Atmadharma magazine - Ank 208
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 21

background image
મહા : ૨૪૮૭ : ૧૭ :
તથા અન્ય સાધન પ્રાપ્ત છે કે જેના આધારથી અંશે અથવા પૂર્ણરીતે ભવિષ્ય સંબંધી કેટલીક ઘટનાઓનું જ્ઞાન
કરી શકાય છે અને કરવામાં આવે છે. તેનાથી સ્પષ્ટ વિદિત થાય છે કે (જાણવામાં આવે છે કે) જે દ્રવ્યનું
પરિણમન જે રૂપે જે હેતુઓથી (કારણોથી) જ્યારે થવું નિશ્ચિત છે તે એ જ ક્રમથી થાય છે, તેમાં અન્ય કોઈ
પરિવર્તન કરી શકતું નથી.
બીજી વિચાર ધારા
૧૩ પરંતુ તેનાથી વિપરીત બીજી વિચારધારા એ છે કે લોકમાં સ્થુળ અને સૂક્ષ્મ જેટલા કાર્ય થાય છે
તે બધાં ક્રમ નિયમિત જ થાય છે એવું કાંઈ એકાન્ત નથી. કોઈ કાર્ય તો એવાં થાય છે કે પોત પોતાના
સ્વકાળને પ્રાપ્ત થવાથી જ થાય છે:–
જેમ કે શુદ્ધ દ્રવ્યોની પ્રતિ સમયની (દરેક સમયની) પર્યાય પોતપોતાના સ્વકાળે જ થાય છે, કેમકે
તેના થવામાં કારણભૂત અન્ય કોઈ બાહ્ય નિમિત્ત ન હોવાથી તેના સ્વકાળે થવામાં કોઈ બાધા આવતી નથી.
પણ સંયુક્ત (–અશુદ્ધ) દ્રવ્યોની સર્વ અથવા કેટલીક પર્યાયો બાહ્ય નિમિત્તો ઉપર અવલંબિત છે (–આધાર
રાખે છે), માટે તેઓ સર્વ પોત પોતાના ઉપાદાનને અનુસાર એક નિયતક્રમના કારણે જ થાય છે એવો કોઈ
નિયમ નથી, કારણ કે તેઓ બાહ્ય નિમિત્તો વિના થઈ શકતી નથી અને નિમિત્ત પર છે, એટલા માટે જ્યારે
જેવી સાધન સામગ્રીનો યોગ મળે છે તેના અનુસાર તેઓ થાય છે અને તેનો કોઈ નિયમ નથી કે ક્્યારે કેવી
બાહ્ય સામગ્રી મળશે; એટલા માટે સંયુક્તદ્રવ્યની પર્યાયો સુનિશ્ચિત ક્રમથી જ થાય છે એવું કહી શકાતું નથી.
આવું માનવાવાળાઓનો કહેવાનો અભિપ્રાય એમ છે કે સંયુક્ત દ્રવ્યોની બધી પર્યાયો બાહ્ય સાધનો પર
અવલંબિત હોવાથી તેમાંથી કેટલીક પર્યાયોનો જે ક્રમ નિયત છે તેના અનુસારે તેઓ થાય છે અને વચ્ચે
વચ્ચે કેટલીક પર્યાયો અનિયત ક્રમથી પણ થાય છે.
એની પુષ્ટિમાં તેઓ લૌકિક અને શાસ્ત્રીય–બન્ને પ્રકારનાં પ્રમાણ ઉપસ્થિત રજૂ કરે છે. લૌકિક
પ્રમાણોને ઉપસ્થિત કરતા થકા, તેઓ કહે છે કે ભારત વર્ષમાં છ ઋતુઓનું થવું સુનિશ્ચિત છે અને તેનો
સમય પણ નિશ્ચિત છે. તેમજ પ્રતિવર્ષ–(હરસાલ) ની ઘણીખરી ઋતુઓ વખતસર પણ થાય છે. પરંતુ કોઈ
કોઈ વાર બાહ્ય પ્રકૃતિનો એવો વિલક્ષણ પ્રકોપ થાય છે કે જેથી એનો ક્રમ ઉલટ–સુલટ થઈ જાય છે.
૧૪ બીજું ઉદાહરણ તેઓ અણુબોમ્બ તથા હાઈડ્રોજન બોમ્બ આદિ સંહારક અસ્ત્રોનું રજુ કરે છે.
તેઓનું એમ કહેવું છે કે આ પ્રકારનાં સંહારક અસ્ત્રોનો પ્રયોગ કરવાથી દુનિયાનો જે નિયત જીવનક્રમ ચાલી
રહ્યો છે તે એક ક્ષણમાં બદલીને મહાન ભારે વ્યતિક્રમ (–ક્રમનું બદલવું) ઉપસ્થિત કરી દે છે.
૧પ વર્ત્તમાનમાં જે વિજ્ઞાનની પ્રગતિ જોવામાં આવે છે તે વડે કેટલાક કાળ બાદ જળના સ્થાને સ્થળ
અને સ્થળના સ્થાને જળરૂપ વિલક્ષણ પરિવર્તન થવું દેખાડી આપે તો તે અશક્્ય નથી. મનુષ્ય તેના બળથી
હવા, પાણી, અન્તરીક્ષ અને નક્ષત્ર લોક–એ બધા ઉપર વિજય પ્રાપ્ત કરતો ધપી રહ્યો છે.
૧૬ બાહ્ય સામગ્રી શું કરી શકે છે તેના નવા નવાં કાર્યો પ્રતિદિન થતાં જોવામાં આવી રહ્યા છે. માત્ર
લૌકિક ઉદાહરણો રજુ કરીને જ આ વિચાર ધારાનું સમર્થન નથી કરતા, પણ તેઓ આ સંબંધમાં શાસ્ત્રીય
પ્રમાણ પણ રજુ કરે છે. તેઓ કહે છે કે જો બધાં દ્રવ્યોની પર્યાયો ક્રમનિયત જ છે તો માત્ર દેવ, નારકી,
ભોગભૂમિ જ મનુષ્ય–તિર્યંચ તથા ચરમ શરીરી (તે જ ભવે મોક્ષ જનાર) મનુષ્યોના આયુને ‘અનપવર્ત્ય’
(ન તૂટે તેવું) કહેવાનો કોઈ હેતુ નથી.
૧૭. જ્યારે બધાં જીવોનાં જન્મ, મરણ તથા અન્ય કાર્યક્રમ નિયમિત છે ત્યારે કોઈના પણ આયુને
‘અપવર્ત્ય’ (તૂટે એવું) ન કહેવું જોઈએ. કારણ કે શાસ્ત્રોમાં વિષભક્ષણ, રક્તક્ષય, તીવ્રવેદના અને ભય
આદિ કારણો હોતાં કર્મભૂમિમાં જન્મેલા મનુષ્ય અને