ફાગણ : ૨૪૮૭ : ૨૩ :
ગુરુદેવે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે’ એ પદ બોલીને વીતરાગતાની
ભાવના ભાવી હતી. ત્યાર બાદ તેમણે સિદ્ધપદને પામ્યા છે એવા વીતરાગ
ભગવાનના સ્મરણનો હેતુ સમજાવીને વીતરાગી મોક્ષમાર્ગ અને મોક્ષપદનું
ટુંકામાં સ્વરૂપ અને માહાત્મ્ય દર્શાવ્યું હતું. પછી પૂ. બહેનોએ ભક્તિ કરી
હતી બાદ ગુરુદેવ સાથે જયનાદ સહિત ભક્તિના પદ ગાતાં ગાતાં પહેલી ટૂંકે
સૌ પાછા આવ્યા ત્યાં શ્વેતામ્બર જૈન પેઢીના મુખ્ય મુનિમ (ઈન્સપેકટર
સાહેબ) ની ખાસ વિનંતીથી બપોરના ગુરુદેવનું પ્રવચન થયું. ત્યારબાદ
ઈન્સપેકટર શ્રી ભાનુભાઈએ ગદગદ થઈને કહ્યું કે ‘આપના ચરણ સમીપ જ
મારો જન્મ થાય ને મારૂં જીવન સફળ બને એમ કહીને પ્રેમ બતાવ્યો હતો.
વિશેષમાં પહાડ ઉપર રાજુલની ગુફાથી દક્ષિણ દિશામાં આશરે ૬૦૦
ડગલા દૂર ચંદ્રગુફા નામે સુંદર ગુફા છે, તેમાં બહુ જ પ્રાચીન પગલા છે (–
દિગમ્બર જૈન આમ્નાયાનુસાર ચરણ ચિન્હ છે.) ઘણા ભાઈઓ ત્યાં જઈ
બહુ પ્રસન્નતા વ્યકત કરતા હતા)
બપોરે પૂ. ગુરુદેવ સાથે ભક્તો જયનાદપૂર્વક ભક્તિના પદ ગાતાં
ગાતાં પરમ હર્ષ પ્રગટ કરતાં નીચે તળેટીની ધર્મશાળામાં આવ્યા. ત્યાં રાત્રે
જિનમંદિરમાં ભક્તિ થઈ
તા. ૨૯–૧–૬૧ જૂનાગઢ શહેરમાં આવ્યા. પૂજ્ય ગુરુદેવ સાથેની આ
અપૂર્વયાત્રા મોટા સમૂદાય સહિત નિર્વિઘ્ને પૂર્ણ થઈ તેથી સર્વેએ પ્રસન્નતા
વ્યકત કરી હતી.
યાત્રાની સર્વ પ્રકારની સુંદર વ્યવસ્થામાં વાંકાનેર, મોરબી, મુંબઈ
અને સોનગઢના મુમુક્ષુ મંડળનો મોટો ફાળો હતો, તેમણે બજાવેલી સેવા
પ્રશંસનીય હતી, વળી જૂનાગઢની દિગમ્બર તથા શ્વેતામ્બર જૈન
પેઢીવાળાઓનો ઘણો સાથ હતો. તેમણે યાત્રા સંઘની ઘણી સેવા કરી છે.
તેમાં જૈન વીશાશ્રીમાળી નુતન મિત્ર મંડળે પણ ઘણી સુંદર સેવા આપી છે.
સ્થાનકવાસી જૈન સંઘ તરફથી પણ મદદ મળી છે. તેઓને બધાને ધન્યવાદ.
બપોરે જૂનાગઢ શહેરમાં ટાઉન હોલમાં પૂજ્ય ગુરુદેવનું જાહેર
વ્યાખ્યાન હતું. શ્રોતા સમૂહ મોટી સંખ્યામાં હાજર રહીને બધા. જિનેન્દ્ર
રથયાત્રા ઉત્સવમાં જોડાયા હતા. મહાન યાત્રાના ઉત્સવ નિમિત્તે શહેરમાં
જિનેન્દ્ર રથયાત્રાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, સમવસરણ જેની વેદીમાં
શ્રીજી (ભગવાન) ને બિરાજમાન કરવામાં આવ્યા હતા. અહીં પણ અજમેર
ભજન મંડલીના સભ્યોએ અથક પ્રેમ ઉત્સાહ સહિત ભકિતદ્વારા પોતાનો
ભક્તિભર્યો કાર્યક્રમ રજૂ કરી જિનેન્દ્ર રથયાત્રામાં ભારે ઉત્સાહ પ્રગટ કર્યો
હતો. આ રીતે ધર્મપ્રભાવનાના પ્રણેતા પૂ. ગુરુદેવના પુનિત પ્રતાપે ધર્મ
પ્રભાવનામય આ અપૂર્વ યાત્રા બધાને માટે આનંદમય હતી અને તે
ચિરસ્મરણીય રહેશે.
લી. ગુલાબચંદ જૈન