે
એમ કહી શકાતું નથી. પોતાના આ પક્ષના સમર્થનમાં તેઓ ઉદીરણા, સંક્રમણ, ઉત્કર્ષણ અને અપકર્ષણને
પણ રજૂ કરે છે. ઉદીરણાનો અર્થ જ કર્મોનું નિયત સમય પહેલાં ફળ દેવું એવો છે. જગતમાં કેરીનો પાક બે
પ્રકારે થાય છે કોઈ કેરી વૃક્ષ પર વળગી રહીને જ નિયત સમયે પાકે છે અને કોઈ કેરીને પાક્યા પહેલાં જ
તોડીને પકાવવામાં આવે છે. કર્મોનાં ઉદય અને ઉદીરણામાં પણ એ જ તફાવત છે. ઉદય તેની સ્થિતિ
અનુસાર નિયત સમયે થાય છે અને ઉદીરણા સમય પહેલાં થઈ જાય છે. ઉત્કર્ષણ અને અપકર્ષણની પણ
એજ દશા છે. એટલું જરૂર છે કે ઉત્કર્ષણમાં નિયત સમયમાં વૃદ્ધિ થઈ જાય છે અને અપકર્ષણમાં નિયત
સમયને ઘટાડી દેવામાં આવે છે. સંક્રમણમાં નિયત સમયને ઘટાડવા–વધારવાની વાત તો નથી હોતી પણ
તેમાં સંક્રમિત થવાવાળાં કર્મોનો સ્વભાવ જ બદલી જાય છે માટે દ્રવ્યોની બધી પર્યાયો ક્રમનિયત છે એમ કહી
શકાતું નથી. (હજી આ પૂર્વપક્ષ દ્વારા દલીલ ચાલે છે.)
મળવાનું છે તે સમયે મળશે જ અને જેને જ્યારે મોક્ષ જવાનું છે ત્યારે તે જશે જ તો પછી સદાચાર, વ્રત,
નિયમ, સંયમ અને પૂજાપાઠનો ઉપદેશ શા માટે દેવામાં આવે છે અને શા માટે એ બધાનું આચરણ કરવું શ્રેષ્ઠ
માનવામાં આવે છે? તેમના કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે સર્વ શુભાશુભ કાર્ય નિયત સમયે જ થાય છે
ત્યારે પોતાનો સમય આવતાં થશે જ, તેને માટે જુદો પ્રયત્ન કરવો કે ઉપદેશ દેવો નિષ્ફળ છે. પણ સર્વથા
એમ નથી, કેમકે જગતમાં પ્રયત્ન અને ઉપદેશ આદિની સફળતા જોવામાં આવે છે, તેથી એ સિદ્ધ થાય છે કે
જ્યારે જેવી સાધન સામગ્રી મળે છે ત્યારે તેના અનુસારે જ કાર્ય થાય છે. ક્્યારે શું સાધક સામગ્રી મળશે
અને તે અનુસારે ક્્યારે શું કાર્ય થશે તેનો નથી તો કોઈ ક્રમ જ નિશ્ચિત કરી શકાતો તેમ સમય પણ,
શાસ્ત્રમાં નિયતિવાદને જે મિથ્યા કહેવામાં આવ્યો છે તેનું આજ કારણ છે.
સહિત આગમ પ્રમાણના આધારે પ્રકૃતમાં (આ ચાલુ અધિકારમાં–પ્રકરણમાં) વિચાર કરવામાં આવે છે.
કે જે કાર્ય પુરુષ પ્રયત્નસાપેક્ષ થાય છે તેમાં તે મેળવવામાં આવે છે એમ ઉપચારથી કહેવામાં આવે છે પણ
એવું કાંઈ એકાન્તે નથી કે પ્રયત્ન કરવાથી નિમિત્ત મળે જ.
છે, તો પણ પોતાના પૂર્વ સંસ્કારને લીધે કેટલાક બાળકો ભણવામાં તેજ (હોંશિયાર) નીકળે છે, કેટલાક
મધ્યમ હોય છે, કેટલાક ઠોઠ હોય છે અને કેટલાક નિયમિત રૂપે સ્કૂલમાં જાય છે તો પણ ભણી શકતા નથી.
તેનું કારણ શું છે? જે બાહ્ય સાધન સામગ્રીને લોકમાં કાર્યની ઉત્પાદક કહેવામાં આવે છે તે બધાને સુલભ છે
અને તેઓ ભણવામાં પરિશ્રમ પણ કરે છે તો પછી તેઓ એકસમાન કેમ ભણતા નથી? (ક્રમશ:)